<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ઇકોમાં ધક્કા મુકકી કરી પેસેન્‍જરોના પૈસા સેરવી લેતા પ્રવિણ અને કૃપાલ ઝડપાયા

આજી ડેમ પોલીસના હેડ કોન્‍સ હરપાલસિંહ જાડેજા, કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજા, એક માસમાં અલગ અલગ ૧૩ મુસાફરોને ટાર્ગેટ બનાવ્‍યાઃ પ્રકાશ ઉર્ફે પકો, નિશાંત ઉર્ફે મુનો અને સાગરની શોધખોળ : રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્‍દ્રનગરના મુસાફરોને ટાર્ગેટ બનાવ્‍યા

રાજકોટ, તા. ર૯: રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્‍દ્રનગરના મુસાફરોને ઇકોમાં બેસાડી ધકકા મુકકી કરી તેના ખીસ્‍સામાંથી પૈસા સેરવી લઇ કંઇપણ બહાનું કરી મુસાફરોને રસ્‍તામાં ઉતારી દેતી ગેંગના બે શખ્‍સોને આજીડેમ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રાજકોટ સહિત અલગ અલગ શહેરોના મુસાફરોને ઇકોમાં બેસાડી પેસેન્‍જરો સાથે ધકકા મુકકી કરી તેની નજર ચુકવી પૈકસ સેરવી લેતી ટોળકી ઇકો સાથે આજીડેમ ચોકડીથી આગળ ભાવનગર હાઇવે પર ઉભા હોવાની આજીડેમ પોલીસના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા ભાવગર રોડ પર આર.કે. યુનિવર્સિટીના ગેઇટ પાસેથી પ્રવિણ ઉર્ફે માસ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) (રહે.કાંગશીયાળી ગામ તા. લોધીકા) અને કૃપાલ ભનુભાઇ જાદવ (ઉ.વ.રપ) (રહે.વિશ્‍વસીટી એપાર્ટમેન્‍ટ શાપર-વેરાવળ મુળ રામપરા તા.ગઢડા)ને પકડી લઇ જીજે.૩એનએફ-૪૮૨૫ નંબરની ઇકો કાર અને રૂા.૮૦૦૦ રોકડા કબ્‍જે કર્યા હત. પોલીસની પુછપરછમાં આ ટોળકીમાં પ્રકાશ ઉર્ફે પકો, નિશાંત ઉર્ફે મુન્નો અને સાગરના નામ ખુલતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથધરી છે. આ પાંચેય શખ્‍સો શાપરથી દરરોજ વહેલી સવારે ઇકો કાર લઇ અલગ-અલગ જીલ્લા- રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્‍દ્રનગર આમ આશરે ૩૦૦ થી ૪૦૦ કિ.મી. ફરી અલગ-અલગ પેસેન્‍જરને ટાર્ગેટ કરી પેસેન્‍જરને ગાડીમાં બેસાડી ધક્કા મુકી કરી તેની નજર ચુકવી પૈસા કાઢી લેતા હતા. બાદ થોડે આગળ ઉતારી દઇ નાશી જતા હતા. આ ટોળકીએ એક મહિનામાં અલગ-અલગ શહેરોના કુલ ૧૩ મુસાફરોના પૈસા કાઢી લીધા હોવાની કબુલાત આપી હતી.

 આ કામગીરી પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. રાણા, એ.એસ.આઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ.પ્રદિપસિંહ ગોહીલ, જગદીશસિંહ પરમાર, દિવ્‍યરાજસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજરાજભાઇ બારોટ, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(4:21 PM IST)