News of Tuesday, 1st April 2025
સ્વાતિ પાર્કમાં કારખાનામાં પીસીબીનો દરોડોઃ દારૂના ૨૪૦ ‘ચપલા' મળ્યા
કારખાનેદાર જયેશ અમીપરાની શોધખોળ

રાજકોટ તા. ૧: શહેરના કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક મેઇન રોડ પર રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીયઅલ એરીયામાં બંધ શેરીમાં આવેલા કેશવ પ્લાસ્ટીક નામના કારખાનામાં પીસીબીની ટીમે દરોડો પાડી રૂા. ૨૪૦૦૦ના ૧૮૦ એમએલના વ્હીસ્કીના ૨૪૦ ચપલા કબ્જે કર્યા છે. કારખાનાનો માલિક જયેશ ભીમાભાઇ અમીપરા હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીસીબીના કુલદિપસિંહ, વિજયભાઇ, યુવરાજસિંહને બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે કારખાનેદાર મળ્યો નહોતો પણ દારૂનો જથ્થો મળી આવતાં કબ્જે કરાયો હતો. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઇ, ઘનુભા સહિતે આ દરોડો પાડયો હતો.
(2:45 PM IST)










