News of Monday, 31st March 2025
વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ અને HYKJ ચેસ એકેડેમી દ્વારા યોજાઇ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન દ્વારા સ્પોન્સર કરાયેલ તેમજ એચવાયકેજે ચેસ એકેડેમી રાજકોટ મુખ્ય ઓર્ગેનાઇઝર કિશોરસિંહ જેઠવા દ્વારા ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામન્ટ યોજાયેલ. ઉદઘાટન પ્રસંગમાં પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ક્રાઇમ બ્રાંચ રાજકોટ સીટી પોલીસ, નીખીલભાઇ જોશી, ઝોનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલ્વે એમ્પલોઇઝ યુનિયન મયુર ગઢવી સેક્રેટરી, સહ સ્પોન્સર ભીમાભાઇ કેશવાલા, હિન્દુસ્તાન પ્રોજેકટ, રાજદિપસિંહ જાડેજા, રાજાભાઇ, ઉપાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, મુકેશભાઇ ભટ્ટ, સુરેશભાઇ મારૂ તથા અન્ય મહેમાનોમાં ડો.વિજય દેસાણી, ઉપકુલપતી પુર્વ સૌ.યુનિ., રવિરાજસિંહ જાડેજા (એનઆરઆઇ), વનરાજસિંહ જાડેજા, રીટાયર્ડ ફોરેસ્ટ ઓફીસર, દયાળજીભાઇ સરવડા, ગંભીરસિંહ જાડેજા, રોહીતભાઇ બુંદેલા તથા આર.વી.મહેતા, સી.એ.પરીન પટેલ, (આરડીસીએ) વિશાલ સોલંકી, ગેસ્ફોર્ડ ચેસ કલબ, મિતેષ બોરખેતીયા (આરસીડીએ) હર્ષિલ શાહ, એડવોકેટ વિગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને શિલ્ડ, મેડલ તથા રોકડ પ્રાઇઝ આપી પ્રોત્સાહીત કરેલ હતાં. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા મુખ્ય આયોજન કમીટીના કિશોરસિંહ જેઠવા, રમેશભાઇ જોશી, કિરીટસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રવિણભાઇ ત્રિવેદી, મોહનભાઇ વાંક, રાજુભાઇ શર્મા, એન્થોની સોલામાન, સી.એમ.ઝાલા, સતીષ વ્યાસ, રાજેશ પટેલ, ત્રિલોકભાઇ જોશી, આમદ ડોડીયા, કૌશલ કિશોર, મહેશ ચૌહાણ, અને રેલ્વે રીટાયર્ડ કર્મચારી અને એચવાયકેજે ચેસ એકેડેમી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. યોગેન્દ્રસિંહ જેઠવા અને જયમીન પંડયાએ ચેસ એન્ટ્રીની વ્યવસ્થા સંભાળેલ હતી. આર્બીટર તરીકે જય ડોડીયા, પંકજભાઇ પંચોલી, હર્ષદભાઇ ડોડીયા, રાજુભાઇ લખવાણી, હરીન્દ્રસિંહ જેઠવા, અલ્પેશ તન્ના-કેશોદ, ઉમેશ શેઠ-મોરબી વિગેરે દ્વારા સેવા બનાવેલ હતી. સ્વીસલીગ પધ્ધતીથી રમાડવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં ૧પ૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો, બપોરના લંચની વ્યવસ્થા અને ફુલટાઇમ ચાની વ્યવસ્થા આયોજક તરફથી ફ્રી માં કરવામાં આવેલ હતી. આ ટુર્નામેન્ટમાં ૧પ૦૦૦ રૂપીયાના કેશ પ્રાઇઝ, ર૮ શીલ્ડ મોમેન્ટો અને ૪ર મેડલ્સ વિજેતા ખેલાડીઓને આપવામાં આવેલ હતાં. પ્રથમવાર યોજાયેલ આ ચેસ ટુર્નામેન્ટમાં ખુબ સારો પ્રતીસાદ મળેલ હતો. ટુર્નામેન્ટના પરીણામો જાહેર થતા અન્ડર ૭ બોયઝમાં જીયાત પેથાણી, આયન જાદવ, જીયાંશ ફેફર, અને અન્ડર ૭ ગર્લ્સમાં ધ્યાના સુરાણી, અન્ડર ૯ બોયઝમાં વંશ કકકડ, રીયાન જનાણી, મૌલીક પરમાર અને અન્ડર ૯ ગર્લ્સમાં શૈલી પી.શાહ, અન્ડર ૧૧ બોયઝમાં વિવાન પટેલ, અચ્યુત વરસડા, કેવશ ખન્ના, અને અન્ડર ૧૧ ગર્લ્સમાં રીયા સોલંકી, મહીમા ત્રીવેદી, યશવીબા વાઘેલા, અન્ડર ૧૩ બોયઝમાં હાર્દ જોશી, વેદ ચાવડા, દેવાંશ પોપટ અને અન્ડર ૧૩ ગર્લ્સમાં રૂદ્રા ગગલાણી, રોશની બુસા, ક્રિષ્ના નેહલભાઇ. અન્ડર ૧પ બોયઝમાં હસ્ત સુરાણી, હિતાર્થ ગણાત્રા, અહમદ રઝા કલવા, કેવલ વાણીયા અને અન્ડર ૧પ ગર્લ્સમાં રીયા કાથરાણી, ઝીલ કણજારીયા, રચના ત્રિવેદી, વિશ્વા નંદાણીયા. ઓપન કેટેગરીમાં ક્રિશ તન્ના-કેશોદ ચેમ્પીયન, દિપ પરમાર-મોરબી-રનર્સઅપ, ગૌરવ ત્રિવેદી-રાજકોટ, પાર્થ કાનાણી-જામનગર, મોહીત શર્મા- રાજકોટ, મનીષકુમાર સિન્હા-ઇન્કમટેક્ષ, અક્ષીત કાચા-રાજકોટ, જેનીલ પટેલ-રાજકોટ, મહેશ ચૌહાણ-રાજકોટ અને અબોવ ૪૦ માં ભાવિન પરમાર, અશ્વીની જોશી તેમજ અબોવ ૬૦માં ઘનશ્યાન ખાલપાડા, કિશોર ધંધુકીયા વિજેતા જાહેર થયાં હતાં.
(4:50 PM IST)










