News of Monday, 31st March 2025
સાધુ વાસવાણી મિશનના વડા પૂ.દીદી ક્રિષ્નાકુમારી શાંતિ પુરસ્કારથી સન્માનિત

રાજકોટ : રોટરી કલબ નિગડી પુના દ્વારા સાધુ વાસવાણી મિશનના વડા પૂ. દીદી ક્રિષ્નાકુમારીને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનીત કરેલ છે. એલ્પ્રો ઓડીટોરીયમમાં યોજાયેલ આ સમારોહમાં રોટેરીયન સુહાસ ધામલે નીગડી રોટરી કલબના પ્રમુખે સૌનું સ્વાગત કર્યા બાદ દીદી ક્રિષ્નાકુમારીએ કઇ રીતે અસંખ્ય વ્યક્તિઓને આગળ વધવામાં અને પ્રગતિશીલ બનાવવામાં પ્રેરણા પુરી પાડી તેનાથી સૌને વાકેફ કર્યા હતા. ડી. જી. એન. રોટેરીયન નિતીન ધામલે, શાંતિ નિર્દેશક રોટેરીયન રાનુ સિંધાનીયાએ પણ પ્રાસંગીક પ્રવચનમાં રોટરીના ઉદેશ્યો અને દીદીના કાર્યો અંગે છણાવટ કરી હતી. દીદી ક્રિષ્નાકુમારીએ સન્માનના પ્રત્યુતરમાં અહોભાવ વ્યકત કરી ગુરૂદેવ સાધુ વાસવાણીજી અને દાદા જે. પી. વાસવાણીજીને યાદ કર્યા હતા.
(4:17 PM IST)










