<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ખાનગી હોસ્‍પીટલોમાં PMJAY કાર્ડની સારવાર તા.૧ થી ૭ એપ્રિલ સુધી બંધ રાખવા કાર્ડીયોલોજીસ્‍ટ ફોરમનું એલાન

PMJAY કાર્ડિયોલોજી પેકેજમાં તાત્‍કાલીક સુધારો કરવાની માંગ સાથે : ૨૦૧પ થી કોરોનરી એન્‍જીયોગ્રાફી પેકેજ દર યથાવત : જિલ્લા મથકોએ આવેદન

રાજકોટ, તા., ૩૧: ગુજરાતમાં આરોગ્‍ય કર્મચારી બાદ હવે マદયરોગના તબીબોએ પણ રાજય સરકાર સામે બાંયો ચડાવી છે. マદયરોગની સારવારના પેકેજમાં સુધારો કરવા માંગ કરી છે.

ગુજરાત ઇન્‍ટરનેશનલ કાર્ડીયોલોજી ફોરમે તા.૧ થી ૭ એપ્રિલ સુધી PMJAY કાર્ડમાં マદયરોગની સેવાથી બંધ કરવાની જાહેરાત કરીને જિલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવામાં આવી રહયું છે.

ગુજરાતભરની ખાનગી હોસ્‍પિટલોમાં આગામી ૧ થી ૭ એપ્રિલ દરમિયાન  PMJAY યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્‍થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજીસ્‍ટ્‍સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્‍થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્‍યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

ગુજરાત ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજિસ્‍ટ્‍સ ફોરમે એક યાદીમાં જણાવ્‍યું છે કે, ‘PMJAY નો હેતુ આરોગ્‍યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્‍તવિક્‍તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. PCI અને અન્‍ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્‍કેલ બની રહી છે. જો યોગ્‍ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજી માટે PMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે.

આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્‍ટરોને આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્‍ય આરોગ્‍ય એજન્‍સી અને PMJAYના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડિયોલોજીસ્‍ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હોસ્‍પિટલો અને કાર્ડિયોલોજીસ્‍ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્‍ફળ જાય છે. આ ઉપરાંત સ્‍થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્‍કયુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્‍તવિક-અવ્‍યવહારુ છે.

ખાનગી હોસ્‍પીટલના કાર્ડીયોલોજીસ્‍ટ દ્વારા યાદીમાં જણાવાયું છે કે ૨૦૧૫માં મા યોજના હેઠળ PCI માટે મળતા ૪૫ હજારનો દર હવે PMJAY હેઠળ ફક્‍ત ૫૦૮૦૦ છે, જે માત્ર ૧.૨૨ ટકાનો વાર્ષિક વળદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્‍ટાફ, અન્‍ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે. ૨૦૧૫થી કોરોનરી એન્‍જિયોગ્રાફી પેકેજનો દર યથાવત છે. જીવનરક્ષક સારવાર હોવા છતાં IABPનો સમાવેશ PMJAY હેઠળ કરાતો નથી. CTVS અને PCI પેકેજ વચ્‍ચે અસમાનતા જોવા મળે છે. (૪.૨૮)

(2:23 PM IST)