News of Tuesday, 25th March 2025
BSNLના મેન્ટેનન્સ કામ હોવાના કારણે રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇમર્જન્સી નંબર આજે રાત્રે રહેશે બંધ
ટેકનિકલ કારણોને પગલે આજે રાત્રીના 9 વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી ઇમરજન્સી નંબર રહેશે બંધ : ફાયર વિભાગે વૈકલ્પિક ઇમરજન્સી નંબર કર્યા જાહેર

રાજકોટ : BSNL ના મેન્ટેનન્સ કામ હોવાના કારણે રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇમર્જન્સી નંબર આજે રાત્રે બંધ રહેશે .ટેકનિકલ કારણોને પગલે આજે રાત્રીના 9 વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી ઇમરજન્સી નંબર બંધ રહશે
ઇમરજન્સી નંબર બંધ રહેતા મનપાના ફાયર વિભાગે વૈકલ્પિક ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે
(11:14 PM IST)










