તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 26th March 2025
સાંઇબાબા સર્કલ પાસેથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલો યુપીનો રવી યાદવ જેલ હવાલે
આજીડેમ પોલીસના એ.એસ.આઇ. રવીભાઇ વાંક તથા હારૂ નભાઇ ચાનીયાની બાતમીઃ સુરેન્દ્રનગરનો શખ્સ ગાંજો આપી ગયાનું રટણઃ રૂ ા. ૧૭ હજારનો ગાંજો મળી રૂ ા. ૬૭ હજારની મામતા કબ્જે

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર સાંઇબાબા સર્કલ પાસેથી આજીડેમ પોલીસ બાતમીના આધારે યુપીના શખ્સોને રૂ ા. ૧૭ હજારની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડી લઇ થોરાળા પોલીસને સોંપતા વધુ તપાસ હાથધરી છે.
મળતી વિગત મુજબ સાંઇબાબા સર્કલથી કોઠારીયા સોલવન્ટ ચોકી તરફ જવાના રસ્તે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે બાઇક લઇને નીકળ્યા હોવાની બાતમી આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. રવીભાઇ વાંક અને હારૂ નભાઇ ચાનીયાને મળતા પી.આઇ.એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. રાણા, એ.એસ.આઇ. હારૂ નભાઇ, રવભાઇ, હેડકોન્સ પિયુષાઇ, દિગ્પાલસિંહ, કોન્સ પ્રદિપસિંહ, દિવ્યરાજસિંહ, જગદીસિંહ,ગોપાલભાઇ મહેશભાઇ, દેવાભાઇ, સંજયભાઇ અને વિશ્વરાજ સિંહ સહિતે બાઇક પર પસાર થતા શખ્સને રોકી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ રવિસાધુરામ યાદવ (ઉ.વ. ૨૫ઙ્ગ) (રહે. વિરાણી અઘાટ શેરી નં. ૨ ઢેબરરોડ મૂળ ઉત્તરપ્રદેશ આપ્યુ હતું. તેની તલાશી લેતા તેની પાસેથી રૂ ા. ૧૭, ૬૫૦ની કિંમતનો ૧.૭૬૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રવી સાધુરામ યાદવને પકડી લઇ ગાંજાનો જથ્થો, બાઇક અને મોબાઇલ મળી રૂ ા. ૬૭,૬૫૦ નો મુદ્માલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં સુરેન્દ્રનગરનો એક શખ્સ આ ગાંજાનો જથ્થો આપી ગયો હોવાનું જણાવ્ું હતુ. આ અંગે આરોપી રવી યાદવને થોરાળા પોલીસને સોંપતા પી.એસ.આઇ.એમ. એસ. મહેશ્વરી સહિતે રીમાન્ડ મેળવવા રવી યાદવને કોર્ટમાં રજુ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
(2:54 PM IST)










