News of Monday, 31st March 2025
ન્યુ મહાવીરનગર સોસાયટીની ચૂંટણી અંતે સમરસ થઇ

રાજકોટઃ ન્યુ મહાવીરનગર સોસાયટીની આગામી ૭ એપ્રિલે યોજાનાર ચૂંટણી આજ રોજ સમરસ જાહેર થયેલ છે, યશપાલસિંહ ચુડાસમા ની અને મોહનભાઈ સિંધવની પેનલ વચ્ચે સુખદ સમાધાન થતાં યશપાલસિંહની પેનલના પાંચ ઉમેદવાર અને મોહનભાઈ સિંધવની પેનલના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે આ સમાધાનમાં સોસાયટીના આગેવાનો પ્રશાંતભાઈ સિંધવ, મોમભાઈ મુંધવા,કિરીટભાઈ બારોટ, વિશાલ ચાવડા, બલરાજસિંહ જાડેજા, પ્રીતભાઈ ધાધલની મહેનત રંગ લાવેલ હતી, બિનહરીફ વિજેતા થયેલ. જાહેર ઉમેદવારોમાં યશપાલસિંહ ચુડાસમાની પેનલના યુવરાજસિંહ ચુડાસમા, સતિષભાઈ રાવલ, દીપકભાઈ સોલંકી, જયેશભાઈ દાવડા, હરેશભાઈ વાડોલીયા તેમજ મોહનભાઇની પેનલના મોહનભાઈ ગોરી અનેસ્ત્રી અનામતમાં હંસાબેન અગ્રાવત બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કસ્ટોડિયન શ્રી જી.એમ.જાડેજા તેમજ ચૂંટણી અધિકારી તરીકે લલીતભાઈ જોશી હાજર રહેલા હતા અને બિન હરીફ ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતી. ઉપરની તસ્વીરમાં બિનહરીફ થયેલા ઉમેદવારો અને નીચેની તસ્વીરમાં ઉમેદવારો સાથે સોસાયટીના આગેવાનો નજરે પડે છે.
(4:37 PM IST)










