<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જૂના રાજકોટવાસીઓને નવા રાજકોટ તરફ મકાન-ફલેટ ઓફિસ ખરીદવાનો ટ્રેન્‍ડ વધ્‍યો

નવા બાંધકામમાં આકર્ષક એલીવેશન પાર્કિગ.એમીનીટીઝથી લોકો આકર્ષાય છે

રાજકોટઃ સતત વેપારથી ધમધમતા જૂના (મધ્‍ય) રાજકોટમાં રહેવા માટે વાતાવરણ અનુકુળ ન રહેતા જૂના રાજકોટમાં રહેતા અનેક પરિવારો ગીચ વિસ્‍તારમાંથી મકાન વેચીને નવા પશ્‍ચિમ રાજકોટના વિસ્‍તાર જેવા કે રૈયા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાગેશ્‍વર, માધાપર ચોકડી, સાધુવાસવાણી રોડ,- બીજા ૧૫૦ ફૂટ રીંગ રોડ, રેલનગર, રૈયાધાર તરફ બજેટ મુજબ મકાન અથવા ફલેટ ખરીદવા માટે આકર્ષાય છે.

નવા રાજકોટમાં હવે ઘણા વિસ્‍તારમાં પાર્કીગવાળા બંગલા ટાઇ૫ મકાન બનવા લાગ્‍યા છે.જેથી લોકોને ફોરવ્‍હીલ પાર્કીગની સમસ્‍યાનો ઉકેલ પણ મળી જાય છે તેમજ ફલેટમાં આકર્ષક એલીવેશન દરેક સાઇડમાં ઓપન ગેલેરી હોવાથી હવા ઉજાસ પણ ફલેટમાં પૂરતા પ્રમાણમાં મળે છે. ઉપરાંત પાર્કિગ અને અમીનીટીઝની સુવિધાથી લોકો આકર્ષાઇને નવા રાજકોટ તરફ રહેવા માટે જઇ રહ્યા છે.

નવા કોમ.કોમ્‍પલેક્ષમાં પાર્કીગ સોલારની સુવિધા પણ મળે છે.

નવા રાજકોટની વાત કરીએ તો ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયારોડ, સાધુવાસવાણી રોડ, માધાપર ચોકડી, જામનગર રોડ, મવડી વિસ્‍તારમાં નવા બનતા કોમર્શીયલ કોમ્‍પલેક્ષ પણ આકર્ષક એલીવેશન (બાહય દેખાવ) સુંદર હોવા ઉપરાંત પૂરતી પાર્કીગ સુવિધા, સીસીટીવી કેમેરા તેમજ સીકયુરીટી એમીનીટીઝ ઉપરાંત સોલારની સુવિધા હોવાથી અનેક લોકો જૂના રાજકોટમાંથી પોતાની  ઓફિસે વહેચીને નવા રાજકોટ તરફ પોતાનો બીઝનેસ ટ્રાન્‍સફર કરી રહ્યા છે.

નવા અનેક વિકસીત વિસ્‍તારો ભલે સંપૂર્ણ ડેવલપ નથયા હોય છતા ત્‍યાં ફલેટ તેમજ કોમર્શીયલ કોમ્‍પલેક્ષના પ્રોજેકટો હાલ ચાલી રહ્યા છે. છેલ્લા ૩ થી ૪ વર્ષમાંજ માધાપર ચોકડીથી, ગોંડલ ચોકડી એઇમ્‍સ હોસ્‍પિટલ મોરબી રોડ, રેલનગર, સાધુવાસવાણી રોડ, બીજો ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી વિસ્‍તારમાં રૈયાગામમાં અનેક રેસીડેન્‍સીયલ કોમર્શીયલ બીઝનેસના પ્રોજેકટ નિર્માણ પામ્‍યા છે અને હાલ બાંધકામ ચાલી રહ્યું છે.

(2:56 PM IST)