તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
એસ.ટી.નો કમરતોડ ભાડા વધારો અસહ્ય : મુસાફર હિત રક્ષક સમિતિ

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રદિપસિંહ જાડેજા (ગોંડલ), પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, સોની જીગ્નેશભાઈ વાગડિયા, ગોપાલભાઈ મોરવાડિયા, એસ.પી રાજાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મધરાતથી વધુ એક વખત ભાડા વધારો કરવામાં આવ્યો છે જેને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ઓગસ્ટ ૨૦૨૩માં ૨૫% જેવો તોતિંગ વધારો કરાયા બાદ નજીકના દિવસોમાં જ ફરીથી ૧૦% જેટલો વધારો કરતા એસ.ટી ભાડા માં કુલ ૩૫% જેવો વધારો કરાયો છે. નિયમિત ૨૮ લાખ મુસાફરોના ખિસ્સા ખંખેરાશે.
મોંઘવારીના કપરા કાળમાં મુસાફરો ઉપર હાલ ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં આ પ્રકારનો વધારો બોજ સમાન છે. નેતાઓના રજવાડી ઠાઠ બંધ કરો મુસાફરોને લૂંટવાનું બંધ કરો. અને જે કંઈ વધારો છે એ બાબતમાં ફેર વિચારણા કરવા ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિની બેઠકમાં કયા પ્રકારના કાર્યક્રમો આપવા એ બાબતની ચર્ચા વિચારણા કરી કાર્યક્રમો અપાશે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ માંગણી ઉઠાવી છે.
(3:45 PM IST)










