News of Wednesday, 26th March 2025
રાજકોટના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર આંદોલનમાં જોડાયાઃ સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૨૬: રાજકોટ આરોગ્ય કર્મચારી મહાસંધ પ્રમુખ અશોક જોશી જણાવે છે કે આજરોજ ગાંધીનગર કર્મચારી મહાસંઘ સાથે રહી જ્યારે રાજકોટ જિલ્લા હડતાળમાં જોડાયેલ કર્મચારીઓને પ્રશ્નનું નિરાકરણ ન આવતાં. હવે કર્મચારી મહાસંઘના નેજા હેઠળ લડી લેવાના મૂડમાં છે. જ્યારે કર્મચારી પોતાના હક્ક માંગવા સરકારને અનેક વખત રજુવાત કરેલ છતાં પણ કોઈ નીરાકરણ લાવવાના બદલે સરકારે કર્મચારી એસ્મા જેવી કલમો લગાવી કર્મચારીને છુટા કરવા સુધી આકરા અને એક તરફી પગલાં લઈ રહી છે.
કર્મચારીની પોતાની માંગોમાં બે મુખ્ય માંગણી ૧- ખાતાકિય પરીક્ષા રદ ૨- ટેકનિકલ કોશલ્ય આધારિત પગાર ધોરણ આ બે માંગોને લઈ કર્મચારી અડગ હોઈ ત્યારે કર્મચારી તરફના આકરા વલણથી કર્મચારીમાં રોષની લાગણી છે. કર્મચારી પણ લડી લેવાના મૂડ માં હોઈ હવે સરકાર અને કર્મચારી વચ્ચે આર યા પારની લડાઈ જોવા મળી રહી છે.
આજે હડતાળના ૧૦ માં દિવસે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાના આશરે ૨૫ હજાર કર્મચારીઓ મક્કમતાથી ગાંધીનગર લડી રહ્યા છે. આ એજ કોરોના વોરિયર્સ છે. જેમને પોતાના જીવના જોખમે સરકારના દરેક આદેશને માથે ચડાવી પોતાની ફરજ નિભાવી હતી. હવે જ્યારે આ કર્મચારી પોતાના હક્કની લડાઈ લડવા સરકાર સામે છે ત્યારે સરકાર દ્વારા આ કર્મચારીઓ ઉપર આકરા પગલાં લઈ રહી છે. આ એજ કર્મચારી છે જેને ગુજરાતને આરોગ્યની સુખાકારીના સતત નંબર એક પર રાખેલ છે. છતાં આજે સરકાર લાજવાના બદેલ ગાજી રહી છે. હવે તો બસ એક જ હુક્કાર સાથે કર્મચારી લડી લેવાના આકરા મૂડમાં છે ઠરાવ નહિ તો સમાધાન નહિ તેમ અશોક જોષી જણાવે છે.
(3:43 PM IST)










