<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ઘી-પનીર-મુખવાસના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર ત્રણ કંપની-પેઢીને ૧૬ લાખનો આકરો દંડ

એડી. કલેકટર દ્વારા આદેશોઃ કૃષ્‍ણ પ્રોટીન-યુનિટી મીલ્‍ક તથા અમૃત મુખવાસ સામે કાર્યવાહી

રાજકોટ, તા. ર૯: રાજકોટના ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં ત્રણ સ્‍થળેથી લેવાયેલ વિવિધ પ્રોડક્‍ટના નમુનાઓ સબ સ્‍ટાન્‍ડર્ડ થતાં અને એડિશનલ કલેક્‍ટર આલોક ગૌતમ સમક્ષ આ અંગેના કેસો ચાલી જતા એડિશનલ કલેકટરે ત્રણેય કંપનીઓને તાત્‍કાલિક દંડ ભરી દેવા અંગે આદેશો કર્યા છે, લાખોનો દંડ ફટકાયો છે.

 આ અંગે એડી. કલેકટરશ્રી આલોક ગૌતમે ‘અકિલા' ને જણાવેલ કે, તરઘડિયાની કળષ્‍ણ પ્રોટીન કંપની માંથી ત્રણ પ્રકારના ઘીના નમુના લેવાયા હતા. ત્રણેય નમૂના સબ સ્‍ટાન્‍ડર્ડ થતાં ત્રણેયમાં સાડા-ત્રણ સાડા- ત્રણ સાડા- ત્રણ લાખ રૂપિયા નો સહિત કુલ ૧૦:૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

 આ ઉપરાંત વધુમાં મળતી વિગતો અનુસાર મેટોડા ખાતે આવેલ યુનિટી મિલ્‍ક એન્‍ડ ફૂડ પ્રોટીન લિમિટેડ કંપનીમાં પનીરના નમુના લેવાયા હતા. જે નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ થતાં ૪,૭૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. તેમજ રાજકોટની પરા બજારમાં આવેલ અમળત મુખવાસ નામની પેઢીમાંથી દિવાળી સમયે જે મુખવાસ  વિવિધ પ્રકારના મુખવાસનું વેચાણ થતુ હતુ તેના નમૂના લેવામાં આવ્‍યા હતા આ નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ થતા કુલ ૯૦ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(૬.૧૩)

 

(2:24 PM IST)