News of Wednesday, 26th March 2025
મવડીમાં રમતગમત સુવિધા માટે ચાર ચાંદ : ર૩ કરોડના અદ્યતન સ્ટેડીયમનું ઉદઘાટન
પાળ રોડ, વગડ ચોકડી પાસે આવેલ ઇન્ડોર કોમ્પલેક્ષમાં ૧ર૦૦ લોકોની વધુની બેઠક વ્યવસ્થાઃ પુર્વ મેયર પ્રદિપ ડવ સહિત વોર્ડ નં. ૧રના કોર્પોરેટરોના પ્રયત્નો સફળ

રાજકોટઃ મહા નગર પાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્ય ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.૧રમાં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦.૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે.
જેમાં ઓપન ગ્રાઉન્ડમાં ર્પાકિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ થયેલ છે.
તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ ઇન્ડોર સ્ટેડીયમથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને તેનો ફાયદો થશે.
(4:30 PM IST)










