તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 26th March 2025
ગંગાજી વિશે અભદ્ર ટીપણી કરનાર સ્વા. સંપ્રદાયના હરી પ્રબોધમ ગ્રુપના ભકત ઉપર કડક કાર્યવાહી કરો
સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના આગેવાનો દ્વારા દેખાવોઃ કલેકટરને આવેદન

રાજકોટ તા. ર૬: શ્રી સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના રાજકોટ એકમે કલેકટરને આવેદનપત્ર પાઠવી ગંગામૈયા વિશે અભદ્ર ટીપણી કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના હરી પ્રબોધમ ગૃપના ભકત પર કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
જયભારત સાથ જણાવવાનું કે, પવિત્ર ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પુર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષની તપસ્યા બાદ લોક કલ્યાણ અર્થે લાવ્યા છે અને સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાના શરણે આવી પવિત્ર બની રહ્યા છે એવી માન્યતા છે. ત્યારે આ વિડીયોમાં ગંગાજીને પવિત્રતા અપાવનાર પ્રબોધ સ્વામી સંતને બતાવે છે. જે તદન ખોટી વાત છે અને બફાટ છે. કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા લાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે. જેનો રામાયણ, મહાભારત અને રામચરિત માનસમાં ઉલ્લેખ છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના આ હરી ભકતના એક વાયરલ વિડીયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઇ સમજાતું નથી, અમારા સગર સમાજને આ વાયરલ વિડીયોમાં બફાટ કરતા સ્વામીનારાયણ સંપ્રદાયના હરી પ્રબોધ ગ્રુપના ભકતની વાણીથી ખુબ દુઃખ થયું છે અને અમારા સગર સમાજને કોઇ સંપ્રદાય સાથે કોઇ વાંધો નથી પરંતુ અમારા સગર સમાજને આ બફાટ કરનાર એકમાત્ર પ્રબોધ ગ્રુપના હરી ભકત સામે વાંધો છે તે વ્યકિત જે બફાટ કરે છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઇએ અને અમો આ બાબતે માફીથી ચલાવી લેશું નહીં અને આ પ્રબોધ ગ્રુપના ભકતે વિડીયોમાં જે જણાવે ત્યારે તેમને શું ખબર નથી કે તે પણ ગંગા મૈયાના શરણે જાય ત્યારે પવિત્ર બને છે અને અમારા ગંગામૈયા વિશે જો કોઇપણ બફાટ કરશે તો અમારો સગર સમાજ કયારેય સાંખી લેશે નહીં અને આવા બફાટ કરનાર વ્યકિત પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઇએ. (૭.ર૭)
(3:28 PM IST)










