તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
News of Wednesday, 26th March 2025
બેડી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ ભાગવત સપ્તાહ સંગાથે પૂણ્ય કમાશે : ભારે ઉત્સાહ
રાજકોટ લોહાણા મહાજન દ્વારા ધાર્મિક-સેવાકીય-અલૌકિક આયોજન ; : સોશ્યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશ દાદાના વ્યાસાસને સમગ્ર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આધ્યાત્મિક પવિત્ર માહોલ સર્જાશે : લાખો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓ ઉમટશે ; ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રોજ બપોરે ૩ થી સાંજે ૭ કથા વાંચન અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લઇ લોકો ધન્ય બનશે; લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ બેનમૂન આયોજન કરવા તલપાપડ

રાજકોટ તા. ૨૬: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘ રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી ૫ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ધાર્મિક - સેવાકીયા- અલોૈકીક આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. દરરોજ સાંજે કથાવિરામ બાદ પવિત્ર વાતાવરણમાં હજારો ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર ભાગવત સપ્તાહમાં સોશ્યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધે વ્યાસાસને બિરાજશે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પવિત્ર-આધ્યાત્મિક માહોલમાં લાખો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓ ઉમટી પડશે.
સાથે-સાથે સમગ્ર વિશ્વના લાખો, ભાવિકો ઘરબેઠા ભાગવત સપ્તાહને નિહાળી-સાંભળી શકે તે માટે સુદૃઢ વર્ચ્યુઅલ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા નો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સોૈરાષ્ટ્રના વિશાળ રાજકોટ -બેડી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ ભારે ઉત્સાહ સાથે કૃષ્ણભકિત કરશે અને પૂણ્ય કમાશે. આ સંદર્ભે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે વેપારીઓની એક મિટીંગ પણ મળી હતી જેમાં સોૈ કોઇએ શ્રીમદ્ભાગવત સપ્તાહમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, વિગેરે મિટીંગમાં હાજર રહ્યા હતા અને રાજકોટ લોહાણા મહાજનની વિવિધ સામાજીક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક, તબીબી, રોજગારલક્ષી, સાંસ્કૃતિ પ્રવૃતિઓનો પરિચય આપ્યો હતો. સાથે સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો હેતુ અને મહત્વ પણ સમજાવ્યા હતા. રાજકોટ લોહાણા મહાજનનું સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમ સમાજલક્ષી - આધ્યાત્મિક બેનમૂન આયોજન કરવા તલપાપડ બન્યા છે.
બેડી માર્કેટીંગ યાર્ડ ખાતેની મિટિંગમાં યાર્ડના અગ્રણી વેપારીઓ, એક્ષ્પોર્ટસ શ્રી સુરેશભાઇ ચંદારાણા, બાલાભાઇ પોપટ, સંદિપભાઇ લાખાણી, ચિરાગભાઇ અઢીયા, પારસભાઇ વડેરા, જગદીશભાઇ કોટક, રાજુભાઇ પોપટ, ચિંતનભાઇ ઠકકર, ઉમેશભાઇ કોટેચા, સાગરભાઇ કોટક, ગોપાલભાઇ નથવાણી, દર્પણભાઇ ગઢીયા, અશોકભાઇ કારીયા મુન્નાભાઇ પોપટ, વિમલભાઇ લાખાણી, પિયૂષભાઇ ગોકાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા જે તસ્વીરમાં જોઇ શકાય છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્પાબેન બચ્છા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા, મહાજનવાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિરેનભાઇ પારેખ- દક્ષિણી પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. (૯.ર૮)
(4:16 PM IST)










