તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવઃ સર્વજ્ઞાતિજનો માટે શનિવારે રંગોળી સ્પર્ધા-રવિવારે ચિત્ર સ્પર્ધા
ચિત્ર સ્પર્ધામાં આ વખતે વિરાણી બહેરા મુંગા શાળાના બાળકો પણ ભાગ લેશેઃ વિજેતાઓને ઈનામો

રાજકોટઃ આગામી ૧૦ એપ્રિલના રોજ જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે. ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓના આ ઉજવણીમાં જોડાવવાની છે. ત્યારે જન્મ કલ્યાણકનાં દિવસે આયોજીત ધર્મયાત્રામાં વિવિધ પ્રકારનાં સંદેશાઓ પાઠવતા ફલોટસ આ વખતે નિહાળવા મળશે, આશરે ૨૫ જેટલા ફલોટ અત્યારથી જ નક્કી થઈ ચુક્યા છે. ભગવાન મહાવીર જીવન પ્રસંગોને અનુરૂપ પ્રકૃતિઓ, સામાજીક, પ્રવર્તમાન સમયની માંગને વાચા આપતા ફલોટ્સ સહીતનાં આર્કષણો ધર્મયાત્રામાં નિહાળવા મળશે. આ ઉપરાંત આ જન્મ કલ્યાણક મહોત્સવ જૈનો પુરતો સીમીત ન રહેતા સર્વ સમાજનો પ્રસંગ બની રહે તે માટે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.
જૈનમનાં સંકલન થકી સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજીત ધર્મયાત્રામાં આ વખતે ૨૫ ફલોટસ જોડાવવાનાં છે, જે અંગે કોર કમીટી મેમ્બર અમીતભાઈ દોશીએ માહીતી આપતાં જણાવ્યું કે આ વખતે ભગવાન સ્વામી ઉપર દેવો દ્વારા મેરુ પર્વત જન્મ અભિષેક, ભગવાનનો દિક્ષા મહોત્સવ, ભગવાન મહાવીર સ્વામી મલ્ટી સુપર સ્પેશ્યાલીસ્ટ ચીકીત્સક, ભગવાન મહાવીરનાં કલ્યાણકો જેવા અનેકવિધ વિષયો ઉપર આધારિત ફલોટ જે ખરેખર જોવા લાયક અને દર્શનીય બની રહેશે. આ ઉપરાંત શ્રી વિરાણી બહેરા મુંગા શાળાનાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ ફલોટ, અર્હમની પ્રવૃતિ દર્શાવતા ફલોટ, જૈનોને લઘુમતીનાં તથા બિનઅનામતીની યોજનાની માહીતી આપતો ફલોટ સહીતનાં ફલોટ આ ધર્મયાત્રામાં આકર્ષણનું એક કેન્દ્ર બની રહેશે. જે માટે બનાવાયેલ ફલોટ કમીટીનાં ઉદયભાઈ ગાંધી, જીનેશભાઈ મહેતા, હેમલભાઈ પારેખ, મૌલીકભાઈ મહેતા, પારસભાઈ ખારા, ચિરાગભાઈ શાહ, મિલેશભાઈ મહેતા, તેજસભાઈ ગાંધી, ભાગ્યેશભાઈ મહેતા, રાકેશભાઈ શેઠ, ચિરાગભાઈ કોઠારી, સંદીપભાઈ શાહ, અંકીતભાઈ મહેતા, ધવલભાઈ શાહ, નિતેશભાઈ મહેતા, સહીતનાં કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
તમામ ધર્મ, સંપ્રદાયનાં લોકોને જોડાતા છેલ્લા ત્રણ વર્ષથી આયોજીત ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું છે. જે અંગે કોર કમીટીનાં ઉપેનભાઈ મોદી, નિલેશભાઈ શાહ, નીલેશભાઈ કામદારએ જણાવ્યું હતું કે સર્વ સમાજને સાથે લઈને આ મહોત્સવની ઉજવણી થાય તે માટે છેલ્લા ૩ વર્ષથી ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૫ એપ્રિલને શનિવારનાં રોજ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે જુનિયર અને સીનીયર કેટેગરીમાં ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગોને અનુરૂપ વિષય ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. બન્ને કેટેગરીમાં ૧ થી ૫ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોનું જન્મ કલ્યાણકનાં દિવસે આયોજીત ધર્મસભામાં જાહેરમાં સન્માન કરી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફેનીલ મહેતા ૯૦૩૩૭૨૨૪૮૨, ચંદ્રેશ મહેતા - ૯૮૨૫૪ ૭૮૪૪૬, ધર્મેશ બખાઈ - ૯૩૭૬૧ ૮૮૧૨૭ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધામાં આ વર્ષે વિશેષ રૂપે શ્રી વિરાણી બહેરા મુંગા શાળાનાં આશરે ૨૦ થી પણ વધારે બાળકો આ સ્પર્ધામાં જોડાવવાનાં છે ચિત્ર સ્પર્ધા તા.૬ એપ્રીલ ને રવિવાર બપોરે ૪ થી ૬ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે યોજાશે. જેમાં ગ્રુપ એ માં ૫ થી ૧૦ વર્ષ, ગ્રુપ બી ૧૧ થી ૧૫ વર્ષ અને ગ્રુપ સી ૧૬ થી વધુની ઉંમરનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા સર્ટીફીકેટ આપવામાં આવશે, ત્રણેય કેટેગરીમાં વીજેતા થનાર એક થી ૩ કમનાં સ્પધકોને ધર્મસભામાં સન્માનીત કરી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં કોઈપણ વ્યકિત ભાગ લેવા માટે કેતન કોઠારી - ૯૩૭૭૬ ૬૦૫૦૭, ઉમંગ ગોસલીયા - ૯૯૨૪૫ ૪૪૯૧૧, દિવ્યેશ ગાંધી - ૯૮૯૮૬ ૫૬૭૩૬ ઉપસંપર્ક કરી શકાશે.
પ્રદર્શનીનાં સ્વરૂપમાં કલાકારોએ બનાવેલ રંગોળી અને ચિત્રો સાંજે ૫ થી રાત્રે ૧૦ સુધી તા.૫-૪- ને શનિવારથી તા.૯-૪- બુધવાર સુધી શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, નિહાળી શકાશે.
. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કમીટીનાં સભ્ય સર્વેશ્રી જુગલભાઈ દોશી, દિલીપભાઈ મહેતા, ઉમંગભાઈ ગોસલીયા, હેનીલભાઈ મહેતા, કેતનભાઈ કોઠારી, રાકેશભાઈ શાહ, ચંદ્રેશભાઈ મહેતા, નિલેશભાઈ દોશી, ધર્મેશભાઈ બખાઈ, દિવ્યેશભાઈ ગાંધી, કોમલબેન મહેતા, પારસભાઈ શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
તસ્વીરમાં જૈનમ પરિવારમાંથી જુગલ દોશી, ઉદય ગાંધી, કેતન કોઠારી, જીનેશ મહેતા, ધર્મેશ બખાઈ, ચંદ્રેશ મહેતા, પારસ શેઠ નજરે પડે છે. (તસ્વીરઃ અભી બગથરીયા)

(3:46 PM IST)










