તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
રેડી...ગેટ...સેટ...ગોઃ કાલથી ભાગવત સપ્તાહનો ભવ્ય - જાજરમાન પ્રારંભ
અંતે ધન્ય ઘડી આવીઃ રાજકોટ લોહાણા મહાજન તથા પૂ. જીગ્નેશદાદાના સંગાર્થે અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેનો નાદ : આવતી કાલે (ચૈત્રી નવરાત્રી) બપોરે બે વાગ્યે રાજકોટના વિરાણી હાઇસ્કુલ ચોકથી સરદારનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ થઇને રેસકોર્ષ મેદાન ખાતે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા-પોથીયાત્રા નિકળશે : વિશાળ જર્મન ડોમ, બેઠક વ્યવસ્થા, એલઇડી સ્ક્રીન, મહાપ્રસાદ વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પોથીજીના પાટલા સહિતની વ્યવસ્થાઓને આખરી ઓપ : શોભાયાત્રામાં વિવિધ ગાડીઓનો વિશાળ કાફલો, સાફા સાથેના ડ્રેસ કોડ સાથે યુવાનોની વિશાળ બાઇક રેલી તથા રાસગરબાની રમઝટ આકર્ષણનું કેન્દ્ર બનશે : પવિત્રતા સાથે વાજતે-ગાજતે પવિત્ર પોથીજીનું સ્થાપન થશેઃ સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાં કૃષ્ણભકિતનો અનેરો માહોલ : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ યાદગાર આયોજન માટે સજજ : અકિલા લાઇવ તથા લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ દ્વારા વિશ્વના લાખો લોકો પવિત્ર ભાગવત સપ્તાહનો લાભ લેશે

રાજકોટ તા.૨૯: અંતે ધન્ય ઘડી આવી પહોંચી છે અને રેડી---ગેટ---સેટ-- ગો., કહેવાની જ વાર છે. રાજકોટ લોહાણા મહાજન તથા પૂ.જીગ્નેશદાદાના સંગાથે અત્ર,તત્ર,સર્વત્ર રાધે રાધેનો નાદ ગુંજશે.
વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આવતીકાલ ચૈત્રી નવરાત્રી તા.૩૦ માર્ચથી પ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન વિશ્વ પ્રસિધ્ધ અને સોશ્યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય- દિવ્ય- જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહની વિશાળ શોભાયાત્રા- પોથીયાત્રા આવતીકાલે બપોરે બે વાગ્યે રાજકોટના વિરાણી હાઇસ્કુલ ચોકથી નિકળશે અને સરદારનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ મંદિર થઇને રેસકોર્ષ મેદાન પહોંચશે. વાજતે-ગાજતે પવિત્ર પોથીજીનું સ્થાપન કરવામાં આવશે.
ભાગવત સપ્તાહને વિશ્વના લાખો લોકો ઘરબેઠાં સાંભળી- નિહાળી શકે તે માટે અકિલા લાઇવ તથા રાજકોટ લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ દ્વારા સુપેરે વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ- સહકાર- હુંફ મળી રહયા છે.
ભાગવત સપ્તાહ જયાં યોજાઇ રહી છે તે રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે જર્મન ડોમ, હજ્જારો લોકોની બેઠક વ્યવસ્થા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, પવિત્ર પોથીજીના પાટલા સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઇ ચુકયો છે.
આવતીકાલે વિશાળ- આકર્ષક શોભાયાત્રામાં વિવિધ ગાડીઓનો કાફલો, સાફા સાથેના ડ્રેસ કોડ સાથે રઘવંશી યુવાનોની વિશાળ બાઇક રેલી, વિવિધ મહિલા મંડળો દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે રાધે રાધેનો નાદ સતત ગુંજતો જોવા મળશે. સમગ્ર સોૈરાષ્ટ્ર- રાજકોટમાં કૃષ્ણભકિતનો અનેરો માહોલ જોવા મળી રહયો છે.
ભાગવત સપ્તાહનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. તથા દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. રાજકોટના આંગણે પૂ.જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ થકી કૃષ્ણભકિત કરવાનો અનેરો અવસર આવ્યો છે ત્યારે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ- ટીમ પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહના યાદગાર આયોજન માટે સજ્જ- કટીબધ્ધ છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.(૨.૧૨)
(11:40 AM IST)










