તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
મનપા રવિ-સોમ રજામાં પણ મિલકત વેરો સ્વીકારશે

રાજકોટ, તા. ૨૯: મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં આવતીકાલ તા.૩૦, ર્ને રવિવારે અને તા.૩૧, ર્ને સોમવારે જાહેર રજાના દિવસે પણ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો વેરો ભરપાઈ કરવા સહિતની ટેક્સ સંબંધિત અન્ય કામગીરી માટે ટેક્સ શાખાનો સંપર્ક કરી શકે છે.
જાહેર રજાના દિવસે એટલે કે, તા.૩૦- રવિવારના રોજ તમામ સિવિક સેન્ટર, તમામ વોર્ડ ઓફિસ અને તમામ ઝોન ઓફિસ ખાતે સવારે ૧૦:૦૦ થી ૦૨: વાગ્યા સુધી વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે તેમજ તા.૩૧-ને સોમવારના રોજ તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે સવારે ૧૦:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી અને તમામ ઝોન ઓફિસ ખાતે સવારે ૧૦:૦૦ થી ૦૬: ૦૦ વાગ્યા સુધી અને તમામ ઝોન ઓફિસ ખાતે સવારે ૧૦: થી ૭: વાગ્યા સુધી વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે.
(4:06 PM IST)










