<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

કાલાવડ રોડ પર કારની ઠોકરે ચડતાં દાળ પકવાનના ધંધાર્થી શૈલેષભાઇને ગંભીર ઇજા

વિરાણી રાજકોટઃ કાલાવડ રોડ પર રવિવારે રાતે અકસ્‍માતની ઘટના બની હતી. જેમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક કોઠારીયા રોડ નિલંકઠ પાર્કમાં રહેતાં અને વિરાણી હાઇસ્‍કૂલ પાછળ દાળ પકવાન તેમજ બ્રેડની આઇટમ વેંચી ગુજરાન ચલાવતાં શૈલેષભાઇ આશાનંદભાઇ બુધવાણી (ઉ.વ.૪૪)ને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. શૈલેષભાઇ  ૫ોતાના ફૂડ સ્‍ટોલમાં સરાઝાની બ્રેડનો ઉપયોગ કરતાં હોઇ પોતાને ત્‍યાં વાસણ સાફ કરવાનું કામ કરતાં બહેનને બાઇકમાં બેસાડી બ્રેડ લેવા ગયા હતાં ત્‍યારે સરાઝા રેસ્‍ટોરન્‍ટ નજીક જ બનાવ બન્‍યો હતો. જેમાં મહિલાનો સદ્દનસિબે બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્‍થળે વાહનો અને ઇજાગ્રસ્‍ત બાઇકચાલક જોઇ શકાય છે.

(3:43 PM IST)