<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

છેલ્લા ૩૭ વર્ષોથી CBI, CID અને મુંબઈ પોલીસની ઊંઘ ઉડાડનાર એક રહસ્‍યમય ચોર

આજથી આશરે સાડત્રીસ વર્ષો પહેલાની આ વાત છે. વીસમી સદીના અંતકાળમાં એંસીના દશકની સાલ ૧૯૮૭માં ભારતની આર્થિક રાજધાની તરીકે પંકાયેલા ત્‍યારના બોમ્‍બે અને આજની મોહમાયી નગરી મુંબઈમાં દિન દહાડે સાકાર લઈ ચૂકેલી આ એક વણ ઉકેલાયેલી સત્‍ય ઘટના છે.

ભારતની ટોચની ગણાતી ગુનાશોધક તપાસકર્તા એજન્‍સી સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન શોર્ટ નેમ CBI, મહારાષ્ટ્રની અગ્રણી તપાસકર્તા એજન્‍સી ક્રિમિનલ ઇન્‍વેસ્‍ટિગેશન ડિપાર્ટમેન્‍ટ શોર્ટ નેમ ઘ્‍ત્‍ઝ અને ગુના શોધવામાં સમગ્ર વિશ્વમાં સ્‍કોટલેન્‍ડ યાર્ડ પછીના બીજા ક્રમ પર આવતી ભારતના મહારાષ્ટ્ર રાજયના પોલીસ ડિપાર્ટમેન્‍ટના બાહોશ અધિકારીઓની બનેલી ક્રાઇમ બ્રાન્‍ચ મુંબઈ પોલીસ પણ દેશમાં થયેલી કરોડો રૂપિયાની રોકડ અને દર દાગીનાઓની સૌથી મોટી ચોરીનો જે ભેદ ઉકેલવામાં નિષ્‍ફળ ગયેલી તે કેસ ઉપરની તમામ ગુનાશોધક શાખાઓની ટોપ સિક્રેટ ફાઈલોમાં અણ સુલજાયેલી હાલતમાં તેમના મોસ્‍ટ પ્રાયોરેટેડ કેસોના લિસ્‍ટમાં સૌથી અગ્રણી ક્રમ પર આજની તારીખે પણ ફાઈલોમાં અકબંધ છે.

વીસમી સદીના એંસીના દશકની સાલ ૧૯૮૭ના માર્ચ મહિનાની ૧૯ મી તારીખના ગુરુવારનો એ ગોઝારો દિવસ છે અને મધ્‍ય બપોરના પૂર્ણ ઉજાસમાં બનવા પામેલી એ ગોઝારી ઘટનાનું સ્‍થળ છે મુંબઈના પોશ વિસ્‍તાર એવા ઓપેરા હાઉસ ખાતે આવેલો આંખોને ચકાચોંધ કરી દે તેવો ભારતની સૌથી પ્રતિષ્‍ઠિત, નામાંકિત અને બધાયથી ધનાઢય ગણાતી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સનો અતિ ભવ્‍ય શોરૂમ. 

સમય છે મધ્‍ય બપોરના બરાબર ચાર વાગ્‍યાનો. અહીંથી મુંબઈ પોલીસના મુખ્‍યાલય પર એક ફોન કોલ કરવામાં આવે છે જે મુંબઈ પોલીસ હેડક્‍વાર્ટરના ક્રાઈમ વિભાગના એ વખતના સૌથી બાહોશ પોલીસ ઓફિસર અરવિંદ ઇનામદાર દ્વારા તેમની ચેમ્‍બરમાંથી રિસીવ કરવામાં આવે છે. ફોન કરનાર વ્‍યક્‍તિ ખુબજ ગભરાયેલી હાલતમાં અને ઉતાવળા અવાજે એવું કહે છે,‘હેલો સર ઓપેરા હાઉસમાં આજે કંઈક અજુગતુ બન્‍યું છે'. પહેલા તો ઓફિસર જેવા દેખાતા અમુક લોકો પોતાને સી.બી.આઈ. ઓફિસર્સ તરીકે ઓળખાવીને શોરૂમની અંદર ઘૂસી ગયા અને ત્‍યારબાદ તેઓ ઓપેરા હાઉસમાંથી કરોડોનું સોનું અને રોકડ લૂંટીને લઈ ગયા છે.

ક્રાઇમ બ્રાન્‍ચ મુંબઈ પોલીસના કાબેલ ઓફિસર અરવિંદ ઇનામદાર કે જેઓ પછીથી આખી મુંબઈ પોલીસના ડી.જી.પી. બનેલા તેઓ કોઈપણ ભોગે એ વાત માનવા તૈયારજ નહોતા કે સી.બી.આઈ. અધિકારીઓ આવું પણ કરી શકે પરંતુ ફોનના સામા છેડેથી બોલનાર વ્‍યક્‍તિ દેશના સૌથી નામાંકિત ગોલ્‍ડ મર્ચન્‍ટ એવા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સ શોર્ટ નેમ TBZ શોરૂમના પ્રતિષ્ઠિત માલિક પ્રતાપ ઝવેરી બોલી રહ્યા હોય, તેમણે તેમની આખી વાત ગંભીરતાથી લીધી. ફોનના સામા છેડેથી પ્રતાપ ઝવેરી વારંવાર એવું કહી રહ્યા હતા કે તેમના શોરૂમ પર દાગીના અને રોકડની લૂંટ થઈ ગઈ છે ત્‍યારે મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્‍ચની એક સ્‍પેશિયલ ટીમ તાબડતોબ લૂટ થયેલી જગ્‍યા પર એટ્‍લે કે TBZના શોરૂમ પર પહોંચી ગઈ અને ત્‍યાં જઈને તેમણે જે દ્રશ્‍ય જોયું તેનાથી તેમના હોશ ઊડી ગયા.

સી.બી.આઈ.ની ટીમના સ્‍પેશિયલ ૨૬ અધિકારીઓ હજૂપણ ઘટના સ્‍થળ પર સ્‍ટેટયુની મુદ્રામાં એમજ ઉભેલા હતા અને શોરૂમની દરેક ચીજ વસ્‍તુઓ તેમની યથા હાલતમાં જેમની તેમ પડેલી હતી. શોરૂમમાંથી જે બે  ચીજ વસ્‍તુઓ ગાયબ થયેલી હતી તેમાંની એક હતી કરોડોના દાગીના સાથેની રોકડ અને બીજી હતી રેડ પાડનાર સી.બી.આઈ. ટીમનો કેપ્‍ટન.  સી. બી.આઈ. ટીમના સ્‍પેશિયલ ૨૬ અધિકારીઓને પણ એ વાતની ખબર નહોતી કે તેમનો કેપ્‍ટન શોરૂમની બધી માલમતા લઈને ક્‍યાં ગાયબ થઈ ગયો હતો. દ્યટના સ્‍થળ પર હાજર રહેલા તમામ લોકો મનમાં ગભરાહટ અને આશ્ચર્ય સાથે તેમની સાથે બનેલું કૌતુક તેઓ નરી આંખે જોતાં રહ્યા. સી.બી.આઈ.ની ટીમના સ્‍પેશિયલ ૨૬ અધિકારીઓને એ વાતની છેક સુધી ખબરજ ના પડી કે કઈ રીતે તેઓ મુંબઈના સૌથી પોશ વિસ્‍તારના ઓપેરા હાઉસમાં થયેલી કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રકમની દેશની સૌથી મોટી ચોરીને અંજામ આપવામાં મદદરૂપ થઈને પોતે પણ ચોર બની ગયા હતા.

નકલી સી.બી.આઈ.ઓફિસર બનેલો અને એકલે હાથે દેશની સૌથી મોટી ગણાતી કરોડોના દાગીનાની દિલધડક ચોરીને એકદમ પરફેક્‍ટ રીતે  અંજામ આપીને પલાયન થઈ ગયેલો તે ભેજાબાજ ચોર ક્‍યા રાજયના ક્‍યા શહેરમાંથી બોમ્‍બે આવેલો અને માત્ર બેજ દિવસના ખુબજ ટૂંકા સમય ગાળામાં આયોજનબદ્ધ કરાયેલું પોતાનું ધાર્યું કામ એકદમ શિફતતાથી પતાવીને બોમ્‍બે શહેરના ક્‍યા ઇલકામાંથી ક્‍યા રાજયના ક્‍યાં શહેરમાં ગાયબ થઈ ગયો તેની માહિતી આજ દિવસ સુધી કોઈ પાસે નથી.

આ કેસની તપાસકર્તા ટીમના હેડ એવા ક્રાઇમ બ્રાન્‍ચ મુંબઈ પોલીસના સ્‍પેશિયલ ઓફિસર અરવિંદ ઇનામદારે તેમના એક ઈન્‍ટરવ્‍યુમાં જાહેરમાં એવું કહેલું કે મે મારી જિંદગીમાં આટલો પરફેક્‍ટ ક્રાઈમ પહેલા ક્‍યારેય જોયો નથી. 

વાચક બિરાદર આ તો થઈ આ વાસ્‍તવિક જીવનમાં બનવા પામેલી એકદમ સાચુકલી ઘટનાની વર્તમાન કથાનક. તેનું ભવિષ્‍ય જોતા પહેલા તેના ભૂતકાળમાં સરી જઈને આવો તેના અતીતમાં એક ડોકિયું કરીએ. વીસમી સદીના એંસીના દશકમાં ભારતની આર્થિક રાજધાની બોમ્‍બેમાં બનવા પામેલી આ એક વાસ્‍તવિક સત્‍ય દ્યટના છે જેણે છેલ્લા ૩૭ વર્ષોથી ક્રાઇમ ડિટેકશન બ્‍યુરો CBI, ગુનાશોધક તપાસકર્તા એજન્‍સી CID અને ક્રાઇમ બ્રાન્‍ચ મુંબઈ પોલીસની રાતોની ઊંઘ ઉડાડી દીધી હતી. 

આ ચતુર ચોરને જે જે વ્‍યક્‍તિઓએ જોયો હતો તેઓએ કરેલા તેના વર્ણન મુજબ તે દેખાવે ખુબજ સ્‍માર્ટ હતો અને ઊંચાઈમાં ૫ ફૂટ અને ૬ ઇંચ જેટલો લાંબો હતો. તેના માથા પરના કાળા ભમ્‍મર વાળ અસલ સાઉથ ઇન્‍ડિયાના લોકો જેવા ઓરિજનલ બ્‍લેક કલરના હતા અને રંગે તે ભારતના દક્ષિણના રાજયોમાં જોવા મળતા પુરુષો જેવો શ્‍યામવર્ણનો હતો. તેણે આંખોએ ચશ્‍મા પહેરેલા હતા અને તે ચાલીસથી પિસ્‍તાલીસ વર્ષની પાકટ વયનો ધીર ગંભીર સોફીસ્‍ટિકેટેડ જેંટલમેન જેવો લાગતો હતો.  તેનો સશક્‍ત શારીરિક બાંધાવાળો શ્‍યામ વર્ણિય રુઆબદાર દેખાવ, સપ્રમાણ ઊંચાઈ, આંખો પરના ચશ્‍માં સાથે મોટા ભાગે દેશના કોઈ પૂર્વના રાજયોમાં સાંભળવા મળતી સિંઘ અટક ધરાવતો અને પોલીસના કોઈ વરિસ્‍ટ અધિકારીનેજ છાજે તેવી ડેશિંગ પર્સનાલિટીનો સ્‍વામી એવો સી.બી.આઈ. ઓફિસર મોહનસિંઘ ઉર્ફે મોનસિંઘ ગુનાશોધક શાખાના ચબરાક અધિકારી ને શોભે તેવા તમામ પ્રકારના આંતરિક અને બ્રાહ્ય ગુણોથી સર્વ સંપન્ન હતો.

ખુફિયા પોલીસના કોઈ અંડર કવર અધિકારીનેજ શોભે તેવો છટાદાર મોભાવાળો રુઆબદાર દેખાવ અને સંપર્કમાં આવેલી કોઈપણ કેડરની કોઈપણ વ્‍યક્‍તિને પોતાના વાક ચાતુર્યના જાદુઇ પ્રભાવથી આંજી દેવાની વિશિષ્ટ કળા ધરાવતો મોહનસિંઘ તેના અંગત અનુભવોથી રેડો પાડનારો એક નિષ્‍ણાંત અને અનુભવી અધિકારી બની ગયો હતો.

સી.બી.આઈ.ની નાની મોટી રેડો પાડીને સમયને ખોટી રીતે બરબાદ કરવાને બદલે સી.બી.આઈ.ના ઈતિહાસમાં કદી ના પડેલી હોય તેવી દેશની સૌથી મોટી રેડ પાડીને દેશભરના તમામ અખબારો, ન્‍યૂઝ ચેનલો અને મીડિયામાં છવાઈ જઈને મોહનસિંઘ ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ અમર કરવાનું લક્ષ્ય ધરાવતો હતો. તેણે પોતાના જીવનમાં સાધેલા લક્ષ્યનું સાધન કરવા માટેની દિશામાં તેની બુધ્‍ધિને કામે લગાડી અને દેશની કઈ જગ્‍યાએ કોને ત્‍યાં અને કેવી રીતે રેડ પાડવી તેનું શોધ અને સંશોધન કરવા લાગ્‍યો. તેનું અસમાન્‍ય બુદ્ધિમતા ધરાવતું તેજ દિમાગ તેના લક્ષય ભેદવા માટેના રસ્‍તાઓ શોધવાના કામમાં લાગી ગયું અને ઘણા બધા વિચારો અને મનો મંથન પછી તેણે ભારતની વ્‍યાપારી રાજધાની અને વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસિત થયેલા દેશના સૌથી વધુ નાણાંકીય હેરફેર ધરાવતા આર્થિક અને વ્‍યાપારિક રીતે સૌથી સક્ષમ અને સદ્ધર એવા મુંબઈ શહેર પર પોતાની પસંદગી ઉતારી. 

શહેરની પસંદગી કર્યા બાદ મોહનસિંઘે ક્‍યા ક્ષેત્રમાં સૌથી વધુ નાણાકીય હેરફેર થાય છે તે શોધવા માટે ફરી તેના તેજ દિમાગને કામે લગાડ્‍યું અને તેના ખુરાફાતી તેજ દિમાગમાં સોના, ચાંદી, હીરા અને મોતીઓના દર દાગીનાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં સોનીઓ, જવેલરો અને નાના મોટા વેપારીઓ તેમજ તેમની સાથે ડીલિંગ કરતાં મિડલમેનો સહિત અન્‍ય બીજા કેટલાએ ગોલ્‍ડ એન્‍ડ ડાઈમંડ  મરચંટો તેના રડાર પર આવી ગયા જે બધાને એકબાજુ તારવીને અંતે તેની નજર ઠરી એકસો વર્ષ એટ્‍લે કે એક સદી કરતાં પણ વધારે સમયથી બ્રિટિશરોના વખતથી જવેલરીના બિઝનેસમાં અંગ્રેજોના તાબા હેઠળના ભારતની સૌથી જૂની, પુરાણી, વિશ્વાસપાત્ર અને ધરખમ ગણાતી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સ ટૂંકમાં TBZની નામાંકિત પેઢી જેના પર રેડ પાડવા માટે તેણે પોતાની અંતિમ પસંદગી ઉતારી.

‘જયાં વિશ્વાસ એજ પરંપરા છે' એવું ઈમાનદારીનું પ્રતિક ધરાવતા પવિત્ર સ્‍લોગનવાળુ સૂત્ર ધરાવતી દેશની અત્‍યંત ભરોસાપાત્ર અને આગળ પડતી પેઢી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સ એ ભારતના ત્‍યારના બોમ્‍બેના ગિરગાંવ ખાતે આવેલા ઓપેરા હાઉસમાં આવેલી દેશની સૌથી મોટી બ્રાંચ હતી કે જે તે વખતની ગોલ્‍ડ એન્‍ડ ડાઈમંડ જવેલરીના બિઝનેસમાં એક ખુબજ મોટુ બ્રાન્‍ડ નેમ હતું જે આખા દેશમાં સૌથી વધુ સોના, ચાંદી, હીરા મોતીના દર દાગીનાઓને જથ્‍થાબંધ અને રીટેલની સંખ્‍યામાં બનાવવામાં અને વેચવામાં દેશનું સૌથી મોટું કેશ કાઉન્‍ટર ધરાવતું એક માત્ર નામાંકિત બ્રાન્‍ડ હતું કે જયાં દર દાગીનાઓના થયેલા વેચાણથી રોજના કરોડો રૂપિયાનું ટર્નઓવર જમા થતું હતું.

મોહનસિંઘે ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સની નેમ, ફેમ અને કેશ નેટવર્થથી અંજાઈને કોઈપણ ભોગે ત્‍યાંજ રેડ પાડવાનો પોતાનો ઇરાદો પાકો કરી લીધો. તે મુંબઈ આવી ગયો અને પોતાની રીતે રેડ પાડવા માટેની જોઈતી માહિતી એકત્રીત કરવા લાગ્‍યો. તેના માટે એટલી માહિતી કાફી હતી કે TBZમાં બપોરના સમયે રિસેસના ટાઈમ દરમ્‍યાન ગ્રાહકોની સંખ્‍યા ઓછી હોય છે. TBZ પાસે આટલા સિક્‍યુરિટી ઓફિસર્સ અને આટલી સંખ્‍યાનો સ્‍ટાફ છે તેમજ તેના સજ્જન માલિક પ્રતાપ ઝવેરી પોતાની પાસે સેલ્‍ફ ડિફેન્‍સ માટે એક રિવોલ્‍વર રાખે છે.

હવે, આવડા મોટા શોરૂમમાં જો પોતે એકલોજ રેડ પાડવા માટે જાય તો આટલા બધા સ્‍ટાફ મેમ્‍બરો પર તેનો જોઈએ તેટલો પ્રભાવ ના પડે અને તેનો આખો પ્‍લાન ફેઇલ થઈ જાય આથી મોહનસિંઘે ફરી એકવાર તેના ખુરાફાતિ તેજ દિમાગને કામે લગાડી વ્‍ગ્‍ક્ષ્દ્ગક્ર શોરૂમ પર રેડ પાડવા માટેનો આયોજનબદ્ધનો એક પરફેક્‍ટ પ્‍લાન તૈયાર કર્યો.          

પ્‍લાન મુજબ મોહનસિંઘે વિશ્વમાં અંગ્રેજી ભાષાનું સૌથી વધુ વેચાણ ધરાવતા અને ભારતના પ્રથમ નંબરના ગણાતા ઇંગ્‍લિશ ડેઇલી ન્‍યુઝ પેપર ‘ધ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા'ના ૧૭ માર્ચ ૧૯૮૭ના મુંબઈ ઇડીશન અંકમાં એક વર્ગીકૃત જાહેરાત આપેલી જેમાં એવું દર્શાવેલું કે ‘ઇન્‍ટેલિજન્‍સ ઓફિસર્સ પોસ્‍ટ અને સિક્‍યુરિટી ઓફિસર્સ પોસ્‍ટ માટે ૫૦ ડાયનેમિક ગ્રેજયુએટ્‍સ'ની તાત્‍કાલિક જરૂર છે જેમાં રસ ધરાવતા અરજદાર યુવક યુવતીઓને બીજા દિવસે સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્‍યા સુધીમાં હોટલ તાજ ઈન્‍ટરકોન્‍ટિનેન્‍ટલમાં તેમના બાયોડાટા અને ફોટા સાથે રૂબરૂ ઇન્‍ટરવ્‍યૂ માટે આવવાનું કહેવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ તેણે મુંબઈની જગ મશહૂર હોટેલ તાજ ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ માં તારીખ ૧૭ના રોજની સાંજે ૫.૩૦ વાગ્‍યાની આસપાસ ચેક ઇન કરીને કાઉન્‍ટર પર પોતે ત્રિવેન્‍દ્રમથી આવી રહ્યો હોવાની માહિતી આપીને હોટલમાં ચેક ઇન કર્યું અને તારીખ ૧૯ની સાંજ સુધી એટ્‍લે કે બે દિવસના સમયગાળા પૂરતો હોટલ તાજમાં એક રૂમ બુક કરાવ્‍યો. પરંતુ, તેની ઘણી ખરી વિનંતીઓ, કાલાવાલા અને મોઢે માંગી ફી ઓફર કરવા છતાંપણ તાજના કર્તાહર્તા અધિકારીઓએ તેને તાજના કમ્‍પાઉન્‍ડ અને કેમ્‍પસમાં ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લેવાની પરવાનગી આપવાની ના પાડી દીધી આથી તેના કહેવા મુજબ તાજ હોટેલ પર ઇન્‍ટરવ્‍યુ આપવા માટે આવનારા ઉમેદવારોને ત્‍યાંથી દોઢ કિલોમીટર દુર આવેલા નરીમાન પોઈન્‍ટના મિત્તલ ટાવર્સમાં મોકલવામાં આવતા જયાં તેણે ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લેવા માટે એક ઓફિસ ભાડે રાખી હતી.

દેશના અગ્રણી અખબાર ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયામાં આવેલી જાહેરાત અને રાષ્ટ્રની સૌથી પ્રતિષ્‍ઠિત એવી હોટેલ તાજમાં અપાયેલું ઇન્‍ટરવ્‍યૂ માટેનું આમંત્રણ અને આ બધા પર સોને પે સુહાગા હોય એમ  ‘સુરક્ષા અને ગુપ્તચર અધિકારી' તરીકેની પોસ્‍ટ માટે પોતાને લાયક ઉમેદવાર ઠેરવવા માટે બેકાર અને ચાલુ સરકારી નોકરી કરતાં હોવા છતાંપણ તેનાથી બહેતર નોકરીની તલાશ કરતા પચાસ કરતાં પણ વધારે યુવક-યુવતીઓ અપટુડેટ થઈને વ્‍યવસ્‍થિત રીતે ફોટો લગાડેલો પોતાનો બાયો ડેટા અને પ્રોફાઇલ તૈયાર કરીને ઇન્‍ટરવ્‍યૂ આપવા માટે ગયા જયાં તેઓ મોહન સિંઘ દ્વારા લેવાયેલા પૂર્ણ-લંબાઈના ઇન્‍ટરવ્‍યુમાંથી પસાર થયા.   

ઇન્‍ટરવ્‍યૂમાં તેમને વિવિધ પ્રશ્નો પુછવામાં આવ્‍યા જેવા કે તેઓએ નોકરીની અરજી શા માટે કરી છે અને તેઓ દાણચોરોને પકડવામાં આપેલી પરિસ્‍થિતિઓને કેવી રીતે હેન્‍ડલ કરશે તેમજ પોલીસ અધિકારીઓની જાગૃતતા અને તેમની ફરજો, ગુપચાર વિભાગનું મહત્‍વ અને દેશની સિક્‍યુરિટીને લગતા ઘણા સવાલો ઉમેદવારોને પુછવામાં આવ્‍યા જેના વ્‍યવસ્‍થિત જવાબો આપનારા કુલ ૨૬ ઉમેદવારોની પસંદગી કરીને તેમને દરેકને એવી જાણ કરવામાં આવેલી કે સૌપ્રથમ તેમણે મોક રેઈડમાં ભાગ લઈને પ્રેક્‍ટિકલમાં તેમની યોગ્‍યતા સાબિત કરવાની રહેશે.

પસંદ કરાયેલા દરેક ઉમેદવારોને બીજા દિવસે ઊગતી બપોરના સુમારે ગેટવે ઓફ ઈન્‍ડિયા પાસે સમયસર રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્‍યું જયાં અગાઉથી ભાડે લેવાયેલી એક લક્‍ઝરી બસ તેમની રાહ જોતી ત્‍યાંજ  ઊભી હતી. મોહનસિંદ્યે પોતે રિસર્ચ એન્‍ડ એનાલિસિસ વિંગમાંથી હોવાનો દાવો કરીને સિલેક્‍ટ થયેલા તમામ ઉમેદવારોને તેમના ફોટોગ્રાફ્‌સ સાથેના સરકારી અશોક ચિહ્ન વાળા CBIના જેવા લાગતા સરકારી ઓળખ કાર્ડ પણ આપ્‍યા જે મેળવીને ગર્વથી ફુલાયેલા દરેક ઉમેદવાર પોતાના ફોટા લગાડેલા ઘ્‍ગ્‍ત્‍ કાર્ડ અને પોતાની ક્ષમતા સાબિત કરવાની આતુરતા સાથે બસમાં ગોઠવાયા અને બસ તેમના લક્ષ્ય તરફ આગળ વધી.

બસમાં સિંઘે તેની યોજનાનુ પુનઃ રિહર્ષલ કર્યું અને જવેલરી શોપમાં પ્રવેશવાની થોડી મિનિટો પહેલાંજ બધાને ‘મોક રેઇડ' વિશેની જોઈતી તમામ માહિતીઓ તેમને આપી દીધી.

આખરે ૧૯મી માર્ચ ૧૯૮૭ના રોજ ગુરુવારના એ ગોજારા દિવસે બસમાં સવાર મોહન સિંઘ અને કહેવાતા ૨૮ પ્રોબેશનરી સી.બી.આઈ. અધિકારીઓએ મધ્‍ય બપોરના આશરે બે વાગ્‍યાને પંદરમી મિનિટે બોમ્‍બે ની સૌથી પ્રતિષ્ઠિત અને નામાંકિત ગણાતી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સના શોરૂમમાં રેડ પાડવાના ઈરાદા સાથે પ્રવેશ કર્યો.

દુકાનમાં પ્રવેશીને મોહન સિંઘે દુકાનનું શટર નીચે પડાવ્‍યું અને એક પ્રોબેશનરને પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવવાનું કહેવામાં આવ્‍યું કે જેમાં એવુ લખ્‍યું હતું કે દરોડો ચાલુ છે. ત્‍યારબાદ તેણે શોપમાં કામ કરતા તમામ કર્મચારીઓને અને જવેલરી ખરીદવા શોપમાં પ્રવેશેલા તમામ ગ્રાહકોને મોન અવસ્‍થા જાળવવાની સૂચના આપીને શોપમાં એક બાજુએ ઊભા રાખી દીધા. તેનો આદેશ થયાની સાથેજ શોપના તમામ ક્‍લોઝ-સર્કિટ કેમેરાઓ બંધ કરી દેવામાં આવ્‍યા અને શોપના માલિક પ્રતાપભાઈ ઝવેરીની લાઇસન્‍સવાળી રિવોલ્‍વર પણ કબ્‍જે કરી લેવામાં આવી.  ટેલિફોનિક લાઈનો ડિસ્‍કનેક્‍ટ કરવામાં આવી અને અંદરથી કે બહારથી કોઈપણ ટેલિફોન કાઙ્ઘલ્‍સને આઉટગોઇંગ કરવા કે ઇનકમિંગ ઉપાડવાની સખત મનાઈ ફરમાવવામાં આવી.  

મોહનસિંઘે શોપના માલિક પ્રતાપભાઈ ઝવેરીને સંબોધીને કહ્યું કે તમારી સામે એવી ફરિયાદ મળી છે કે તમે સોનામાં મિલાવટ કરો છો અને સી. બી.આઈ. આવી દુકાનોમાં વેચાતા સોનાની ગુણવત્તાની તપાસ કરી રહી છે આટલું કહી તેણે તેમની સમક્ષ પોતાની ઓળખ રિસર્ચ એન્‍ડ એનાલિસિસ વિંગ (RAW)ના ઓફિસર તરીકેની આપીને સરકારી મહોર લગાડેલું જવેલરી શોપની બારીકાઈથી સર્ચ કરવા માટેનું સર્ચ વોરંટ તેમની સામે ધરી દીધું. પ્રતાપ ઝવેરીએ કાગળોની તપાસ કરતા તેમણે બધુ બરાબર જણતા તેમણે સી.બી.આઈ.ની રેડ પાડવાની અનુમતિ આપી દીધી.  

રેડ પાડવાની પરવાનગી મળતાજ સી.બી.આઈ.ની આખી ટીમ શોરૂમમાં ચારેબાજુ ફેલાઈ ગઈ અને શોરૂમની દરેક જગ્‍યાએથી શોકેસમાં રખાયેલા દ્યરેણાંઓને બહાર કાઢીને તેમને સોનાની ગુણવત્તાના મૂલ્‍યાંકન માટે વ્‍યવસ્‍થિત રીતે પોલીથીન બેગમાં પેક કરીને તેમના પર સરકારી મહોર લગાવીને તેમને સીલ કર્યા અને ત્‍યારબાદ દુકાનના કેશ કાઉન્‍ટરમાંથી નાણાં એકત્ર કરીને તમામ રોકડ રકમ કબ્‍જે કરીને તેને બ્રીફકેસમાં ભરી લીધી. પૂરી પિસ્‍તાળીસ મિનિટમાં આખું ઓપરેશન પાર પાડીને સિંઘે તેના બે માણસોને શોરૂમની બહાર રાહ જોઈ રહેલી બસમાં બ્રીફકેસ રાખવાનું કહ્યું અને બાકીના અધિકારીઓને શોરૂમનું ધ્‍યાન રાખવાનું કહી પોતે બીજી જગ્‍યાએ બીજા દરોડાનું નિરીક્ષણ કરીને પરત આવવાનું કહીને બસમાં બેસીને નીકળી ગયો.

પૂરી એક કલાક સુધી મોહનસિંઘના પરત આવવાની રાહ જોયા બાદ TBZના માલિક પ્રતાપ ઝવેરીને સમજાયું કે કંઈક ખોટું અને કશુક અજુગતું બન્‍યું છે. તેમણે તરતજ ફોનના ડીસકનેક્‍ટ થયેલા વાયરને ફરીથી કનેક્‍ટ કરીને તેમની જવેલરી શોપ જેના તાબા હેઠળ આવતી હતી તે મુંબઈ પોલીસના જયુરીશડીકશન હેઠળના ડીબી માર્ગ પોલીસ સ્‍ટેશને ફોન કર્યો.

મુંબઈ પોલીસના કાબેલ ઓફિસરોની બનેલી ક્રાઇમ બ્રાન્‍ચે તત્‍કાલિક ધોરણે TBZના શોરૂમ પર આવીને તપાસની શરૂઆત કરી દીધી પરંતુ  વાસ્‍તવિક્‍તા જાણીને બધાજ ડદ્યાઈ ગયા કારણ કે તેમના ઇન્‍વેસ્‍ટિગેશન દરમ્‍યાન પોલીસને એવી હકીકતની જાણ થયેલી રેડ પડનારા તમામ સી.બી.આઈ.ઓફિસરો નકલી હતા અને આવી કોઈ ટીમ સી.બી.આઈ. ડિપાર્ટમેન્‍ટ દ્વારા ક્‍યારેય મોકલવામાં આવીજ નહોતી.

તે આખી એક ફેક રેડ હતી જેને સફળતાપૂર્વક અંજામ આપીને તેનો માસ્‍ટરમાઇન્‍ડ ક્‍યાંક ગાયબ થઈ ગયો હતો. પોલીસે તાત્‍કાલિક ધોરણે તેની ધરપકડ કરવા માટે તાબડતોબ હોટેલ તાજમાં જઈને તપાસની જબરદસ્‍ત ધોંષ બોલાવી પરંતુ તેને ગિરફતાર કરવાની વાત તો દૂર પોલીસને તેનું પગેરું શોધવામાં પણ સફળતા ના મળી. નકલી રેડ પાડીને કરોડો રૂપિયાની રોકડ અને સોનું લઈને ફરાર થઈ ગયેલા નકલી સી.બી.આઈ. ઓફિસર મોહનસિંદ્યનું નામ પણ ખોટુ હતું અને તેનું ક્‍યાંય નામોનિશાન નહતું.

આખી તપાસ દરમ્‍યાન પોલીસને માત્ર એટલુજ જાણવા મળ્‍યું કે મોહનસિંઘ જવેલરી શોપમાંથી બહાર નીકળીને બસ મારફત સીધોજ હોટેલ તાજ સુધી પહોંચ્‍યો હતો અને તાજ ખાતે તેણે બુક કરેલા રૂમમાંથી પોતાનો લગેજ અને સામાન લઈને ત્‍યારેજ તેણે હોટલમાંથી ચેક આઉટ પણ કર્યું હતું. તેની પાસે માલ સામાનમાં કરોડોની કિંમતના દર દાગીના અને રોકડથી લદાયેલું એક બ્રીફકેસ, એક એટેચી કેસ અને એક રિવોલ્‍વર હતી જે બધુ સાથે લઈને તે ત્‍યાંથી પલાયન થઈ ગયો હતો.

તેણે હોટેલ તાજ પાસેથી ટેક્‍સી ભાડે કરી અને વિલે પાર્લે ખાતે ઉતરી ગયો જયાં તેને છેલ્લી વખત જોવામાં આવ્‍યો હતો. ત્‍યાંથી તેણે લોકલ ઓટો રિક્ષા પકડી અને નાસીને મુંબઈની કઈ ગલીમાંથી ક્‍યા ગામ, શહેર, રાજય કે દેશમાં ગાયબ થઈ ગયો તેની આજ દિવસ સુધી કોઈને કશી ખબર નથી. મુંબઈની ક્રાઇમ બ્રાન્‍ચે શહેરની એક એક ગલીમાં જઈને તેને શોધી કાઢવા માટે દિવસ રાત એક કરી નાખીને તેની સધન તપાસ કરી જોઈ પરંતુ તે છેલ્લે જયાં જોવા મળ્‍યો હતો ત્‍યાંથી આગળનુ તેનું કોઈજ પગેરું મળતું ના હતું. આ શાતીર ચોરને પકડવા માટે છેવટના પ્રયત્‍નરૂપે આખા દેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું.

મુંબઈ પોલીસે છેવટના પ્રયત્‍નરૂપે આ ચતુર ચોરે હોટેલ તાજના રેકોર્ડમાં પોતે ત્રિવેન્‍દ્રમથી આવ્‍યો હોવાની જે માહિતી આપેલી તેના આધારે આ કેસની તપાસ કરવા તેમના સ્‍પેશિયલ અધિકારીઓની એક ટીમ કેરળના ત્રિવેન્‍દ્રમ ખાતે મોકલેલી પરંતુ ત્‍યાં જઈને તેમને જાણવા મળ્‍યું કે મોહનસિંઘે હોટેલ તાજમાં લખાવેલું તેનુ સરનામું પણ તદન જુઠ્ઠું હતું. પોલીસને ત્‍યાંથી કોઈ સુરગ તો ના મળ્‍યો પરંતુ તેમણે ત્‍યાંથી જયોર્જ ઓગસ્‍ટિન ફર્નાન્‍ડિસ નામના એક વ્‍યક્‍તિને શકના આધારે ધરપકડ કરીને તેને ઉઠાવી લીધો અને તેની સધન પૂછપરછ કરી જોઈ પરંતુ તપાસ દરમ્‍યાન તે પણ એક મામૂલી ચોર જણાતા અને દ્યટના સમયે તેની હાજરી અન્‍યત્ર હોવાના પુરાવાઓ મળતા તેને છોડી મૂકવામાં આવ્‍યો.

મુંબઈ પોલીસ તેમને મળેલી ટિપ્‍સ અને સાંભળેલી અફવાઓના આધારે દુબઈમાં પણ તપાસ કરી આવી પરંતુ તપાસકરતા ટિમને દુબઈથી પણ આ સાતીર ચોરનો કોઈપણ સુરગ હાથ ના લાગ્‍યો.

મોહનસિંઘના સી.બી.આઈ. ટેકનીકના તમામ પાસાઓના સ્‍પષ્ટ જ્ઞાન અને તેનામાં રહેલા આત્‍મવિશ્વાસથી એવું તારણ કરવામાં આવ્‍યું કે સિંદ્ય કાં તો સી.બી.આઈ.માંજ ટ્રેઇન થયેલો કોઈક જૂનો અધિકારી છે અથવા તો તેની પાસે આ અંગેની તમામ માહિતીઓ પૂરી પાડનારની અંદરની કોઈ સોલીડ ચેનલ છે જે સંદર્ભે તપાસ કરતાં ચારસોથી વધારે સી.બી.આઈ.ઓફિસરો શકના આધારે મુંબઈ પોલીસના રડારમાં આવી ગયા અને તેમણે દરેકની અંગત બાબતો અને સેંકડો બીજી બાબતોની  ગુપ્તપણે તપાસ કરી જોઈ પણ કોઈ પરિણામ ના આવ્‍યું.

TBZના માલિક પ્રતાપ ઝવેરીના કહેવા મુજબ તે બરાબર જાણતો હતો કે તેને આ કર્યા કેવી રીતે કરવાનું છે અને આથી તેમના પર અમોને શક જાય તેવું અમોને કશું શંકાસ્‍પદ ના લાગ્‍યું. બધા દસ્‍તાવેજો ત્‍યાં હાજરજ  હતા અને તેણે સર્ચ અને જપ્તી વિશેની તમામ સામાન્‍ય બાબતો કહી અને અમારો સહયોગ માંગ્‍યો જે અમોએ તેને આપ્‍યો. અત્‍યાર સુધીના તમામ દરોડામાં એવો રિવાજ રહેલો છે કે તમારે તમારા કબજામાં રહેલા હથિયારોનો કબ્‍જો રેડ પાડનારા અધિકારીને સોપવું પડે છે તેથી મેં મારી રિવોલ્‍વર તેમેને આપી દીધી જે તેણે તેની બ્રીફકેસમાં મૂકી હતી.

પ્રતાપ ઝવેરી વધુમાં કહે છે કે રેડ પાડીને જયારે તે વ્‍યક્‍તિ દુકાનમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્‍યારે તેઓએ વિરોધ કર્યો હતો કે તમો જે જે વસ્‍તુઓને તમારી સાથે લઈ જઇ રહ્યા છો તેની રસીદ તો અમોને આપો જે એક સામાન્‍ય પ્રક્રિયા છે પરંતુ તે માણસે તેમની સંપૂર્ણ અવગણના કરી અને કશુ પણ આપ્‍યા વગર શોરૂમમાંથી બહાર નીકળી ગયો. 

મુંબઈ પોલીસ હજુ પણ આ રહસ્‍યમય ચોર વિષે અજાણ છે જેની પાસે  ગુપ્તચર એજન્‍સી કેવી રીતે કામ કરે છે તે બાબતની ઝીણવટભરી તમામ માહિતીઓ હતી અને તે એ સારી રીતે જાણતો હતો કે એક સી.બી.આઈ. ઓફિસર કઈ રીતે કામ કરે છે.  લુટાયેલા માલની કિમતના પોલીસે કરેલા એક અંદાજ મુજબ લૂંટની રકમ અંદાજે રૂપિયા ૩૫ લાખ સુધી પહોંચી હતી અને ૧૯૮૭ના પાંત્રીસ લાખને આજની બજાર કિમતે ગણતાં તે રકમ આશરે પાંચ કરોડ રૂપિયા જેટલી થાય.

આ સત્‍ય ઘટના પર આધારિત હિંદીમાં વર્ષ ૨૦૧૩માં ‘સ્‍પેશિયલ ૨૬' નામની એક ફિલ્‍મ પણ બનાવવામાં આવી છે તો સાલ ૨૦૧૮માં ‘થાના સેર્ન્‍ધા કુટ્ટમ' નામથી તેની તમિલ રિમેક પણ બની ચૂકી છે.

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સ પેઢીને આટલું મોટું આર્થિક નુકસાન થવા છતાં ઊંચા અસુલો ધરાવતા તેના ઈમાનદાર માલિક પ્રતાપ ઝવેરીએ તેના ઉજ્જવળ ભવિષ્‍ય માટેના ખુબજ ઊંચા સપનાઓ જોયેલા અને એ દિશામાં તેમણે પોતાની બુદ્ધિને કામે લગાડી દિવસ રાત જોયા વગર તનતોડ મહેનત કરીને TBZના ફરીથી ઊભી કરવા માટે ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ તેમણે પોતાની TBZ પેઢીને એક પબ્‍લિક લિમિટેડ કંપનીમાં કન્‍વર્ટ કરીને તેનો રૂપિયા ૨૦૦ કરોડનો IPO બજારમાં મૂકેલો જેને લોકોનો પ્રચંડ રિસ્‍પોન્‍સ મળેલો.   

હાલમાં ૧૮.૧૫ બિલિયનનું માર્કેટ કેપ ધરાવતું TBZ આજે એક પ્રતિસ્‍ઠિત અને નામાંકિત બ્રાન્‍ડ નેમ છે જે ભારતના અગિયાર રાજયોના ૨૩ શહેરોમાં સોનાના દાગીના અને હીરા જડેલા દાગીના માટેના ૩૭ શોરૂમો ધરાવવા સાથે ‘ક્રિસલા' હેઠળ બે ડિઝાઇનર બુટિક ધરાવે છે.

સિક્‍યુરીટી ઓફિસર્સ માટે જાહેરાત આપી લૂંટમાં નોકરી વાંચ્‍છુઓને જોડયા

પ્‍લાન મુજબ મોહનસિંઘે વિશ્વમાં અંગ્રેજી ભાષાનું સૌથી વધુ વેચાણ ધરાવતા અને ભારતના પ્રથમ નંબરના ગણાતા ઇંગ્‍લિશ ડેઇલી ન્‍યુઝ પેપર ‘ધ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા'ના ૧૭ માર્ચ ૧૯૮૭ના મુંબઈ ઇડીશન અંકમાં એક વર્ગીકૃત જાહેરાત આપેલી જેમાં એવું દર્શાવેલું કે ‘ઇન્‍ટેલિજન્‍સ ઓફિસર્સ પોસ્‍ટ અને સિક્‍યુરિટી ઓફિસર્સ પોસ્‍ટ માટે ૫૦ ડાયનેમિક ગ્રેજયુએટ્‍સ'ની તાત્‍કાલિક જરૂર છે જેમાં રસ ધરાવતા અરજદાર યુવક યુવતીઓને બીજા દિવસે સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્‍યા સુધીમાં હોટલ તાજ ઈન્‍ટરકોન્‍ટિનેન્‍ટલમાં તેમના બાયોડાટા અને ફોટા સાથે રૂબરૂ ઇન્‍ટરવ્‍યૂ માટે આવવાનું કહેવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ તેણે મુંબઈની જગ મશહૂર હોટેલ તાજ ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ માં તારીખ ૧૭ના રોજની સાંજે ૫.૩૦ વાગ્‍યાની આસપાસ ચેક ઇન કરીને કાઉન્‍ટર પર પોતે ત્રિવેન્‍દ્રમથી આવી રહ્યો હોવાની માહિતી આપીને હોટલમાં ચેક ઇન કર્યું અને તારીખ ૧૯ની સાંજ સુધી એટ્‍લે કે બે દિવસના સમયગાળા પૂરતો હોટલ તાજમાં એક રૂમ બુક કરાવ્‍યો. પરંતુ, તેની ઘણી ખરી વિનંતીઓ, કાલાવાલા અને મોઢે માંગી ફી ઓફર કરવા છતાંપણ તાજના કર્તાહર્તા અધિકારીઓએ તેને તાજના કમ્‍પાઉન્‍ડ અને કેમ્‍પસમાં ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લેવાની પરવાનગી આપવાની ના પાડી દીધી આથી તેના કહેવા મુજબ તાજ હોટેલ પર ઇન્‍ટરવ્‍યુ આપવા માટે આવનારા ઉમેદવારોને ત્‍યાંથી દોઢ કિલોમીટર દુર આવેલા નરીમાન પોઈન્‍ટના મિત્તલ ટાવર્સમાં મોકલવામાં આવતા જયાં તેણે ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લેવા માટે એક ઓફિસ ભાડે રાખી હતી.

 

 

અન્‍ડર કવર એજન્‍ટ જેવી છટા ધરાવતો ચોર

આ ચતુર ચોરને જે જે વ્‍યક્‍તિઓએ જોયો હતો તેઓએ કરેલા તેના વર્ણન મુજબ તે દેખાવે ખુબજ સ્‍માર્ટ હતો અને ઊંચાઈમાં ૫ ફૂટ અને ૬ ઇંચ જેટલો લાંબો હતો. તેના માથા પરના કાળા ભમ્‍મર વાળ અસલ સાઉથ ઇન્‍ડિયાના લોકો જેવા ઓરિજનલ બ્‍લેક કલરના હતા અને રંગે તે ભારતના દક્ષિણના રાજયોમાં જોવા મળતા પુરુષો જેવો શ્‍યામવર્ણનો હતો. તેણે આંખોએ ચશ્‍મા પહેરેલા હતા અને તે ચાલીસથી પિસ્‍તાલીસ વર્ષની પાકટ વયનો ધીર ગંભીર સોફીસ્‍ટિકેટેડ જેંટલમેન જેવો લાગતો હતો.  તેનો સશક્‍ત શારીરિક બાંધાવાળો શ્‍યામ વર્ણિય રુઆબદાર દેખાવ, સપ્રમાણ ઊંચાઈ, આંખો પરના ચશ્‍માં સાથે મોટા ભાગે દેશના કોઈ પૂર્વના રાજયોમાં સાંભળવા મળતી સિંઘ અટક ધરાવતો અને પોલીસના કોઈ વરિસ્‍ટ અધિકારીનેજ છાજે તેવી ડેશિંગ પર્સનાલિટીનો સ્‍વામી એવો સી.બી.આઈ. ઓફિસર મોહનસિંઘ ઉર્ફે મોનસિંઘ ગુનાશોધક શાખાના ચબરાક અધિકારી ને શોભે તેવા તમામ પ્રકારના આંતરિક અને બ્રાહ્ય ગુણોથી સર્વ સંપન્ન હતો.

ખુફિયા પોલીસના કોઈ અંડર કવર અધિકારીનેજ શોભે તેવો છટાદાર મોભાવાળો રુઆબદાર દેખાવ અને સંપર્કમાં આવેલી કોઈપણ કેડરની કોઈપણ વ્‍યક્‍તિને પોતાના વાક ચાતુર્યના જાદુઇ પ્રભાવથી આંજી દેવાની વિશિષ્ટ કળા ધરાવતો મોહનસિંઘ તેના અંગત અનુભવોથી રેડો પાડનારો એક નિષ્‍ણાંત અને અનુભવી અધિકારી બની ગયો હતો.

 

 

ઓપેરા હાઉસના જ્‍વેલર્સમાં કરોડોની લૂંટ

વીસમી સદીના એંસીના દશકની સાલ ૧૯૮૭ના માર્ચ મહિનાની ૧૯ મી તારીખના ગુરુવારનો એ ગોઝારો દિવસ છે અને મધ્‍ય બપોરના પૂર્ણ ઉજાસમાં બનવા પામેલી એ ગોઝારી ઘટનાનું સ્‍થળ છે મુંબઈના પોશ વિસ્‍તાર એવા ઓપેરા હાઉસ ખાતે આવેલો આંખોને ચકાચોંધ કરી દે તેવો ભારતની સૌથી પ્રતિષ્‍ઠિત, નામાંકિત અને બધાયથી ધનાઢય ગણાતી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્‍ડ સન્‍સ જવેલર્સનો અતિ ભવ્‍ય શોરૂમ. 

સમય છે મધ્‍ય બપોરના બરાબર ચાર વાગ્‍યાનો. અહીંથી મુંબઈ પોલીસના મુખ્‍યાલય પર એક ફોન કોલ કરવામાં આવે છે જે મુંબઈ પોલીસ હેડક્‍વાર્ટરના ક્રાઈમ વિભાગના એ વખતના સૌથી બાહોશ પોલીસ ઓફિસર અરવિંદ ઇનામદાર દ્વારા તેમની ચેમ્‍બરમાંથી રિસીવ કરવામાં આવે છે. ફોન કરનાર વ્‍યક્‍તિ ખુબજ ગભરાયેલી હાલતમાં અને ઉતાવળા અવાજે એવું કહે છે,‘હેલો સર ઓપેરા હાઉસમાં આજે કંઈક અજુગતુ બન્‍યું છે'. પહેલા તો ઓફિસર જેવા દેખાતા અમુક લોકો પોતાને સી.બી.આઈ. ઓફિસર્સ તરીકે ઓળખાવીને શોરૂમની અંદર ઘૂસી ગયા અને ત્‍યારબાદ તેઓ ઓપેરા હાઉસમાંથી

(4:15 PM IST)