<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

હિન્‍દુઓ પરના અત્‍યાચાર અંગે સંયુકત રાષ્‍ટ્ર સંઘ બાંગ્‍લાદેશ સરકાર પર દબાણ લાવે

RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો અવાજ : હિંસક પ્રવૃત્તિ રોકવી જરૂરી : બેંગલુરૂમાં ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ : રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં મુકેશભાઇ મલકાણે સભાની વિસ્‍તૃત માહિતી રજુ કરી દેશમાં ૧ લાખ શાખા વધારવાનો સંકલ્‍પ

તાજેતરમાં યોજાયેલ બેંગલુરૂ ખાતે RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં પારિત થયેલ વિવિધ ઠરાવો, સંઘકાર્ય વિસ્‍તાર તથા સંઘ શતાબ્‍દી વર્ષ સહિતની વિસ્‍તૃત માહિતી માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં  RSS ના સૌરાષ્‍ટ્ર પ્રાંત સંઘ ચાલક મુકેશભાઇ મલકાણએ પ્રેસ વાર્તામાં સાથે રાજકોટ વિભાગ સંઘ ચાલક ડો. સંજીવભાઇ ઓઝાએ ઉપસ્‍થિત રહ્યા હતા. તે વખતની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. રપ : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાની બેઠક બેંગલુરમાં મળેલ. જેમાં બાંગ્‍લાદેશ સ્‍થિત હિન્‍દુઓ પર થઇ રહેલા અમાનવીય વ્‍યવહાર અંગે ચિંતા વ્‍યકત કરી સંયુકત રાષ્‍ટ્ર જેવી સંસ્‍થાઓ બાંગ્‍લાદેશ સરકાર પર દબાણ લાવે તેવું આહવાન કરવામાં આવેલ આજે રાજકોટમાં સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંત સંઘ ચાલક મુકેશભાઇ મલકાણ પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેની માહિતી આપી હતી.

આ પક્ષકાર પરિબાદને સંબોધતા મુકેશભાઇએ જણાવ્‍યું હતું કે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાબેંગાલુરુ ખાતે ૨૧-૨૩ માર્ચ ૨૦૨૫દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક માન. શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ માન.શ્રીદત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિતવિવિધ સંગઠનોના ૧૪૮૨ કાર્યકરોઅપેક્ષિતહતા જેમાથી ૧૪૪૩ કાર્યકરા ેઉપસ્‍થિત રહ્યા.

દેશમાં ૮૩ હજાર શાખા

દેશમાં ૫૧૫૭૦ સ્‍થળો પર દરરોજ કુલ ૮૩,૧૨૯ નિત્‍ય શાખાઓ થાય છે.ગયા વર્ષે ૪૫,૬૦૦ સ્‍થાનો પર નિત્‍ય શાખાની સંખ્‍યા ૭૩,૬૪૬ હતી. આમ દૈનિક શાખાઓમાં ગયા વર્ષ કરતાં ૧૦,૦૦૦ જેટલી શાખાઓ વધારો થયો છે. દેશમાં ૩૨,૧૪૭ સાપ્તાહિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્‍યા ૨૭,૭૧૭ હતી. આમ સાપ્તાહિક મિલનમાં ગયા વર્ષ કરતાં ૪૪૩૦નો વધારો થયો છે. દેશમાં ૧૨,૦૯૧ સ્‍થાનો પર માસિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્‍યા ૧૦,૫૬૭ હતી. દેશભરમાં ૮૯,૭૦૬ સેવાકાર્યો ચાલી રહ્યા છે. જેમાંથી ૪૦,૯૨૦ શિક્ષણના ક્ષેત્રમાં, ૧૭,૪૬૧ આરોગ્‍યસેવા, ૧૦,૭૭૯ સ્‍વાવલંબનના ક્ષેત્રમાં અને ૨૦,૫૪૬ સામાજિક જાગરણ સંબંધિત karyં ચાલી રહી છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સંઘની સ્‍થિતિ

સૌરાષ્‍ટ્રપ્રાંતમાંએકમહાનગર, અન્‍ય ૫૦ નગરોતથાગ્રામીણવિસ્‍તારમાં ૧૪જિલ્લાઅંતર્ગત૧૧૭ તાલુકાઆવેલાછે. સૌરાષ્‍ટ્રમાં ગ્રામીણ ક્ષેત્રમાં પાંચ વિભાગમાં ૧૪ જિલ્લા આવેલા છે.  જે બધા શાખાયુકત જિલ્લા છે. આ જિલ્લાઓના કુલ ૧૧૭ તાલુકામાંથી ૧૦૨ તાલુકા શાખાયુકત છે. જેમાંરાજકોટમહાનગરમાં પાંચ વિસ્‍તારમાં કુલ૩૫ નગરઆવેલાછે. મહાનગરની કુલ૨૨૪ વસ્‍તીમાંથી ૧૦૭ વસ્‍તીમાંનિત્‍યશાખા, જ્‍યારે ૫૦ વસ્‍તીમાંસાપ્તાહિક મિલનછે. અન્‍ય ૫૦નગરોમાં માંથી ૪૩ શાખાયુકતનગરોછે, આનગરોનીકુલ ૭૨૫ વસ્‍તીમાંથી૨૨૯ વસ્‍તીશાખાયુકતછેતથા૧૪૭ વસ્‍તી સાપ્તાહિકમિલનયુક્‍ત છે.

સૌરાષ્‍ટ્રમાંસેવાકાર્ય

સૌરાષ્‍ટ્રમાં વર્તમાનમાં કુલ ૯૦૮ સેવા વસતી છે. જેમાં૧૭૯ વસ્‍તીમાં સેવા કાર્યો ચાલે છે.

બાંગલાદેશની વર્તમાન પરિસ્‍થિતિ પર ઠરાવ

પ્રતિનિધિ સભામાં હિન્‍દુ સમાજ,અન્‍ય દેશોના નેતાઓ અને આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓને અપીલ કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો. જેમાં બાંગ્‍લાદેશના હિન્‍દુ અને અન્‍યલઘુમતિ સમુદાયના સમર્થનમાં એકતા દાખવીસંગઠિતથઈને ન્‍યાય માટે તેમની સાથે ઊભા રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

મહાકુંભમાં ૧.૬૩ લાખ નિઃશુલ્‍ક ચશ્‍માનું વિતરણ

આપ્રતિનિધિ સભામાં પ્રયાગરાજમાંયોજાયેલા મહાકુંભવિષેકહેવામાં આવ્‍યું કેમહાકુંભ હિન્‍દુ સમાજનું ગૌરવ વધારનાર, આત્‍મવિશ્વાસ જગાડનારતથા અવિસ્‍મરણીય રહ્યો. કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં તાાન કરી ઇતિહાસ બનાવ્‍યો.

        મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા ઙ્કનેત્ર કુંભઙ્ઘનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં ૨,૩૭,૯૬૪ લોકોની આંખોની તપાસ કરવામાં આવી, ૧,૬૩,૬૫૨ નિઃશુલ્‍ક ચશ્‍મા વિતરણ, ૧૭,૦૬૯ મોતિયાબિંદ ઓપરેશન કરવામાં આવ્‍યા. કુલ ૫૩ દિવસના આ સેવાકાર્યમાં ૩૦૦ થી વધુ નેત્ર ચિકિત્‍સક અને ૨૮૦૦ કાર્યકર્તાઓએ સેવા આપી.

(4:03 PM IST)