News of Wednesday, 26th March 2025
ભૂપેન્દ્રભાઇ બપોર બાદ રાજકોટમાં: અનેક લોકાર્પણ તથા ખાતમુહુર્તના કાર્યક્રમો

રાજકોટ તા. ર૬: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ફરી એક વખત આજે બપોર બાદ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આજે બપોરે ૨ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ગાંધીનગર ખાતેથી સીધા જ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચશે. મોરબી ખાતે ૧૦૦૦ કરોડથી પણ વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મોરબી ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ રાજકોટ આવવા માટે રવાના થશે.
મુખ્યમંત્રી સાંજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બપોર બાદ અનેક ભરચક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોડી રાત્રે ફેરફાર આવ્યો છે.અને પહેલા કટારીયા ચોકડીના બદલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હેમુ ગઢવી હોલ ખાતે પ્લોટ વિતરણ અને સનદ વિતરણ કાર્યક્રમમાં ૪-૩૦ હાજરી આપશે. અને ત્યારબાદ ૫-૪૫ કલાકે કરોડોના ખર્ચે કટારીયા ચોકડી ખાતે તૈયાર થનાર બ્રિજનું ખાતમુર્હુત કરશે.અને ત્યારબાદ તેઓ ત્યાં જ સ્ટેટ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં મુખ્યમંત્રી દ્વારા અનેક ખાતમુહૂર્તો અને લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. બાદમાં મુખ્યમંત્રી સીધા જ ૬-૩૦ કલાકે પેરેડાઇઝ હોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમ હાજરી આપશે.ત્યારબાદ ૭-૧૫ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ V.Y.O હવેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ૮-૩૦ સીઝન હોટલમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ૮-૪૫ કલાકે હિરાસર એરપોર્ટ ખાતે બાય રોડ જવા માટે રવાના થશે. અને ત્યાં રાત્રી ભોજન લીધા બાદ તેઓ સીધા જ હેલિકોપ્ટર મારફતે અમદાવાદ ખાતે જવા માટે રવાના થશે.
(3:28 PM IST)










