<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

શ્રી સદગુરૂ આશ્રમે રવિવારથી ધર્મોત્‍સવઃરામનવમી ઉજવાશેઃ૧૪ દિ' કાર્યક્રમો

૧૨મીએ હનુમાન જયંતિએ બાહુકના પાઠ, સુંદરકાંડના પાઠ, અન્‍નકૂટ દર્શન પ્રભુદાસજી અગ્નિહોત્રીના વ્‍યાસાસને શ્રી રામચરિત માનસના સમુહ પાઠઃરામનવમીએ શ્રી રામયજ્ઞમાં ‘શ્રી રામ શરણમ મમઃ સ્‍વાહાઃ' મંત્ર જાપ સાથે આહુતી અપાશેઃ ૧૦મીએ પૂ.સદગુરૂદેવના મહાસમાધિ દિને સમુહ પુજન, અખંડ પાઠ સહિતના કાર્યક્રમો

રાજકોટઃ અહિંની પવિત્રભૂમિ સદગૂરૂ આશ્રમ ખાતે તા.૩૦માર્ચ રવિવાર થી તા.૧૨ એપ્રિલ, શનિવાર સુધી ઉજવવામાં આવશે.

શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ તા.૩૦/૦૩ રવિવારથી તા.૦૭/૦૪ સોમવાર સુધી દરરોજ સવારે ૭ થી ૮ પરમ પૂજયશ્રી સદગુરુુદેવ ભગવાનશ્રીનું પુજન, શ્રી નિજ મંદિર હોલમાં, દરરોજ સવારે ૮.૩૦ થી ૧ શ્રી રામચરિત માનસજીવનનાં સમુહ પાઠ, શ્રી નિજ મંદિર હોલમાં, શ્રી રામચરિત માનસ પાઠ પ્રસંગે શ્રી રામ જન્‍મોત્‍સવ, તા. ૩૧ સોમવાર, સવારે ૧૧ વાગ્‍યે શ્રી નીજ મંદિર હોલમાં, શ્રી રામચરિત માનસ પાઠ પ્રસંગે શ્રી રામવિવાહ, તા.૦૧/૦૪/ મંગળવાર, સવારે ૧૧:૧૫ કલાકે શ્રી નીજ મંદિર હોલમાં શ્રી રામચરિત માનસ પાઠ પ્રસંગે શ્રી રામરાજયભિષેક,સવારે ૮.૪૫ કલાકે. શ્રી નીજ મંદિર હોલમાં તા.૦૭/૦૪ સોમવાર,

તા.૦૬/૦૪/ રવિવાર બપોરે ૧૨ કલાકે, શ્રી નિજ મંદિર હોલમાં. શ્રી રામનવમીનાં રોજ શ્રી રામ જન્‍મોત્‍સવ ખુબ જ ધામધુમ પૂર્વક તેમજ રંગે-ચંગે,આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી સદગુરુુ મહાપ્રસાદનું સ્‍થળઃ પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમની સામેનું ગ્રાઉન્‍ડ,આશ્રમ માર્ગ, રાજકોટ,સમય :- બપોરે ૧૨ થી ૨.

રવિવાર તા.૬ એપ્રિલ અખંડ શ્રી રામ યજ્ઞ, શ્રી રામનવમી મહોત્‍સવ નિમિતે ૨૪ કલાક અખંડ શ્રી રામયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે,જેમાં ભૂદેવો દ્વારા યજ્ઞકુંડમાં શ્રી રામ શરણમ મમઃ સ્‍વાહા મંત્રજાપ સાથે આહિત આપવામાં આવશે. સવારે ૪:૩૦ કલાકે સ્‍થાપન પુજન, બીડુ હોમવાનો સમય તા.૦૮/૦૪ મંગળવાર, સવારે -૭ કલાકે. શ્રી રામઅર્ચનાઃ-સાંજે- ૪.૦૦ થી ૮.૦૦ રાખેલ છે.

પરમ પૂજયશ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી મહાસમાધિ દિવસ તા.૧૦/૦૪ ગુરૂવારે હોય  સવારેઃ- ૯.૦૦ થી ૧૦.૩૦,પરમ પૂજયશ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું પોડષોપચાર સમુહ પુજન,શ્રી રામરક્ષાસ્ત્રોત,અભિષેક,પ્રાર્થના,સ્‍વાધ્‍યાય અંતર્ગત શ્રી રામ સ્‍તવરાજ પાઠ શ્‍લોક,સમુહપાઠ તથા એક એક શ્‍લોક સાથે પુષ્‍પાજંલી. પ.પૂ.શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી મહાસમાધિ દિવસ નિમિતે સમૂહ પુજનનું આયોજન કરવામાં આવેલ છે,જેમાં જે કોઈ ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ સમૂહ પુજનમાં નામ નોંધવવા ઈચ્‍છતા હોય તેઓએ પોતાના નામ તા.૦૯ ,સુધીમાં નોંધાવી જવા. બપોરે ૧૨.૦૦ કલાકે,માસ્‍તાન સારસ્‍વત બ્રહ્મભોજન તથા દક્ષિણા,સ્‍થળઃ- શ્રી સદગુર આશ્રમની અંદર, બપોરે ૧૨.૦૦ થી ૧:૩૦ સુધી :- ભોજનરૂપી શ્રી સદ્દગુરુ મહાપ્રસાદ (સર્વ ધર્મપ્રેમીભાઈ-બહેનો માટે,પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમની સામેનું ગ્રાઉન્‍ડ,આશ્રમ માર્ગ,રાજકોટ.)

બપોરે ૨.૪૫ કલાકે :- પરમ પૂજય શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું ચરણ પાદુકા પૂજન બપાર ૪.૦૦ થી ૬.૦૦ કલાકે શ્રી સુંદરકાંડના સમુહપાઠ, સંગીતમયીશૈલીથી નિજ મંદિર હોલમાં કરવામાં આવશે. તા. ૧૦ ગુરૂવાર, સાંજે ૬.૦૦ કલાકે-નિજમંદિર હોલમાં શ્રી રામચરિત માનસજીના અખંડ પાઠનો પ્રારંભ, બપોરે ૪.૩૦ કલાકે અખંડ શ્રી રામચરિતમાનસજીના અખંડ પાઠની પૂર્ણાહૂતિ શ્રી હનુમાન બાહુક પાઠ,શ્રી નિજ મંદિર હોલમાં,સાંજેઃ- ૫:૦૦ થી ૬.૦૦ વાગ્‍યા સુધી.

તા.૧૨, શનિવાર હનુમાન જયંતિએ સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ કલાકે :- શ્રી હનુમાનજી મહારાજનું મહાપુજન તથા પ્રસાદ,પ્રાર્થના,સ્‍વાઘ્‍યાય,શ્રી હનુમાન બાહુકના પાઠ (શ્રી ફળ સાથે),શ્રી મનોકામના સિધ્‍ધ હનુમાનજી મંદિરમાં.  સવારેઃ- ૧૧.૦૦ કલાકે :- શ્રી અન્નકુટ દર્શન,સ્‍થળ,શ્રી મનોકામના સિધ્‍ધ હનુમાનજી મંદિર,શ્રી સદગુરૂ આશ્રમ પ્રાંગણમાં,અન્નકુટની આરતી બપોરે ૧૨.૦૦ કલાકે,અન્નકુટની ભેળરૂપી પ્રસાદી બપોરેઃ-૧૨:૩૦ કલાકે. આપવામાં આવશે. સાંજે ૪.૦૦ થી પ  ૫.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું ષોડષોપચાર પુજન,શ્રી નીજ મંદિર હોલમાં. સાંજે ૫.૦૦ થી ૭.૦૦ શ્રી સુંદરકાંડ પાઠ, શ્રી નિજમંદિર હોલમાં. રાખેલ છે.

અજયભાઈ નથવાણી,ચુનીલાલ જગજીવનદાસ કારીયા ચેરી.ટ્રસ્‍ટ્ર, નરેન્‍દ્રભાઈ નથવાણી, સ્‍વ.મુકતાબેન છગનલાલ વસાણી,પરિવાર,સ્‍વ.હિતેશ પ્રવિણચંદ્ર વસાણી,હસ્‍તે.પ્રવિણભાઈ વસાણી, રાજુભાઈ પોબારૂ, નારણદાસ જેઠાભાઈ નથવાણી, કિશોરભાઈ જસાણી, જયેશભાઈ દાવડા,જાનકીબેન નંદાણી,દિનેશભાઈ તન્ના,દર્શનભાઈ નંદાણી, પ્રકાશભાઈ સખીયા,હાર્દિકભાઈ પરસાણા, પલ્લવીબેન દાવડા,દેવયાની હિંડોચા. જસુબેન વસાણી, તેજશભાઈ કોટક,નિતિનભાઈ ગાથાણી, પુણે, વિજયભાઈ તન્ના વાપી,જયેશભાઈ પટેલ,બાબુભાઈ વેકરીયા,જનકભાઈ રાજા, મુંબઈ, નવીનભાઈ ભટ્ટ,બીનાબેન મહેશભાઈ ઠકકર, રાજેશ્વરીબેન રાજેષભાઈ નિમાવત, ભાવેશભાઈ નાથાણી, સંજયભાઈ મોલીયા,ગોવિંદભાઈ પટેલ, લાલજીભાઈ સીરોયા,ધીરુભાઈ ઠુમ્‍મર,ભરતભાઈ શાહ,ભરતભાઈ રાજદેવ, નિલાંભાઈ ઢોલરીયા, વિજયભાઈ તન્ના વાપી,માલીનીબેન ડૈયા,નયનાબેન ખુંટ,રાજુભાઈ હિંડોચા,ભૂપતસિંહ ભગવાનસિંહ ચૌહાણ, સુશીલાબેન ભોગીલાલ રાયપુરા સેવા આપી રહ્યા છે.વધુ માહિતી માટે શ્રી સદગુરૂ સદન ટ્રસ્‍ટ, ૫.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ શ્રી સદગુરૂ  આશ્રમ, રાજકોટ (મો. ૯૫૮૬૩૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮ ખાતે સંપર્ક કરી શકાય છે

(4:07 PM IST)