હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
બેડી ચોકડી પાસે આવેલા ઓવર બ્રીજ નજીક ભગવતીપરાના હિરેનભાઇ જાદવની લાશ મળી

રાજકોટઃ બેડી ચોકડી નજીક ઓવર બ્રીજ પાસે મામાસાહેબના મંદિર નજીક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ કેતનભાઇ ચાવડા સહિતે પહોંચીને કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાન ભગવતીપરા પુલ પાસે રહેતાં હિરેનભાઇ સોમાભાઇ જાદવ (ઉ.વ.૩૭) હોવાનું ખુલતાં તેમના સગા પરિવારજનોને જાણ કરાઇ હતી. મૃત્યુ પામનાર છુટક મજુરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમને કેન્સરની બિમારી હતી. ઘરેથી નીકળ્યા બાદ અહિ બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયાની શક્યતા જણાઇ હતી. મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટના સ્થળની તસ્વીર ગવરીદડના જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.
(3:42 PM IST)










