News of Tuesday, 1st April 2025
યુપીનો રાજન રાજકોટમાં તમંચો વેંચવા ગ્રાહક શોધતો હતો ત્યાં આજીડેમ પોલીસ ભેટી ગઇ
સાઇબાબા સર્કલ પાસેથી ઝડપી લેવાયોઃ આજીડેમના પીએસઆઇ જે. જી. રાણાની ટીમની કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, હારૂનભાઇ ચાનીયાની બાતમી

રાજકોટ તા. ૧: શહેર આજીડેમ પોલીસે કોઠારીયા રોડ સાંઈબાબા સર્કલ પાસેથી યુપીના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારટીસ સાથે પકડી લીધો છે. તે આ તમંચો વેંચવા ગ્રાહક શોધતો હતો ત્યાં પોલીસ ભેટી ગઇ હતી. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ દરમિયાન પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ રવિભાઈ વાંક તથા હારૂનભાઈ ચાનીયાને બાતમી મળતાં રોલેક્ષ રોડ, સાંઈબાબા સર્કલ નજીકથી રાજનકુમાર સદાનંદ ગૌતમ (ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે. સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, સોમનાથ વે બ્રીજ પાસે, ગુલાબનગર બાજુમાં, રોલેક્ષ રોડ, રાજકોટ મુળ, બલનપુર ગામ, પોસ્ટ. જંગીગંજ થાના.ગોપીગંજ જી.બધોઈ રાજ્ય-ઉતર-દેશ)ને દેશી તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો હતો.
પુછતાછમાં આ શખ્સે પોતે હાલ રાજકોટ રહી મજૂરી કરતો હોવાનું અને યુપીથી તમંચો વેંચવા લાવ્યાનું રટણ કર્યુ હોઇ રિમાન્ડની તજવીજ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, દિગ્પાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રદિપસિંહ ગોહીલ, જગદીશસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઈ કોઠીવાળપા હરપાલસિંહ જાડેજા, દેવાભાઈ ધરજીયા, સંજયરાજ બારોટ તથા વિશ્વરાજસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(12:06 PM IST)










