<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રેલવે કર્મચારીઓ માટે યુપીએસ અને ન્‍યુ પેન્‍શન સ્‍કીમ રદ કરી ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરવાની માંગણી સાથે વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન

ઓખાથી વેણી રોડ સુધી હાપા, સુરેન્‍દ્રનગર, મોરબી, વાંકાનેર અને રાજકોટ સ્‍ટેશનો ઉપર હિરેન મહેતાની આગેવાની હેઠળ વિરોધ કાર્યક્રમો

રાજકોટ, તા. રપ : રેલ કર્મચારીઓની  વિવિધ લાંબા સમયની માંગો ની પૂર્તિ કરવા ખાસ કરીને એનપીએસ અને યુપીએસ ને રદ કરી ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરાવવા માટે ડોક્‍ટર એમ રાઘવ્‍યા મહામંત્રી એનએફઆઈઆર ના અહવાન પર વેસ્‍ટન રેલવે મજબૂર સંઘના જનરલ સેક્રેટરી સીઆરજી કાબર નામ માર્ગદર્શન હેઠળ રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજીના નેતળત્‍વ હેઠળ ઓખા થી લઇ વણી રોડ સુધી હાપા, સુરેન્‍દ્રનગર, મોરબી, વાંકાનેર અને રાજકોટ સ્‍ટેશન ઉપર વિરોધ પ્રદર્શન સપ્તાહ તારીખ ૧૭ થી ૨૧ માર્ચ સુધી સૂત્રોચાર રેલી ધારણા પ્રદર્શન કરી કર્મચારીઓનો આક્રોશ અને અસંતોષ વ્‍યક્‍ત કરાયો હતો ્‌ કર્મચારીઓનું સુરક્ષિત ભવિષ્‍ય અને વળદ્ધાવસ્‍થાની સ્‍વમાનભેર જીવવાની લાઠીરૂપ પેન્‍શન મળવું જ જોઈએ એ માટે ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરાવવા આ ધરણા પ્રદર્શન વેસ્‍ટર્ન રેલવે મજબૂર સંઘ રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્‍યું હતું ્‌ આ ધારણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન સમગ્ર ભારતીય રેલના ૧૭ ઝોનમાં કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓના હક અને હિત માટે લડતા એનએફઆઈઆર વેસ્‍ટર્ન રેલ્‍વે મજબૂર સંઘ એ આક્રમકતા પૂર્વક સરકાર સુધી કર્મચારીઓનો અવાજ પહોંચાડવા આ એક્‍શન લીધેલ છે આ ધારણા પ્રદર્શનને સમગ્ર રાજકોટ ડિવિઝનમાં દેખાવો કરવા માટે વિરોધ કરવા માટે હિરેન મહેતાજીના માર્ગદર્શન અને મજબૂત નેતળત્‍વ હેઠળ બી આર સોઢા, અવની ઓઝા, ડીએસ શર્માર્, ઈકબાલભાઈ, મયુર સિંહ, હરદેવસિંહ, રસુલભાઈ, હરેશ ,અમદાવાદ ,એ એલપી યાદવ, એ એસ દવે, એમ કે જાડેજા, યુવરાજસિંહ, અમિત ભાર્ગવ, એ બી સરવૈયા, જીતેન્‍દ્રકુમાર, હરિસિંહ ચૌધરી, હિતેશ ઠાકર, રાજદેવસિંહ અને અન્‍ય શાખાના પદાધિકારીઓ તેમજ એક્‍ટિવ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી

(4:09 PM IST)