તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
સર્વેશ્વર ચોકમાં વોકળાના વધારાના કામ માટે ૧.૮૩ કરોડ સ્ટેન્ડિંગને માન્ય નહિઃ નવુ ટેન્ડર કરાશે : જૂઓ સંપુર્ણ યાદી
હાલનું ચાલુ કામ યથાવત રહેશેઃ વિંગ વોલ, ગટર લાઇન બદલવા માટે એજન્સીઓ પાસેથી ભાવ મંગાશે : કોર્પોરેશનના કાયદાકીય પ્રકરણોના અભ્યાસ માટે મહિને લાખના પગારદાર નિષ્ણાંત રાખવાની દરખાસ્ત પેન્ડીંગઃ મનપાના ૪પ મેગાવોટના સોલાર પાલર પ્લાન્ટ પ્રોજેકટ સહિત ૩૯ દરખાસ્તોના રૂા. પપ.૬૪ કરોડ મંજુર

રાજકોટ, તા. ર૯: શહેરના યાજ્ઞીક રોડ થી સવેશ્વર ચોકમાં વોકળાના વધારાના કામ માટે ૧.૮૩ કરોડ સ્ટેન્ડિગને માન્ય નહિ થતા વધારાના કામ માટે ટેન્ડર કરવા નીર્ણય કર્યો છે. તેમજ મનપાના કાયદાકીય પ્રકરણમાં અભ્યાસ માટે મહિને લાખના પગારદાર રાખવામાં નિણર્યસ્તર રાખવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. આજની સ્ટેન્ડીંગમાં વિવિધ વિકાસ કામોની ૩૯ દરખાસ્તના પપ.૬૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
સર્વેશ્વર ચોક
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે બીજી વખત આવેલા સર્વેヘર વોકળાના રીપેરીંગના વધારાના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી રીટેન્ડરના આદેશ આપવામાં આવ્યા છે. આ વોકળાનું કામ અગાઉ ૪.૨૫ કરોડમાં અપાયા બાદ વધુ ૧.૮૩ કરોડનો ખર્ચ માગવામાં આવેલ અને કામની વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭ સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હૈયાત વોકળો ડાયવર્ટ કરી નવું બોકસ કલવર્ટ બનાવવાનાં કામે મૂળ અંદાજ રૂ.૩,૮૭,૨૧,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ સત્યાસી લાખ એકવીસ હજાર પુરા) નાં ૭.૫૦% વધુ ભાવ તથા સહીત રૂ.૪,૯૧,૧૭,૫૮૯/- ની ખર્ચ મર્યાદામાં એજન્સી એમ્પલ ક્ધસ્ટ્રકશન કું સાથે સ્થાયી સમિતિ ઠરાવ નં.૫૧ તા.૧૮/૦૬/૨૦૨૪ થી મળેલ મંજુરી અન્વયે કરાર કરવામાં આવેલ. જે કામગીરી માટે તા.૧૪ નવેમ્બર થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જે અન્વયે સ્થાનિકે હાલ કામગીરી ચાલુ છે.
આ કામે ૬૦૦ મીમી ડાયાની હૈયાત ડ્રેનેજ પાઇપ લાઇનની મેઇન લાઇન નવા વોકળાના બોકસ કલવર્ટના એલાઇમેન્ટમાં મીડલમાં આવતી હોય જે શીફટ કરવાની થાય છે. જે અંદાજે ૮૫.૦૦ ૨.મી. ૬૦૦ મીમી ડાયાની ડ્રેનેજ લાઇન ફેરવવાની થાય છે તથા હૈયાત વોકળાનો સ્લેબ સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ ૧ અને ૨ નાં બેઇઝમેન્ટ સાથે જોડાયેલ છે તેમજ આજુ બાજુ આવેલ જુની પ્રાઇવેટ પ્રોપર્ટીને વાઇબ્રેટીંગથી ડેમેજ / નુકશાન ન થાય તે માટે થઇને હૈયાત સ્લેબ તોડવા માટે એજન્સી પાસે ૩૦૦ થી ૭૫૦ મીમીનાં કોર કટીંગ કરાવવામાં આવેલ છે. સરદારનગર મેઇન રોડ તરફથી આવતી ડ્રેનેજ લાઇન તથા વોકળાની વચ્ચે આવતી ડ્રેનેજ લાઇન શીફટ કરવાનાં કારણે સરદારનગર મેઇન રોડ તરફથી આવતા વોકળાનો હૈયાત જુનો સ્લેબ તોડી ડ્રેનેજ લાઇન કરવાની થતી હોય જેથી સદરહું તોડેલો સ્લેબ નવો બનાવવાનો થાય છે તથા વોકળા પરનો જુના સ્લેબ કલવર્ટની વિંગવોલ ગત ચોમાસામાં ડેમેજ થયેલ હોવાથી તેની જગ્યાએ નવી વિંગ વોલ બાનાવવાની થાય છે. જુનો સ્લેબ કલવર્ટ કે જે શિવમ કોમ્પલેક્ષ ૧ અને ૨ ની નીચેથી પસાર થતો હતો ત્યાં નવા બોકસ કલવર્ટનાં ક્ધસ્ટ્રકશના લીધે ખુલ્લી થયેલી જગ્યામાં માટી પુરાણકામ કરવા અને જુના વોટર-વેની એન્ટ્રી (સર્વેશ્વર ચોકમાં સહકાર એમ્પોરીયમ પાસે) અને એકઝીટ (યાજ્ઞિક રોડ પર સ્કેચર્સના શોરૂૂમ નીચે) રીટેઈનીંગ વોલ બનાવવાની થાય છે. કામનું ખોદાણકામ પહેલા સેન્ટર લાઇન ડિમાર્કેશન વખતે સર્વેશ્વર ચોકમાં આવેલ પ્રાઇવેટ પ્રોપર્ટીઝનાં કારણે નવા નિર્માણાધીન બોકસ કલવર્ટનાં એલાઇમેન્ટમાં થોડો બદલાવ કરવાનાં લીધે બોકસ કલવર્ટની લંબાઇ ૧૧૦.૦૦ મી. થી વધીને ૧૨૦.૦૦ મી. થયેલ હોવાથી વધારાની લંબાઇનાં કારણે ખર્ચમાં વધારો થાય છે. જેના માટે ૧.૮૩ લાખનો વધુ ખર્ચ માંગવામાં આવેલ જે ના મંજૂર કરવામાં આવેલ છે.
લીગલ ઇન્ટર્નનો પગાર ૧ લાખના હોયઃ દરખાસ્ત પેન્ડિંગ
મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કાયદાના ક્ષેત્રમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે લીગલ ઇન્ટર્ન ની જગ્યા ઇન્ટર્નશીપ આધારીત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવા અંગે દરખાસ્ત કરેલ જે પેન્ડિગ રાખવામાં આવેલ અને આ અંગે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે ઇન્ટર્નનો પગાર ૧ લાખ વધારે કેવાય આથી અન્ય મહાનગરપાલિકામાં તપાસ કરી નિર્ણય લેવામાં આવશે.
ચેરમેને વધુમાં જણાવેલ કે, લીગલ ઇન્ટર્ન ના કારણે મહાનગરપાલિકા અને ઇન્ટર્ન બન્નેને લાભ થશે. કોર્પોરેશન કુશળ પ્રતિભા સુધી પંહોચવામાં સક્ષમ બનશે, આ માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી કાયદાના તાાતક વિદ્યાર્થીને મહાનગરપાલિકા ખાતે વાર્ષિક ઇન્ટર્નશીપની તક પુરી પાડવા અને રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓને તેમના લગતના કોર્ટ કેસોમાં મદદરૂૂપ થઇ શકે તે માટે મહાનગરપાલિકા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવા આ દરખાસ્ત કરેલ છે.
મહાનગરપાલિકા લગતના કોર્ટ કેસોના કામે ઘણી વખત સબંધિત શાખા કેસોના પારાવાઇઝ રીમાર્કસ યોગ્ય રીતે તૈયાર કરી શકતી ન હોય જેથી જે તે કેસમાં મેરીટ હોવા છતાં કોર્ટ કેસના કામે સબંધિત બાબત યોગ્ય રીતે રજુ કરી શકાતી નથી તેની અસર કેસના ચુકાદા ઉપર પણ પડે છે. જેથી ઇન્ટર્નએ જુદી-જુદી શાખાઓને કોર્ટ કેસો અનુસંધાને પારાવાઇઝ રીમાર્કસ તૈયાર કરાવવામાં મદદ કરવાની રહેશે તેમજ શાખાઓને કોર્ટ કેસોના કામે આવેલ વચગાળાના હુકમો અને આખરી ચુકાદાઓ અનુસંધાને જરૂૂરી સમજ આપવાની રહેશે. દરેક ઇન્ટર્નને માસીક એક લાખ રૂૂપિયા સ્ટાઇપેન્ડ પેટે ચુકવવા દરખાસ્ત કરેલ છે, જે મુજબ ત્રણ ઇન્ટર્નને વાર્ષિક ૩૬ લાખ સ્ટાઇપેન્ડ પેટે ચુકવવાના થાય છે, જે માટે હાલના બજેટમાં અને આગામી બજેટમાં આ અંગેનો હેડ ૅ ઈન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ ૅ મંજુર થયેલ છે, જેમાં વાર્ષિક ૩૬ લાખ ની જોગવાઇ કરવામાં આવેલ છે છતા પગાર વધુ લાગતા દરખાસ્ત પેન્ડિગ રખાય છે. આ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમીટી બેઠકમાં વોર્ડ નં.૫માં પેડક રોડ પર આવેલ વિવેકાનંદ સ્વીમીંગ પુલનું ૭૩.૫૬ લાખના ખર્ચે રીનોવેશન કરવા, રેસકોર્ષથી માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલમાં કાર્યરત ફલડ લાઇટને બદલે ૧.૬૭ કરોડના ખર્ચે એલઇડી લાઇટ ફીટ કરવવા, મોટામવા અને મુંજકા હેડ વર્કસ માટે પાઇપલાઇન કણકોટ ચોકડીથી બન્ને હેડવર્કસ સુધી નાખવા, વોર્ડ નં.૧૨ના આર.કે. એમ્પાયર બિલ્ડીંગથી મવડી મેઇન રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ-ગટર નાખવા સહિતના વિકાસકામોની દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો છે.

(4:20 PM IST)










