News of Wednesday, 26th March 2025
ઘરે-ઘરે ગાર્બેજ કલેકશન માટે સર્વેઃ લોકો સહકાર આપેઃ તંત્રની અપીલ
સર્વે કરવા આવનાર એજન્સી સ્ટાફને ફોટા સાથે ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર દ્વારા સહી સાથેનું ઓળખકાર્ડ પણ અપાયા છે

રાજકોટઃ તા. ૨૬: નવીનતમ ટેક્રોલોજી આધારીત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી અંતર્ગત શહેરની તમામ મિલકતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે સર્વે કરવા આવનાર એજન્સીના સ્ટાફને પૂરતો સહકાર આપવા તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઇ છે. સર્વે કરવા આવનાર એજન્સીના સ્ટાફને તેઓના ફોટા સાથે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર દ્વારા સહી કરી પ્રમાણીત કરેલ ઓળખ કાર્ડ પણ આપવામાં આવેલ છે.
શહેરમાં સમાવિષ્ટ વોર્ડ વિસ્તારમાંથી મિનિ ટીપર વાહનો મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની નવીનતમ ટેક્રોલોજી આધારીત શહેરના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્લીનિક, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ વિગેરેનો સર્વે થનાર છે, જે સર્વે એજન્સીના સ્ટાફ દ્વારા થનાર છે, જે એજન્સીના સ્ટાફ સ્થળ પર આવી વોર્ડ વિસ્તારના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્લીનિક, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ વિગેરેના ફોટા લેવામાં આવશે, તેઓ દ્વારા મિલકત સંબધી કોઈપણ સવાલ કરવામાં આવશે નહીં, આ સર્વે માત્ર ને માત્ર મિલકત ગણતરીનો સર્વે છે. સર્વે કરવા આવનાર એજન્સીનો સ્ટાફ તેઓના ફોટા સાથે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજ્નેર દ્વારા સહી કરી પ્રમાણીત કરેલ ઓળખ કાર્ડ સાથે જ આવનાર છે. તો દરેક મિલકત ધારકને રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સર્વે કરવા આવનાર એજન્સીના સ્ટાફને પૂરતો સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
(3:21 PM IST)










