<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

રામનવમીએ ધર્મસભા : પ૧ ફલોટસ સાથે દર્શનીય શોભાયાત્રા

નવરાતમેં શકિત પૂજે, હર તન બને વ્રજ કે જૈસા, રાજ કરે ચાહે કોઇ ભી, રાજા હો શ્રી રામ કે જૈસા... : વિહિપ અને રાધેશ્‍યામ ગૌશાળાનું આયોજનઃ રામજી મંદિર ગોંડલ રોડ પર યાત્રા વિરામ અને મહાઆરતી

રામ રામઃ વિશ્વ હિન્‍દુ પરિષદ અને શ્રી રાધેશ્‍યામ ગૌશાળા દ્વારા તા. ૬ના રોજ નિકળનારી ભવ્‍ય શોભાયાત્રા નિમિતે આજે ગૌશાળાના શ્રી રાધેશ્‍યામ બાપુ, વિહિપના અધ્‍યક્ષ વનરાજભાઇ ગરૈયા તથા તેમની ટીમે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૧)

રાજકોટ તા.૨૯: વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને શ્રી રાધેશ્‍યામ ગોૈશાળા દ્વારા તા.૬ એપ્રિલ રવિવારે સવારે રામનવમીની ભાવભેર ઉજવણીનું આયોજન છે તે દિવસે સવારે ૮ વાગ્‍યે ૧૫૦ ફુટ રીંગરોડ પર નાણાવટી ચોકમાં ધર્મસભા બાદ ૫૧ ફલોટસ સાથેની ભવ્‍ય શોભાયાત્રા પ્રારંભ થશે.

શોભાયાત્રા નાણાવટી ચોકથી પ્રસ્‍થાન કરી રૈયા ચોકડી, કનૈયા ચોક, બ્રહ્મસમાજ ચોક, હનુમાન મઢી , કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત (અકિલા) ચોક, રોકડિયા હનુમાન મંદિર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્‍દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી ચોક, ભુતખાન ચોક, સુર્યકાંત હોટલ ચોક થઇ ગોંડલ રોડ પર રામજી મંદિર, ન્‍યાલ ભગત અન્નક્ષેત્ર ખાતે વિરામ લેશે. ત્‍યાં બપોરે ૧૨.૩૦ વાગ્‍યે મહાઆરતી થશે.

આયોજક અગ્રણીઓએ જણાવ્‍યા મુજબ શ્રી રાધેશ્‍યામ ગૌશાળા,તથા વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ દ્વારા તારીખ ૦૬-૦૪-ને ચૈત્ર સુદી નવમી રવિવારે ‘‘મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામજી'' ના જન્‍મોત્‍સવ નિમિતે, સંપૂર્ણ ભારતવર્ષમાં રામ રાજ્‍યને ચરિતાર્થ કરવા માટે તેમજ, સમાજમાં સામાજિક વિષમતાઓ દૂર કરી સમરસતાનો સંદેશ આપવા તથા હિન્‍દુ સમાજને સંગઠિત કરવાના હેતુથી, રામ નવમીના પાવન દિવસે, દિવ્‍ય ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરેલું છે. યાત્રામાં સર્વે નગરજનોને સહભાગી થવા સાદર નિમંત્રણ છે. આ રથ યાત્રામાં સંતો મહંતોના આશીર્વાદ તેમજ વિવિધ સંસ્‍થા તેમજ મંડળો સાથે મળી ને આયોજિત કરશે. ઉપરોક્‍ત રથયાત્રા માં વિવિધ સાંસ્‍કળતિક ૫૧- ફ્‌લોટ્‍સ દ્વારા ભારતની ભવ્‍ય સંસ્‍કળતિની ઝાંખી થશે. ગોૈમાતા રાષ્‍ટ્રમાતાનો સંકલ્‍પ છે.

વિહિપ રાજકોટ મહાનગર અધ્‍યક્ષ શ્રી વનરાજભાઈ ગરૈયા તેમજ પ્રાંતના કાર્યકારી સદસ્‍ય રાજકોટ મહાનગરના વાલી અશોકસિંહ ડોડીયા, તેમજ રાધેશ્‍યામ ગૌશાળાના સંચાલક શ્રી રાધેશ્‍યામ બાપુની આગેવાનીમાં આયોજિત થશે. રથયાત્રાના રુટ પર સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. રથ યાત્રાના આયોજનને સફળ બનવવા માટે વિનયભાઈ કારિયા, હેનિલભાઈ પરમાર, મનોજભાઈ ડોડીયા, મનીષભાઈ વડેરીયા, કિશનભાઇ સેલાર, યોગેશભાઈ ચોટલીયા, રવીન્‍દ્રભાઈ બડગુજર, રાજુભાઈ જુંજા, ધનરાજભાઈ રાધાણી, આશિષભાઇ શેઠ, સુરેશભાઈ પાટીલ, જગદીશભાઈ અગ્રાવત, સમીરભાઈ કાનાબાર, રાહુલભાઈ જાની, હર્ષ મોથરેંજા, નવીનભાઈ વાઘેલા, ભાવેશભાઈ લાઠીયા હેમલભાઈ ગોહેલ જે ડી સોમૈયા, રાજુભાઈ ઉમરાણીયા, દિનેશભાઇ ચારણિયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવીયા, હિરેનભાઈ ચંદારાણા, આલાપ ભારાઈ, મનોજભાઈ કદમ, સોનુબેન સોમૈયા. ઉપરાંત મીતાબેન, માતળશક્‍તિ અને દુર્ગાવાહિનીની બેહનો તેમજ સર્વે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. શોભાયાત્રાના માર્ગદર્શક હસુભાઈ ચંદારાણા, માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્રભાઈ દવે છે તેમ રાજકોટ વિભાગ મંત્રી કુણાલભાઈ વ્‍યાસ, તેમજ સહમંત્રી પરેશભાઈ રૂપારેલિયા જણાવે છે.(૨.૨૩)

(3:10 PM IST)