<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ડો. એમ.વી. વેકરીયાનું ‘પરિવારનું રત્‍ન એવોર્ડ'થી સન્‍માન

 

રાજકોટઃ શ્રી વેકરીયા વેલ્‍ફેર ટ્રસ્‍ટ દ્વારા ચતુર્થ સ્‍નેહ મિલનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું, જેમાં ટ્રસ્‍ટ દ્વારા રાજકોટના ખ્‍યાતનામ ડો. એમ. વી. વેકરીયા(મો. નં. ૯૮૨૪૦ ૬૬૩૨૧)ને ૩૦ હજાર થી વધુ હરસ, ભગંદર અને ફિશરના સફળતાપૂર્વક ઓપરેશન કરવા તેમજ સેકડો ેદર્દીઓને સચોટ સારવાર આપી માનવીય અભિગમ દાખવવા બદલ પૂર્વ સાંસદ શ્રી શિવલાલભાઈ વેકરીયા, વિધાનસભાના દંડક અને અમરેલી જિલ્લાના ધારાસભ્‍યશ્રી કૌશિકભાઈ વેકરીયા, રાજકોટના  ઉદ્યોગપતિ અને ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા અને વેકરીયા પરિવારના વડીલોના વરદ હસ્‍તે ‘‘પરિવારનું રત્‍ન એવોર્ડ'' દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ.

જે એવાર્ડ તેમના સુપુત્ર ડોક્‍ટર બાહુલ વેકરીયા કે જેઓ સિનર્જી હોસ્‍પિટલમાં હૃદય રોગના સર્જન તરીકે સેવા આપે છે તેમણે સ્‍વીકારી વેકરીયા પરિવારની સાથે સાથે રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.

આ અગાઉ ૨૦૨૪માં ગુજરાત રાજ્‍યના આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્‍તે ડો એમ. વી. વેકરીયાને ગુજરાતમાંથી મળ માર્ગના રોગોની ઉત્તમ અને સફળ સારવાર આપવા બદલ ‘‘આયુષ એવોર્ડ'' એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા.

આ ઉપરાંત પાંચ વર્ષ પહેલા પણ પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને શહેનાજ પદમશીના વરદ હસ્‍તે ડો. વે કરીયાને તેમના આ અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ ‘‘એમિનેન્‍સ એવોર્ડ'' તેમજ ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ધન્‍વંતરી એવોર્ડ, લાઈફ ટાઈમ અચીવમેન્‍ટ એવોર્ડ, કર્મવીર એવોર્ડ, અક્ષર નિવાસી - પ.પૂ. પ્રમુખ સ્‍વામી દ્વારા સન્‍માન પત્ર તેમજ દિવ્‍ય ભાસ્‍કર દ્વારા સૌરાષ્‍ટ્રનાં બેસ્‍ટ પ્રોક્‍ટોલોજીસ્‍ટ માટે હેલ્‍થકેર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(3:39 PM IST)