<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

રાજકોટ નાગરિક બેંક દ્વારા સભાસદ ભેટ વિતરણ

ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ જ ટૂંકાગાળામાં ઝડપથી વિતરણ થઇ રહ્યું છેઃ દિનેશભાઈ પાઠક ખાસ યાદ રાખો કે સભાસદોને ઓનલાઈન ભેટ બુક કરવાની છેલ્લી તા. ૩૦ એપ્રિલ છે

 

 

રાજકોટઃ એશિયાભરમાં સૌથી વધુ સભાસદો ધરાવતી સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સભાસદ ભેટ વિતરણ કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. સભાસદ ભેટને ઓનલાઈન રજીસ્‍ટર કરવાની છેલ્લી તા. ૩૦ એપ્રીલ હોવાનું બેન્‍ક તરફથી જણાવાયું છે.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ જણાવે છે કે, બેંક દ્વારા તા. ૬ ડિસેમ્‍બરથી  સભાસદ ભેટ વિતરણનો શુભારંભ થયો. સભાસદ ભેટ વિતરણ કાર્ય માટે બેંકે RNSB GIFT ૨૦૨૪ એપ્‍લીકેશન લોન્‍ચ કરી છે. આ એપમાં ભેટ રજીસ્‍ટર કરાવનારને ઘેર બેઠાં જ ભેટ વિતરણ થઇ જાય છે. આ વખતના સભાસદ ભેટ વિતરણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થયો અને તેને કારણે ફક્‍ત ચાર મહીનાના ખૂબ જ ટૂંકાગાળામાં અંદાજે ૧,૫૮,૦૦૦થી પણ વધુ સભાસદોએ પોતાને અનુકુળ સમયે અને સ્‍થળેથી ભેટ ઓનલાઇન બુક કરી અને તે પૈકી ૧,૩૩,૦૦૦થી પણ વધુ સભાસદોને તે ભેટ ઘેર બેઠાં વિતરણ પણ થઇ.

હજુ જે કોઈ સભાસદને ઓનલાઈન ભેટ રજીસ્‍ટર કરવાની બાકી રહી ગઈ હોય તો ભેટ માટેની એપ્‍લીકેશન RNSB GIFT ૨૦૨૪ પ્‍લે-સ્‍ટોર ઉપરથી ડાઉનલોડ કરી ઓનલાઈન રજીસ્‍ટર કરવા જણાવાયું છે.

૩૦-૯-૨૦૨૪ સુધીમાં રજિસ્‍ટર્ડ થયેલા બેન્‍કના સભાસદ ભેટ મેળવવાને પાત્ર છે. સભાસદ ભેટ મેળવવા માટે બેંકનું સ્‍માર્ટકાર્ડ હોવું જરૂરી છે. મોબાઈલ એપમાં તેનો ફોટો અપલોડ કરવાનો હોય છે. આ વખતે ભેટમાં નામાંકિત કંપની વેલસ્‍પનના ટુવાલ સેટ છે. જેમાં ૨ ટુવાલ અને ૨ નેપકીનનો સમાવેશ થાય છે. ૨૪ X ૭ કલાક કાર્યરત સભાસદ ભેટ એપ સહુને અનુકુળ રહે છે. સભાસદોની સુવિધા અર્થે ભેટ રજિસ્‍ટ્રેશન સબંધી સમજુતી માટે મો. ૮૫૧૧૭ ૮૫૦૮૫ ઉપર કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧ થી ૨, અને ૨.૪૫ થી સાંજે ૬ સુધીમાં સંપર્ક કરવા બેન્‍ક તરફથી જણાવાયું છે. (૩પ.૭)

(4:21 PM IST)