<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

અત્‍યાધુનિક સુવિધા સાથે શિક્ષણ આપતી રાજકોટની વિરાણી બહેરા મુંગા શાળામાં જુનથી પ્રવેશ કાર્ય શરૂ

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં મુક બધિર દિવ્‍યાંગો માટે અધ્‍યાધુનિક સુવિધા સાથે શિક્ષણ પુરી પાડતા શ્રી અને શ્રીમતી છ.શા. વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા આગમી વર્ષ જુન ૨૦૨૫ માં નર્સરીથી ધો.૧૨ સુધીમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. આ શાળામાં અત્‍યાધુનિક શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. દરેક વર્ગમાં સ્‍માર્ટ બોર્ડ, તજજ્ઞ શિક્ષકો, હોસ્‍ટેલમાં તમામ સુવિધા તેમજ પોસ્‍ટિક આહાર આપવામાં આવે છે. બાળકો પોતાના પગભર થઇ શકે તે હેતુથી વોકેશનલ વિભાગમાં મોબાઇલ રીપેરીંગ, બ્‍યુટીપાર્લર, વેસ્‍ટમાંથી બેસ્‍ટ, કોમ્‍પ્‍યુટર, સિવણ વગેરે વર્ગો ચલાવવામાં આવે છે. આ સુવિધાનો મહતમ લોકો લાભ મેળવી શકે તેવી સમાજના દરેક લોકોને શ્રી અને શ્રીમતી છ. શા. વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ રજનીભાઇ બાવીશી અને માનદમંત્રી નરેન્‍દ્રભાઇ દવે, ટ્રેઝરર પ્રશાંતભાઇ વોરાએ અપીલ કરી છે. વધુ માહીતી માટે સંસ્‍થાના કાર્યાલય શ્રી અને શ્રીમતી છ. શા. વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્‍ટ, સ્‍વામીનારાયણ ગુરૂકુળ પાસે, ઢેબરરોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ દરમિયાન (જાહેર રજા સિવાય)  મૂક બધીર હોવા અંગેના જરૂરી આધારો સાથે રૂબરૂ અથવા મો.૯૪૨૬૪ ૪૯૦૧૨ અને મો.૯૪૨૬૨ ૬૫૮૪૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:10 PM IST)