News of Monday, 31st March 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહનો પ્રારંભઃ શોભાયાત્રામાં રઘુવંશીઓ ઉમટી પડયા : જીગ્નેશદાદાની વાણીનો લાભ લઇ ધન્ય બન્યા
રાજકોટના રાજમાર્ગો જય સિયારામ જય જલારામ, રાધે રાધેના નાદ સાથે ગૂંજી ઉઠયા : વાજતે ગાજતે પોથીજીનું સ્થાપન

* અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટના સાંસદ પરષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, જામનગરના કલેકટર કેતનભાઇ ઠક્કર, આર.સી.સી. બેંકના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત કથાનું શ્રવણ કર્યુ *‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે...' ભજન સાથે સૌ મહાનુભાવો કથા મંડપમાં ભાવપૂર્વક ગરબે ઘુમ્યા *કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ, સહયોગ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન સમાજ ઉત્કર્ષના અસામાન્ય કાર્યો કરી રહ્યું છે : રાજુભાઇ પોબારૂ *ભાગવત સપ્તાહના ભવ્ય-અલૌકિક આયોજન થકી પવિત્રતાના માહોલ સાથે સમગ્ર સમાજમાં એકતા-સંગઠીતતામાં વધારો થશે : ડો. નિશાંતભાઇ ચોટાઇ * પૂ. જલારામબાપાનો એક જ મંત્ર ‘ભોજન, ભજન અને ભકિત' સર્વવ્યાપી છે, પવિત્ર ભાગવત સપ્તાહ થકી પૂણ્યનું ભાથું બાંધો : પરસોતમભાઇ રૂપાલા * રાજકોટ લોહાણા મહાજન વિશાળ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવા જઇ રહ્યાનું પણ રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું * ભાગવત કથાના દિવ્ય-જાજરમાન આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ સતત કાર્યરત * વિદ્વાન શાષાીજી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા સવારે તમામ ૧૦૮ યજમાનોને પવિત્ર પોથીજીનું ભાવપૂર્વક પૂજન કરાવવામાં આવ્યું : શોભાયાત્રામાં વિવિધ ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાઃ બાઇક રેલી તથા અસંખ્ય ગાડીઓ જોડાઇ
વશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘‘રાજકોટ લોહાણા મહાજન'' દ્વારા સુપ્રસિધ્ધ ભાગવતાヘાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસસને પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પોથીયાત્રામાં અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના શ્રીમતી કિરણબેન નિમીષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા શ્રીમતી સ્નેહાબેન પોબારૂ, મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તથા શ્રીમતી ડો. નિશીતાબેન ચોટાઇ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરષોતમભાઇ પીપરીયા, મહાજનના સર્વે ટ્રસ્ટીઓ, રાજકોટ મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા શ્રી મનીષભાઇ રાડીયા, રઘુવંશી અગ્રણીશ્રી છબીલભાઇ પોબારૂ તથા શ્રીમતી સ્મીતાબેન પોબારૂ સહિતના મહાનુભાવો વાજતે ગાજતે પોથીયાત્રામાં જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. યુવાનોની બાઇક રેલી, મહિલા મંડળો દ્વારા રાસની રમઝટ, વિવિધ ફલોટસ, સેંકડો ગાડીઓનો કાફલો વિગેરે શોભાયાત્રામાં જોડાયા હતા.
રાજકોટના સંસદ સભ્યશ્રી પરષોતમભાઇ રૂપાલા, રાજસભાના સાંસદશ્રી રામભાઇ મોકરીયા, જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યાક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, જામનગરના કલેકટર શ્રી કેતનભાઇ ઠક્કર, અકિલા પરિવારના સભ્યો શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રી લલીતભાઇ સવજીયાણી, શ્રીમતિ ભારતીબેન સવજીયાણી, શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન રાયચુરા, વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ, ભાજપ અગ્રણીશ્રી મનીષભાઇ ભટ્ટ, દિલીપભાઇ ચતવાણી સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત સપ્તાહનું શ્રવણ કરીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું જે દૃશ્યમાન થાય છે.
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે... ભજન શરૂ થતા જ સૌ મહાનુભાવો ભાવપૂર્વક ગરબે ઘુમ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. વ્યાસપીઠ ઉપરથી પોતાની આગવી શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન કરાવતા પૂ. જીગ્નેશદાદા તસ્વીરમાં નજરે પડે છે.‑
રાજકોટ તા. ૩૧ :.. વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્્ ભાગવત સપ્તાહનું જાજરમાન-ભવ્ય આયોજન ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે પ્રથમ દિવસે જ ચૈત્રી નવરાત્રીના પ્રારંભે કથાનું શ્રવણ કરવા ચિક્કાર મેદની ઉમટી પડી હતી. અત્ર, તત્ર, સર્વત્ર રાધે...રાધેનો નાદ ગૂંજી ઉઠયો હતો.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રીમદ્્ ભાગવત સપ્તાહની વિરાણી હાઇસ્કુલ ચોક, રાજકોટ થી નિકળેલ વિશાળ-ઐતિહાસિક શોભાયાત્રામાં રઘુવંશીઓનો રીતસર જનસૈલાબ ઉમટી પડયો હતો.
રાજકોટના ટાગોર રોડ, સરદારનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, અકિલા ચોક, રેસકોર્ષ રીંગ રોડ સહિતના રાજમાર્ગો પર જય સિયારામ, જય જલારામ, રાધે...રાધે...ના નાદ સતત ત્રણ કલાક સુધી ગૂંજતા રહ્યા હતાં. બાઇક રેલી સાથેના સાફા પહેરેલ, યુવાનો, અસંખ્ય ગાડીઓ, આકર્ષક ફલોટસ, રાસ-ગરબાની રમઝટ, ડી. જે. સાથેની સાઉન્ડ સિસ્ટમ, પુષ્પોનો વરસાદ, સેવાભાવી ગ્રુપ દ્વારા આખા રસ્તે ઠંડુ પાણી, સરબત, ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંકસની સેવાકીય વ્યવસ્થા સહિતના પરિબળોએ ભાગવત સપ્તાહની પોથીયાત્રાને ખરા અર્થમાં ઐતિહાસિક બનાવી દીધી હતી. શોભાયાત્રાના રૂટ દરમ્યાન વિવિધ સમાજના લોકોએ શોભાયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરીને ધન્યતા અનુભવી હતી. વાજતે-ગાજતે પવિત્ર પોથીજીને કથા સ્થળ રેસકોર્ષ મેદાન ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં ભાવપૂર્વક પોથીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
રેસકોર્ષ ખાતે કથા મંડપના વિશાળ જર્મન ડોમમાં પવિત્ર પોથીજી સાથે પૂ. જીગ્નેદાદાનું આગમન થતાં જ હજજારો ભાવિકો, રીતસર ભાવવિભોર બની ગયા હતાં. અને રાધે...રાધે...ના સતત નાદ લગાવ્યા હતાં.
વ્યાસપીઠ ઉપર પવિત્ર પોથીજીના સ્થાપન બાદ અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટના સાંસદ શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી મનિષભાઇ રાડીયા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા પવિત્ર ૧૦૮ શ્રીમદ્્ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથા શ્રવણ દરમ્યાન જામનગરના ધારાસભ્ય શ્રીમતિ રીવાબા જાડેજા, જામનગરના કલેકટર શ્રી કેતનભાઇ ઠક્કર, દંપતિ, જામનગરના રઘુવંશી અગ્રણી શ્રી અશોકભાઇ લાલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.
અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રી લલીતભાઇ સવજીયાણી, શ્રીમતિ ભારતીબેન સવજીયાણી, શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન રાયચુરાએ કથા દરમ્યાન ખાસ હાજરી આપી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમીષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે.
દીપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન કરતા રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે રાજકોટ લોહાણા મહાજન દ્વારા સતત જ્ઞાતિ ઉત્કર્ષના સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, તબીબી, શૈક્ષણિક, રોજગારલક્ષી કાર્યો થતા રહ્યા છે. ત્યારે ૧૦૮ શ્રીમદ્્ ભાગવત સપ્તાહના ભવ્ય-અલૌકીક આયોજન થકી પવિત્રતાના માહોલ, સાથે સમગ્ર સમાજમાં એકતા-સંગઠીતતામાં ચોકકાસપણે વધારો થશે. જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કાર્યો માટે રાજકોટ લોહાણા મહાજન સદાય તત્પર હોવાનું પણ તેઓએ અંતમાં જણાવ્યું હતું.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ પોતાના ઉદ્્બોધનમાં જણાવ્યું હતું કે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ, સહયોગ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન સમાજ ઉત્કર્ષના અસામાન્ય કાર્યો કરી રહ્યું છે. સમાજની દિકરીઓના સ્વપ્નો સાકાર થાય તે હેતુથી સમયને ધ્યાનમાં રાખીને રાજકોટ લોહાણા મહાજન દ્વારા પૂ. જલારામબાપાના મંદિર સાથે મોરબી રોડ ઉપર એક વિશાળ પાર્ટી પ્લોટનું નિર્માણ થઇ રહ્યાનું પણ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. આ તકે તેઓએ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ આજીવન પ્રમુખ તથા લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ સ્વ. જયંતિભાઇ કુંડલીયાને પણ યાદ કરી તેઓના ઉત્કૃષ્ટ યોગદાનને વંદન કર્યા હતાં.
રાજકોટના સંસદ સભ્ય શ્રી પરષોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભવ્ય-દિવ્ય અલોૈકીક શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પવિત્ર ભાગવત સપ્તાહનું શ્રવણ કરીને પૂણ્યનું ભાથું બાંધવાનો અનેરો અવસર આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પૂ. જલારામબાપાનો એક જ મંત્ર ‘ ભોજન, ભજન અને ભકિત' સર્વવ્યાપી છે.
ભાગવત કથાના પ્રથમ દિવસે જ વ્યાસપીઠ ઉપરથી પૂ. જીગ્નેશદાદાને પોતાની દિવ્યવાણી થકી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે... ભજન શરૂ કરતા હજાર રહેલ સોૈ મહાનુભાવો, કથા મંડમમાં ભાવપૂર્વક ગરબે ધુમ્યા હતા.
ગઇકાલે સવારે વિદ્વાન ભાગવતચાર્ય શાસ્ત્રીજી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા તમામ ૧૦૮ યજમાનોને પવિત્ર પોથીજીનું ભાવપૂર્વક પૂજન કરાવવામાં આવ્યું હતું વિશાળ ઐતિહાસિક શોભાયાત્રામાં વિવિધ ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રીમદ્ ભાગવત કથાને યાદગાર બનાવવા રાજકોટ લોહાણા મહાજનની ટીમ સાથે સેવાકીય-સામાજીક પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર પંચનાથ હોસ્પિટલના પ્રમુખ, કોર્પોરેટર શ્રી દેવાંગભાઇ માંકડ સતત કાર્યરત છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલોૈકિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્પાબેન બચ્છા, શ્રીમતી અલ્કાબેન બચ્છા શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતી નિકીતા બેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતી ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટ શ્રી હિતેનભાઇ પારેખ - દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશ્વરભાઇ ચાંદાણ, મોૈલિકભાઇ ચંદારાણા ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(4:17 PM IST)










