News of Monday, 31st March 2025
૧૭૪ પરિવારોને સનદ વિતરણ, રાવળદેવ સમાજ માટે હરખનો અવસર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાવળદેવ સમાજના પરિવારોને સનદ વિતરણઃ સરકારનો આભાર વ્યક્ત કરતાં ગોપાલ બોરાણા

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના રાવળદેવ સમાજના ૧૭૪ પરિવાર ને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાએલ. આ પ્રસંગે સમસ્ત રાવળ સમાજ રાજકોટ ના પ્રમુખ શ્રી ગોપાલ બોરાણાએ સમાજની સામાજીક પ્રવુતિઓની આછેરી ઝલક આપી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતા કહ્યું હતું કે, આજે આમારા નાનકડા અને છેવાડાના સમાજ લોકો પોતાના ઘરના ઘરમાં રહી શકે, તે માટે ગુજરાત સરકારે અમારા સમાજના ૧૭૪ પરિવારને જમીનના પ્લોટ આપવાનો નિર્ણય અને તેનો અમલ કર્યો, આમારા માટે હરખ ટાણું છે. અને સૌરાષ્ટ્રના રાવળદેવ સમાજના પાયાના પ્રશ્નની રજૂઆત મુખ્યમંત્રી શ્રી ને કરી હતી. રાજ્ય સરકારે ફરીથી એ સાબિત કર્યું છે કે જેનું કોઈ નથી, એની સરકાર છે. કાર્યક્રમમાં રાવળદેવ સમાજની વિવિધ સમિતિઓએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર અને રાવળદેવ સમાજનું પ્રતિકો(મોમેન્ટો) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ, ધારા સભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ,ધારા સભ્ય શ્રીદર્શિતાબેન શાહ, ગુજરાત પ્રદેશભાજપના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશમંત્રી શ્રી બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રઢમુખ ડો.માધવ દવે, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રીનરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ દંડક શ્રી મનીષભાઈ રાડિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર મહામંત્રી શ્રી વીરેન્દ્રશિંહ ઝાલા, કલેકટર શ્રી પ્રભવ જોશી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ ગોવિંદ મ્યુનીસીપલ કમિશનર શ્રી તુષાર શુમેરા ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન ને સફળ બનાવવા માં સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બોરાણા શ્રી રાજેશભાઈ બોરાણા, શ્રી મહેશભાઈ ગોહેલ, શ્રી નીરવભાઈ વાણીયા, શ્રી નરેશભાઈ મેર, શ્રી લક્ષ્મણભાઈ પરમાર, શ્રી રાજેન્દ્રભાઈ સોઢા, શ્રી ધર્મેશભાઈ સોઢા, સુનીલભાઈ પેથાણી, દિવ્યેશભાઈ ભોજક, શ્રી કમલેશભાઈ મચ્છોયા, શ્રી અમુભાઈ સોઢા, શ્રી ખીમજીભાઈ સોઢા, શ્રી હરીશભાઈ જોગેલા, અંકિતભાઈ ગોહેલ, ગીરીશભાઈ બોરાણા, હિતેશભાઈ પેથાણી, મેહુલભાઈ જોગીયાણી, અંકીતભાઈ બોડા, પ્રકાશભાઈ જોગેલા, ચેતનભાઈ રાઠોડ, મનોજભાઈ મિયાત્રા, લાલજીભાઈ ભોજક, મોહનભાઈ મછોયા, સુનીલભાઈ બોરાણા, બકુલભાઈ રાઠોડ, જયદીપભાઈ જોગીયાણી, હિતેનભાઈ કેસૂર, આકાશ મકવાણા સહીત કર્યકરો એ જેહમત ઉઠાવી હતી.(૪૦.૬)
(2:28 PM IST)










