તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
જન્મ-મરણ નોંધણી ફીમાં તોતીંગ વધારોઃ રૂા. પના સીધા પ૦
મનપામાં તા.૧ એપ્રિલથી નવા દર લાગુ થશે

રાજકોટ, તા. ર૯ : મનપામાં તા. ૦૧ એપ્રિલથી પ્રમાણપત્રના દરમાં વધારો થનાર છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ - ૨૦૨૫ અમલમાં લાવવા માટે તા. ૨૭ ફેબ્રુઆરીના ગુજરાત સરકારશ્રીના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. અને આ સુધારો ગત તારીખ ૨૭ થી અમલમાં આવેલ છે.
દર સુધારા અનુસાર અગાઉ કોઇ મોડી નોંધણી (૨૧ દિવસ થી વધુ)અર્થેની ફી રૂ. ૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી(૧ માસ થી ૧ વર્ષ) અર્થેની ફી રૂ. ૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૫૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (૧ વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ. ૧૦.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૧૦૦.૦૦ કરવામાં આવેલ છે.
જયારે અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂ. ૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ. ૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦.૦૦ કરવામાં આવેલ છે. કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ. ૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૫૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ. ૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦.૦૦ કરવામાં આવેલ છે.
ઉપરાંત કોઇ ગુનાના દંડની રકમ રૂ. ૨૫.૦૦ હતી તે વધારીને રૂ. ૨૫૦.૦૦ કરેલ છે. આ નિયમના પેટા નિયમ (૪) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. ૧૦.૦૦ હતી તે વધારીને રૂ. ૧૦૦.૦૦ કરેલ છે. રાજ્ય સરકારશ્રીના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોઈ આગામી તા. ૦૧ એપ્રિલ થી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ ફી વધારો અમલ માં મૂકવામાં આવેલ છે.
(4:21 PM IST)










