<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

બુધવારથી રેસકોર્ષ મેદાનમાં ‘પ્‍લાસ્‍ટ શો-૨૦૨૫'

ચાર દિવસીય આ પ્‍લાસ્‍ટ શો માં નામાંકિત કંપનીઓ ભાગ લેશે : રાષ્‍ટ્રીય કક્ષાના મુલાકાતીઓ આવશે

રાજકોટ તા. ૩૧ : પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેકચર એસોસીએશન અને સનલાઇન ઇન્‍ફોટેક ઇવેન્‍ટ ઇન્‍ડિયાના સંયુકત ઉપક્રમે તા. ૨ થી ૫ એપ્રિલ દરમિયાન 'પ્‍લાસ્‍ટ શો ૨૦૨૫' રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

જેમાં ઉદ્યોગની નામાંકિત કંપનીઓ ભાગ લઇ રહી છે. પ્‍લાસ્‍ટિક પ્રોસેસ મશીનરી, રો મટીરીઅલ, પ્‍લાસ્‍ટિક ઉદ્યોગને લગતી વિવિધ માહિતી, પ્‍લાસ્‍ટિક ફીનીશ ગુડસ પ્રોડકટ તેમજ ૧૫૦ લાઇવ મશીનરી પ્રોડકટ, વિવિધ ૭ કેટેગરીના અલગ અલગ વિભાગો દ્વારા પ્રેઝન્‍ટેશન થશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્ર ખાતે આ છઠ્ઠી વખત આયોજન થયુ છે.

આ પ્રદર્શનની ઓપનીંગ સેરેમની તા. ૨ ના બુધવારે સવારે ૯.૩૦ વાગ્‍યે રેસકોર્ષ મેદાન ખાતે યોજાશે. ચીફ ગેસ્‍ટ તરીકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, ઉદ્યોગ સેલ પ્રદેશ કન્‍વીનર બીજેપી, જગદીશભાઇ કોરડીયા પ્રેસીડેન્‍ટ ઓઇ ઇન્‍ડિયા પ્‍લાસ્‍ટિક એસો., મનોજભાઇ શાહ ચેરમેન ઓલ ઇન્‍ડિયન પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેકચર્સ એસો., અરવિંદભાઇ મેહતા, રાજુ એન્‍જીનીયરીંગના શ્રીમતી ખુશ્‍બુ દોશી, જીએસપીએમએના પ્રમુખ ભરતભાઇ પટેલ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના વી. પી. વૈશ્‍નવ, એસ.પી.એમ.એ., ધોરાજી પ્‍લાસ્‍ટિક એસોસીએશન, ભાવનગર પ્‍લાસ્‍ટિક એસોસીએશન, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો., લોઠડા પીપલાણા પડવલા ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો., લઘુ ઉદ્યોગ ભારતી, રાજકોટ કિચનવેર એસો., પ્‍લાસ્‍ટ ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ યુનિવર્સિટી વાપી, ઉપલેટા પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેકચર એસો., એસ.જી.પી.એમ.એ.ના પ્રમુખો, હોદેદારો, ડીઆઇસીના જનરલ મેનેજર એમ. કે. લાડાણી વગેરે ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ પ્‍લાસ્‍ટીક મેન્‍યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ચાવડા, ચેરમેન બાબુભાઇ ડાંગર, પ્‍લાસ્‍ટ શો-ચેરમેન વિનુભાઇ વેકરીયા, સેક્રેટરી રમેશભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ એસો.ના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૮૪૦૧૧ ૩૮૪૧૨ ઉપર સંપર્ક કરી શકાશે

(4:18 PM IST)