News of Wednesday, 26th March 2025
મનપાના પદાધિકારીઓ - અધિકારીઓની સ્થળ મુલાકાતઃ જરૂરી સુચનાઓ આપી
આજે મુખ્યમંત્રીના હસ્તે કરોડોના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાપર્ણ થશે

રાજકોટ, તા.૨૬: મહાન ગરપાલિકાના રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે. ત્યારે કાર્યક્રમ અનુસંધાને એજન્સીના પ્રતિનીધીઓને સાથે રાખી મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ એ સ્થળ મુલાકાત કરી હતી.
આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, એચ.આર. પટેલ, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સમીર ધડુક, દિપેન ડોડીયા, સિટી એન્જી. પી.ડી.અઢીયા, રોશની વિભાગના સિટી એન્જીનિયર બી.ડી. જીવાણી, સી.એફ.ઓ. અમિત દવે, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન બી.આર.જાકાસણીયા, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ધોણીયા, નિરજ વ્યાસ, નિલેશ કાનાણી, મયુર ખીમસુરીયા, સુર્યપ્રતાપસિંહ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, ડેપ્યુટી એન્જી. ઇન્દ્રજીત વસાવા, એમ.વી.ગાવિત, વિરમ મુંધવા, બિરજુ મહેતા, રાજેશ બગથલીયા અને એજન્સીના પ્રતિનિધિઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના લગત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, વી.વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, મિનીટ ટુ મિનીટ કાર્યક્રમ, ડાયસ પ્લાન, બેકડ્રોપ, પોડિયમ, સાઈનેજીસ, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, ર્પાકિંગ વગેરે તમામ બાબતોની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માહિતી મેળવી હતી અને અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરી સુચનાઓ આપવામાં આવેલ.
(3:03 PM IST)










