News of Monday, 31st March 2025
ગાંધી સોસાયટી ખાતે દાઉદી વ્હોરા બિરાદરો દ્વારા ઇદની ઉજવણી

રાજકોટઃ રમઝાન માસ પૂર્ણ થતા ગઇકાલે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ર જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટીના ઝકી હોલ ખાતે ઈદ નિમિતે વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ માટે સેફિયાના ઉસ્તાદ મુર્તુજા ખાસ પધાર્યા હતા. તેમજ દેશમાં શાંતિ અને અમન બરકરાર રહે તેવી દુઆ કરી હતી. પવિત્ર રમઝાન માસ દરમિયાન અલગ અલગ રીતે ખિદમત કરવામાં આવી હતી. રમઝાન દરમિયાન હોઝેફાભાઈ ઇઝી, હકીમભાઈ કાપડિયા, સૈફુદીનભાઈ સવલીવાલા, ફકરૂદીનભાઈ ઇઝી સહીત તમામ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(3:15 PM IST)










