તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 26th March 2025
‘કલાર્પણમ'નું સમાપનઃ શિક્ષણ સમિતિના બાળકોની કલા પ્રસ્તુતિનો ‘વિક્રમ'
વેસ્ટઝોનની ૨૪ શાળાઓના ૭૧૦ બાળકોએ બાહુબલી, શિવતાંડવ, ગોતીલો, દેશભકિત સહિત ૨૫ કૃતિઓ કરી પ્રદર્શીતઃ ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વેસ્ટ ઝોનની કુલ ૨૪ શાળાઓમાંથી ૨૫ વિવિધ પ્રકારની કળતિઓ પ્રદર્શીત કરવામાં આવેલ. જેમાં ૭૧૦ બાળકો અને ૧૬ શિક્ષકો પોતાની કલાકળતિથી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દિઘેલ હતા. તા.૨૪ના સોમવારના રોજ બાહુબલી થીમ, શિવ તાંડવ, ગોતી લો શોધી લો, દેશભક્તિ થીમ, ધાર્મિક, લાડકી, વીર શહીદોના પાત્રો, નાગ દમન, રાધા ક્રિષ્ના ડાન્સ, ફૂલ ડોલ, મહાભારત, ભાંગડા ડાન્સ, અલગ અલગ રાજ્યોની પરંપરાઓ, માં નો ગરબો, કાર્ટુન થીમ જેવી વિવિધ પ્રકારની ૨૫ કળતિઓ રજુ કરવામાં આવેલ હતી. દરેક કળતિઓ માટે તેની થીમ આધારિત કોસ્ચ્યુમથી સુસજ્જ બાળકોએ ઉપસ્થીત સૌ કોઈ લોકોના મન મોહી લીધેલ હતા. સાથો સાથ શિક્ષણ સમિતિના શિક્ષક બહેનો દ્રારા પણ પરંપરાગત પહેરવેશ સાથે ગરબાની કળતિ રજુ કરવામાં આવેલ હતી.
કાર્યક્રમનો શુભારંભ તારીખ ૨૨ માર્ચ ૨૦૨૫ શનિવારના રોજ કરવામાં આવેલ હતો અને તારીખ ૨૪ માર્ચ ૨૦૨૫ સોમવારના રોજ આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ. આ તકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, કલેકટર રાજકોટ પ્રભવ જોશી IAS, ભાજપ પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, રાષ્ટ્રીય મજદૂર સંઘ પ્રમુખ હસુભાઈ દવે, ગુજરાત રાજ્ય પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડો. ઉત્પલ જોશી, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વકુલપતિ કમલેશભાઈ જોશીપુરા, રાજકોટ મહાનગરપાલિકા ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વપ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રભારી કચ્છ જીલ્લો કશ્યપભાઈ શુક્લા, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, જનકભાઈ કોટક, ડો. જયમીનભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કરણભાઈ શાહ, પરેશભાઈ દવે, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, મહેશભાઈ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, પરિમલભાઈ પરડવા, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ પૂર્વ ચેરમેન માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા, CEO RCC બેંક પુરશોતમભાઈ પીપળીયા, કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, શ્રીમતી દુર્ગાબા જાડેજા, શ્રીમતી મીનાબા જાડેજા,અલ્પાબેન દવે, શ્રીમતી કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉઘરેજા, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કટોડીયા, શ્રીમતી દક્ષાબેન વસાણી, શ્રીમતી આશાબેન ઉપાધ્યાય, શ્રીમતી જ્યોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, ડી.વી.મહેતા, વોર્ડ પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પુર્વેશભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ ભગત, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ ટોયટા, રણધીરભાઈ આહીર, દેવકરણ જોગરાણા, હિરેનભાઈ સાપરિયા, જયેશભાઈ ચોવટિયા, પવન કન્સ્ટ્રકશનના ચેતનસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદના પ્રફુલભાઈ ગોસ્વામી, રાજ્કોટ મહાનગરપાલિકા કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોંગ્રેસ પ્રદેશ અગ્રણી મહેશભાઈ રાજપૂત તથા વોર્ડના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થીત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો. કાર્યક્રમમાં બાળકોની કલાકળતિ નિહાળી ઉપસ્થિત મહાનુભાવો અચંબિત થયેલ.
શિક્ષણ જગતના ભીષ્મપિતામહ અને જાણીતા શિક્ષણવિદ ગુલાબભાઈ જાની, ગીજુભાઈ ભરાડ, વલ્ભભાઈ ભેસદડિયાનું શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવેલ, ત્યારબાદ શિક્ષણ સમિતિની શાળાઓમાં હરહમેશ વિદ્યાર્થીઓ માટે પોતાનું નિઃશુલ્ક યોગદાન આપતા નિયો ફાઉ ેશન રાજકોટના મુકેશભાઈ શેઠ, વિક્રમભાઈ સંઘાણી, દીપકભાઈ રીંડાણી, પૂજીત રૂપાણી ટ્રસ્ટના ભાવિનભાઈ ભટ્ટ, JHP એજ્યુકેશન ફાઉ ેશન રાજકોટ (SNK સ્કુલ), લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટના કે.ટી. હેમાણી સાહેબ, વિવેકાનંદ યુથ ક્લબના અનુપમભાઈ દોશીનું મોમેન્ટો આપી શિક્ષણ સમિતિના પરિવાર તરફથી ઋણ સ્વીકાર કરેલ.
ત્રીદિવસીય કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણભાઈ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને શિક્ષણ સમિતિના સદસ્ય સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, જાગળતીબેન ભાણવડીયા, મનસુખભાઈ વેકરિયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયાના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, કાર્યક્રમ ઈન્ચાર્જ હિતેન્દ્રસિંહ જાડેજા અને શાળા પરીવાર કાર્યક્રમની ઉજવણી તમામ મોરચે સફળ બનાવવા ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવેલ.
(3:29 PM IST)










