હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વીર શિરોમણી ‘‘રાણા સાંગા'' અંગે અભદ્ર ભાષામાં ટિપ્પણી
તે દુઃખ દાયક છેઃ રાજપૂત કરણી સેનાનો વિરોધઃ આવેદન

રાજકોટઃ શ્રી રાજપૂત કરણી સેનાએ કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ગત તા. ર૧/૦૩/ર૦રપના રોજ રાજયસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજયસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી ‘‘રાણા સાંગા'' વિશે અભદ્ર ભાષામાં ટીપ્પણી છે તે દુઃખદાયક છે. અને સત્યથી વેગળી અને પાયાવિહોણી હોય તેમજ આ રાજયસભાના સાંસદ દ્વારા રાજયસભાની ગરીમા ને લાંછન લગાડેલ છે તેના કારણે રાષ્ટ્રવાદી દેશભકતો તથા નાગરિકોની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય સદર અભદ્ર ટીપ્પણીને રાજકોટ શ્રી રાજપુત કરણી સેના વખોડી કાઢે છે તેમ આવેદનમાં ઉમેર્યું હતું. આવેદન દેવામાં રાજપુત કરણી સેનાના જીલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી જાડેજા, મેઘરાજસિંહજી ચુડાસમા, તીર્થરાજસિંહજી ગોહિલ, જયદીપસિંહ જાડેજા, શ્રી નયનાબા જાડેજા, રાજકોટ મહિલા શહેર પ્રમુખ શ્રી હર્ષાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, મીતરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ગોહીલ, દેવેન્દ્રસિંહજી ગોહીલ, દેવેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા વિગેરેક્ષત્રિય રાજપુત ભાઇઓ તથા બહેનો જોડાયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)










