<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગાંધીગ્રામ ધરમનગર આવાસના મુરલીધર ચોકમાં અજયસિંહ અને મિત્ર ભુરાને કારની ઠોકરે ચડાવી ઢીકાપાટુ માર્યા

પેડલર સુધાના પુત્ર હિતેષ ધામેલીયા, પ્રદિપ અને રાજીયો વિરૂધ્‍ધ ફરિયાદઃ હિતેષને એનડીપીએસના ગુનામાંથી છોડાવવા અજયસિંહે ૧ાા લાખનો ખર્ચ કર્યો હોઇ તેની લેતીદેતીનો ડખ્‍ખો કારણભુત

રાજકોટ તા. ૨૬: શહેરના ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટરના મુરલીચર ચોકમાં રાતે મીરાનગરના યુવાન અને તેના મિત્રને મહિલા પેડલરના પુત્ર સહિતનાએ કારની ઠોકરે ચડાવ્‍યા બાદ નીચે ઉતરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.  અગાઉ હુમલાખોર એનડીપીએસના ગુનામાં જેલમાં હોઇ તેને છોડાવવા માટે મીરાનગરના યુવાને ખર્ચ કર્યો હોઇ તે રકમની ઉઘરાણી મામલે ચાલતાં મનદુઃખમાં આ માથાકુટ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ બાપા સિતારામ ચોક મીરામનગર-૨માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અજયસિંહ દોલુભા ચુડાસમા (ઉ.વ.૩૩)ને રાતે સાડા ત્રણેક વાગ્‍યે ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટરના મુરલીધર ચોકમાં હતાં ત્‍યારે હિતેષ ધામેલીયા, મુરલી, રાજુ, પદીયો ઉર્ફ પ્રદિપ સહિતે બલેનો ગાડીની ઠોકરે લઇ બાદમાં કારમાંથી નીચે ઉતરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં એએસઆઇ હિતેષભાઇ જોગડાએ અજયસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો.

અજયસિંહે જણાવ્‍યું હતું કે હું અને મારો મિત્રો ભુરો કોળી સહિતના રાતે મુરલીધર ચોકમાં ઉભા રહી વાતો કરતાં હતાં ત્‍યારે પેડલર સુધા ધામેલીયાનો પુત્ર હિતેષ તથા તેના મિત્રો બલેનો કાર લઇને આવ્‍યા હતાં અને ટક્કર મારતાં હું અને ભુરો પડી ગયા હતાં. એ પછી આ બધાએ નીચે ઉતરી ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. અગાઉ હિતેષ માદક પદાર્થના ગુનામાં જેલમાં હતો ત્‍યારે ત્‍યારે તેને છોડાવવા માટે મેં દોઢેક લાખનો ખર્ચ વકિલ ફી સહિતનો કર્યો હતો. આ રકમ મારે તેની પાસેથી લેવાની હોઇ મેં ફોન કરી ઉઘરાણી કરી હતી. આ વાતનો ખાર રાખી રાતે અમે ચોકમાં હોવાની હિતેષને ખબર પડતાં તેણે મિત્રો સાથે આવી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં હિતેષ ધામેલીયા પર હુમલો થયાની ફરિયાદ પણ નોંધાઇ હતી. હવે હિતેષે માથાકુટ કરી છે.

(3:51 PM IST)