હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે જૈનમ સંકલન દ્વારા બાળકો માટે વેશભૂષા સ્પર્ધા
મહાવીર પ્રભૂને ચાંદીના પારણામાં ઝુલાવાશેઃ ૧૪ સ્વપ્નોની પ્રતિકૃતિઓ આકર્ષણ જમાવશે

રાજકોટ,તા.૩૧: જૈનમ સંકલન દ્વારા તા.૧૦ એપ્રિલના ગુરૂવારે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જૈનમ સંકલનના આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી નિમિત્તે બાળકોની વેશભુષા સ્પર્ધાનું દાનવીર દાતાશ્રી ખારા પરિવારનાં મોભીઓ વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, સુનિલભાઈ ખારા, જીતુભાઈ ખારાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગને આધારીત પાત્રોની વેશભુષાથી સજ્જ બાળકો અવનવા રંગબેરંગી પોશાકો અને વિવિધ પ્રકારનાં આભુષણો, ગેટ અપ મેક અપ ધારણ કરીને જોડાય છે. ત્યારે માહોલ અદભુત બની જાય છે. ભગવાન મહાવીર સ્વામી, માતા ત્રિશલા, સાધુ સાધ્વજી ભગવંતો જેવા વિવિધ પાત્રોનું સ્વરૂપ બાળકો ધારણ કરે છે, કોઈ પર્વત, કોઈ વૃક્ષ, કોઈ ફુલ, સ્વપ્ન સહીતનાં વિવિધ પાત્રો ભાજવતા બાળકોને નિહાળવા અનેરો લ્હાવો છે.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીનાં સહયોગથી ગીફટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં સન્માનીત કરી તેમને ઈનામો પ્રદાન કરવામાં આવશે. આ માટે વેશ ભુષા સ્પર્ધાની કમીટીનાં સભ્યો અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ, રૂષભભાઈ શેઠ, નિપૂણભાઈ દોશી, સુનિલભાઈ શાહ, દિવ્યેશભાઈ ગાંધી, આકાશભાઈ મહેતા, અનીકભાઈ શેઠ, રૂષભભાઈ વોરા, મીહીરભાઈ શેઠ, કુશલભાઈ કોઠારી, મેહુલભાઈ અજમેરા, યશભાઈ ઉદાણી, કેવલભાઈ મોદી, કામીનભાઈ દોશી જહેમત ઉઠાવી રહ્યા છે.
ગત વર્ષે અન્ય એક આકર્ષણ જેની જૈન અને જૈનતર એમ તમામ લોકોએ ખૂબ જ નોંધ લીધી હતી. તેવા પ્રભુજીનું પારણું આ વર્ષે પણ તા.૧૦ના ગુરૂવારે આયોજીત થનાર છે. આ પ્રભુજીનું પારણુ આકર્ષણને દાતા પરિવાર પ્રદિપભાઈ વોરા તથા વોરા પરીવારનાં સભ્યોની ઉપસ્થિતીમાં તેમના વરદહસ્તે શુભારંભ કરી લોકો માટે દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે.
શુધ્ધ ચાંદીના પારણામાં પ્રભુ મહાવીર બાળ સ્વરૂપે પોઢે છે. આ પારણાની ચો તરફ ભગવાનનાં ૧૪ સ્વપ્નો જે શુધ્ધ ચાંદીથી બનેલ છે. તેને પણ દર્શન માટે સુશોભિત કરવામાં આવે છે.
ભગવાનને લાડ લડાવતા હોય તેવા ઉત્કૃષ્ઠ ભાવ સાથે ભગવાન પારણું ઝુલાવીને હજારોની સંખ્યામાં માત્ર જૈનો જ નહીં પણ સમાજનો તમામ વર્ગ ધન્યતા અનુભવે છે. ભૂપેન્દ્ર રોડ ખાતે વિર પ્રભુનું પારણું નામક આકર્ષણ યોજાવા જઈ રહ્યું છે, રંગબેરંગી પુષ્પો, ફળફળાદી, સુકામેવાથી સજ્જ મંડપમાં માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપનોની પ્રતિકૃતિઓની વચ્ચે શુધ્ધ ચાંદીના પારણામાં પોઢેલા વિર પ્રભુ મહાવીરના બાળ સ્વરૂપને નિહાળવાનો અનેરો અવસર ચુકવા જેવો નથી. આ પારણાનો લાભ લેવા કમીટીનાં હેમલભાઈ કામદાર, ધૈર્યભાઈ પારેખ, વિશાલભાઈ વસા, સાગરભાઈ હપાણી, આકાશભાઈ ભલાણી, શૈલેનભાઈ શાહ, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કમાણી, નિલેશભાઈ દેસાઈ, તરૂણભાઈ કોઠારી, દર્શનભાઈ શાહ, અનીષભાઈ વાધર, કૌશિકભાઈ કોઠારી, કેવલભાઈ ઉદાણી, શ્રેણીકભાઈ વોરા, યશભાઈ ઉદાણી, પુષ્પકભાઈ જૈન, અને ભવ્યભાઈ વોરા વિગેરેએ સમસ્ત જૈન સમાજ ઉપરાંત જૈનેતરોને ભાવભેર અપીલ કરી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જૈનમ પરિવારનાં અમીષભાઈ દેસાઈ, (તપસ્વી સ્કુલ), નિપૂણભાઈ દોશી, દિવ્યેશભાઈ ગાંધી, પારસભાઈ શેઠ(સી.એ), શૈલીનભાઈ શાહ, કૌશીકભાઈ કોઠારી, પુષ્પકભાઈ જૈન, ભવ્યભાઈ વોરા, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કોઠારી, અનીષભાઈ વાધર, ધૈર્યભાઈ પારેખ, કુશલભાઈ કોઠારી નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)










