તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 29th March 2025
ચૈત્રી નવરાત્રી અને ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડ

રાજકોટ તા.૨૯: રાજકોટ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને આવતીકાલ થી પ્રારંભ થઈ રહેલ માં શકિતની આરાધના ના પર્વ ચૈત્રી નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે. માં શક્તિનું આ મહાપર્વ હિંદુ મહિના પ્રમાણે આસો, ચિત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાય છે.આધ્યાત્મિક દૃષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે.
અખિલ બ્રહમાંડનું સંચાલન શક્તિ સ્વરૂપા માં જગદંબા કરતા હોય છે તેની આ ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્રીનો કાલથી પ્રારંભ થઈ રહયો છે ચૈત્ર મહિનાની એકમથી નોમ સુધી આવતી ચૈત્રી નવરાત્રીમાં માઈ ભક્તો જગતજનની માં જગદંબાની આરાધના, પૂજા અને ઉપાસના કરતા હોય છે.
તેમજ ત્યારે આવતીકાલે સિંધી સમુદાયનો મહત્વપૂર્ણ અને ધાર્મિક તહેવાર ચેટી ચાંદના પર્વ હોય આ દિવસે ભગવાન ઝૂલેલાલના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર સિંધિ નવું વર્ષ કહેવાય છે. સિંધિ સમુદાયમાં આ દિવસ ખૂબ જ હર્ષ અને આનંદભેર ઉજવવામાં આવે છે. આમ ચેટી ચાંદ એકતા, ભક્તિ, અને સંસ્કળતિના ઉત્સવને ઉજાગર કરે છે. આમ આવતીકાલે તા.૩૦/૩ના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ચેટી ચાંદ અને રમઝાન ઈદ એમ ત્રણ તહેવારોનો સંગમ થતો હોય તહેવારોના આ ત્રિવેણી સંગમની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.
(3:47 PM IST)










