<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વોર્ડ નં. ૯ માં રૂા. ૪૦.૩૦ લાખના ખર્ચે વોટર પાઇપલાઇન નખાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૯ માં રૂા. ૪૦.૩૦ લાખના ખર્ચે સરકારી કર્મચારી સોસાયટી થી ગંગોત્રી પાર્ક રોડ, શીલ્‍પન ઓનીક્ષના ખૂણા સુધી સ્‍ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉકત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં. ૯ ના કોર્પોરેટ આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી, જીતુભાઇ કાટોળીયા તથા પુષ્‍કરભાઇ પટેલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:59 PM IST)