તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 26th March 2025
દિકરાએ સંયુક્ત પરિવારમાંથી અલગ થવાની ના કહેતાં માતાએ આપઘાત કર્યો
મોરબીનો બનાવઃ વનીતાબેન કાંજીયા ઝેર પી ગયાઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: મોરબીના શનાળા રોડ પર ભુમિ એપાર્ટમેન્ટમાં રહેતાં વનીતાબેન બાબુભાઇ કાંજીયા (ઉ.વ.૫૯) નામના વૃધ્ધાએ ગઇકાલે સાંજે ઘરે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ આજે અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
ખાનગી હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વનીતાબેનને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે. વનીતાબેનને સંયુક્ત પરિવારમાંથી અલગ થવું હતું. પરંતુ દિકરાએ અલગ થવાની ના પાડતાં કંકાસ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. મોરબી પોલીસ વધુ તપાસ કરે છે.
(3:47 PM IST)










