News of Tuesday, 25th March 2025
શહેરનો વિકાસ વિસ્તરશેઃ કાલે ભુપેન્દ્રભાઇ ૪૧ કામોનું કરશે ખાતમુહુર્ત
મનપા- રૂડાના ૫૬૫.૬૩ કરોડના વિકાસ કામોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભઃ છેવાડાના લોકોને લાભ : નવી ૨૫ સી. એન. જી. બસોને લીલીઝંડી આપશેઃ મવડીના ઇન્ડોર સ્પોર્ટસ સ્ટેડીયમ સહિત ૪ પ્રકલ્પોનું લોકાપર્ણઃ આવાસોના ડ્રો યોજાશે

રાજકોટ તા.૨૫: મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી, રૂ.૫૮.૫૪ કરોડના ૪ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.૩૩૨.૨૬ કરોડના જુદા જુદા ૩૫ પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂ.૩૯૦.૮૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'' અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના ૧૩૩, MIG (3 BHK)ના ૫૦ એમ કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.૧૭૪.૮૩ કરોડના ૬ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવા તા.૨૬ બુધવારના સાંજે ૦૫:૦૦ કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
મનપાના કયા-કયા પ્રોજેકટના ખાતમુહૂર્ત- લોકાર્પણ
મનપા દ્વારા શહેરી બસ સેવામાં નવી ૨૫ બસનું લોકાર્પણ (કુલ ૧ કામ, રકમ રૂ.૩૦.૦૦ કરોડ), બાંધકામ વિભાગને લગત કામો (કુલ ૩ કામ, રકમ રૂ.૨૮.૫૪ કરોડ) (મવડી વિસ્તારમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતના કામો) સહિત કુલ રૂા.૫૮.૫૪ કરોડનું મકાનોનું લોકાર્પણ તથા બાંધકામ વિભાગને લગત કામો (કુલ ૩૧ કામ, રકમ રૂ.૩૧૫.૫૦ કરોડ) (કાલાવડ રોડ પર નવા રિંગ રોડ ચોક ખાતે નિર્માણ પામનાર ‘આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ સહિતના કામો), ડ્રેનેજ નેટવર્કને લગત કામ (કુલ ૩ કામ, રકમ રૂ.૧૩.૬૧ કરોડ) તથા વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ ૧ કામ, રકમ રૂ.૩.૧૫ કરોડ) સહિત ૩૫ કામો રૂા.૩૩૨.૨૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે. મનપાના કુલ ૩૯ કામ, કુલ રકમ રૂ.૩૯૦.૮ કરોડના કામોની ભેટ મળશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'' અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના ૧૩૩, MIG (3 BHK)ના ૫૦ એમ મળી કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો.
રૂડાના આ કામોનું ખાતમુર્હૂત
રાજકોટ શહેરી વિકાસ દ્વારા કન્સ્ટ્રકશન ઓફ રિંગ રોડ-૨ ફેઝ-૨ ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક), કન્સ્ટ્રકશન ઓફ રિંગ રોડ-૨ ફેઝ-૨ ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (બ્રિજ વર્ક), કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડા) ટુ RMC બાઉન્ડ્રી ઇન રૂડા એરિયા, કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-૨૭ (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ ઇન રૂડા એરિયા તથા રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.૩૮/૨ ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા, કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા સહિતના કુલ ૬ કામ, કુલ રકમ રૂ.૧૭૪.૮૩ કરોડના ખર્ચ થશે.
આ લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ.જી.વી. મિયાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણીએ મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે. (૪.૨૭)
કેવું છે મવડીમાં નવનિર્મિત ઈન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્ય ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.૧રમાં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦.૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડમાં ર્પાકિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ ઇન્ડોર સ્ટેડીયમથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને તેનો ફાયદો થશે. (૪.૨૭)
કાલાવડ રોડનો
આઇકોનિક બ્રિજ કેવો હશે?
એકસ્ટ્રાડોઝ ફલાય ઓવર બ્રીજની વિગત
એકસ્ટ્રાડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મી., ર૩.૧૦ મી. પહોળાઇ (૩ +૩ = ૬ લેન)
એકસ્ટ્રાડોઝ સ્પાનની લંબાઇ ૧૬૦ મી., તથા મેઇન સ્પાન ૮૦.૦૦ મી.
એકસ્ટ્રાડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મી., ર૩.૧૦ મી. પહોળાઇ (૩+૩ = ૬ લેન)
અન્ડર બ્રીજની વિગત
અન્ડરબ્રિજની લંબાઇ ૪૫૯ મી. (ર+ ર = ૪ લેન)
અન્ડરબ્રિજ બોકસની સાઇઝ ૮.૫૦ મી. × ૪.૫૦ મી
વિશેષ વિગત
સૌ પ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમનો આ કામે સમાવેશ કરાયેલ છે.ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનોસમાવેશ કરાયેલ છે.
(3:26 PM IST)










