News of Wednesday, 26th March 2025
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ કલેકટર કચેરીમાં શ્રી કરૂણા
ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એનીમલ હેલ્પલાઇનનાં સહકારથી કુંડા-માળા મુકાયા

રાજકોટઃ ભારત સરકારનાં જીવજંતુ કલ્યાણ બોર્ડની માર્ગદર્શીકા મુજબ તથા ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડની ગાઇડલાઇન અનુસાર રાજયની તમામ સરકારી કચેરીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને સાતા મળે તેવા શુભ હેતુથી રાજકોટ કલેકટર કચેરીમાં, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનનો સહકારથી ચકલીના માળા, પંખીઓ માટે પાણી પીવા માટેના કુંડા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેકટર કચેરીના પ્રતિનિધિઓ ચીટનીસ ટુ કલેકટર એમ.ડી.રાઠોડ, જનસંપર્ક અધિકારી ફિરોઝખાન યુસુફભાઇના હસ્તે કુંડા-માળા મુકવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઇ શાહ, ગૌરાંગભાઇ ઠકકર, પારસભાઇ ભરતભાઇ મહેતા, રજનીશભાઇ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
તાજેતરમાં જ ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયના માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન-રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઇ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયનાં દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા,રાજયની દરેક સરકારી કચેરીઓમાં પીઓ માટે વૃક્ષો પર પાણીના કુંડા/પક્ષીઘર લગાવવા જોઇએ અને દરરોજ પાણીની ઉપલબધ્ધતા સુનિヘતિ કરવી જોઇએ, પક્ષીઓ માટે ગામડાઓ અને નગરોમાં જયાં પક્ષીઓની વધુ અવરજવર હોય તેમજ વૃક્ષો ઉપર જરૂરિયાત મુજબ અનાજ, પાણી માટે પાત્રની વ્યવસ્થા કરવી જોઇએ. ઉપરોકત કાર્યોના સંબંધમાં સ્થાનિક દાતાઓ/સામાજિક સંસ્થાઓ અને ગ્રામજનાોે સહકાર લેવા માટે આવશ્યકતા મુજબ તેમે પ્રોત્સાહિત કરવા જોઇએ, રાજયના દરેક ગામમાં વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ પશુઓ માટે યોગ્ય જગ્યાએ પાણી પીવાના પાત્રો તથા તેમાં દરરોજ પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી રખડતા પશુઓ ઉનાળાના દિવસોમાં તરસ્યા ન રહે. રાજયના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને તલાટીશ્રીઓએ તેમની ગ્રામ પંચાયતો ગામના વિવિધ વિસ્તારોમાં જોઇએ તેટલા પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે કે કેમ અને તેમને પાણીથી ભરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે. તેની કાળજી પણ લેવી જોઇએ. ઉપરોકત તમામ બાબતો અંગે યોગ્ય કરવા ગુજરાત સરકારશ્રીમાં ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયના માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન-રાજકોટના પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:30 PM IST)










