<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

વેરા શાખા ૪૦૦ કરોડ કે પારઃ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત જાદુઇ આંકડાની વસુલાત

આજે ૬૪ લાખથી વધુનો બાકી વેરો વસુલાયોઃ ૧ મિલ્‍કત સીલ

રાજકોટ તા.૨૬: મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે ૧-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૭-યુનિટની નોટિસ સામે રીકવરી થયેલ. આજના દિનની રીકવરી રૂા.૬૪.૩૮ લાખ થવા પામી છે.                                          

કાર્યવાહી અન્‍વયે વોર્ડ નં-૭માં ગોંડલ રોડ પર ‘‘નોવોસ'' થર્ડ ફલોર શોપ-૩૦૧ ને સીલ કરેલ છે. આજ રોજ બપોરે ૧ કલાક સુધી ૧-મિલક્‍તોને સીલ મારેલ તથા ૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૭-યુનિટની નોટિસ સામે રીકવરી થયેલ. આજના દિનની રીકવરી રૂા.૬૪.૩૮ લાખ થવા પામી છે. જયારે ૦૧ એપ્રીલ ૨૦૨૪ થી આજ દિન સુધીની રિકવરી રૂ.૪૦૧.૩૬ કરોડ થઇ છે. 

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્‍યા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.(૨.૨૩)

(3:30 PM IST)