<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાજકોટ લોહાણા મહાજન આયોજીત પવિત્ર ભાગવત સપ્‍તાહ એટલે કૃષ્‍ણભકિતમાં તરબોળ થવાની ઘડી

આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા તથા સોની સમાજના અગ્રણી પ્રભુદાસભાઇ પારેખની લોકોને અપીલ

રાજકોટ, તા. ર૬ :  વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ચૈત્રી નવરાત્રી -૩૦ માર્ચથી પ એપ્રિલ-ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે પવિત્ર ૧૦૮ પોથીજી સાથે શ્રીમદ ભાગવત સપ્‍તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશન (RBA) ના પ્રમુખ, સામાજીક અગ્રણીશ્રી પરેશભાઇ ગજેરા તથા સોની સમાજના અગ્રણીશ્રી પ્રભુદાસભાઇ પારેખ (શિલ્‍પા જવેલર્સ) દ્વારા તમામ સમાજના ભાવિકોને રાજકોટ લોહાણા મહાજન આયોજીત પવિત્ર ભાગવત સપ્‍તાહનો લ્‍હાવો લેવા અપીલ કરવામાં આવી છે.

પવિત્ર ભાગવત સપ્‍તાહ એટલે શ્રી કૃષ્‍ણ ભકિતમાં તરબોળ થવાની ઘડી રાજકોટના આંગણે આવી પહોંચી છે. ત્‍યારે વધુમાં વધુ લોકો આ અનેરા ભકિતમય વાતાવરણમાં જોડાય અને ઇશ્વર ભકિત કરે તે ઇચ્‍છનીય હોવાનું શ્રી પરેશભાઇ ગજેરા તથા શ્રી પ્રભુદાસભાઇ પારેખે જણાવ્‍યું છે. (૯.ર૭)

(4:13 PM IST)