<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વોર્ડ નં.૧૧માં રૂ.૭.૬૦ કરોડના વિકાસ કામો મંજુર

 રાજકોટ, મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂ.૩.૯૧ કરોડના ખર્ચે આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાનું કામ, રૂ.૨.૬૯ કરોડના ખર્ચે વોર્ડ ઓફિસ બનાવવાનું કામ તથા ૯૯.૬૪ લાખના ખર્ચે પાળ રોડ પર વગર ચોક પાસે હૈયાત સ્‍લેબ કલ્‍વર્ટ વાઈડનીંગ કરવાનું કામ. આમ કુલ રૂ.૭.૬૦ કરોડના જૂદા જૂદા કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ  તેમજ કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઈ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:59 PM IST)